અલ્પ વિરામ


(પ્રકાશ, પાણી અને પ્રકૃતિ….                …૦૪-૦૩-૨૦૦૭)

આમ પૂછો તો કારણ કાંઈ નહીં, ને આમ પૂછો તો ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’… કારણ ગમે તે હોય, પણ હું લઈ રહ્યો છું એક નાનકડો વિરામ… ઘણું ચાલ્યો, થોડો થાક ખાઈ લેવાનું ગમશે… થોડો વખત તમને પણ મારા દે-માર ઈ-મેઈલમાંથી છૂટકારો મળશે… પણ યાદ રહે, આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નહીં ! ફરી મળીશું, આજ સ્થળે… આજ સરનામે… અને આજ રીતે…

-વિવેક મનહર ટેલર

25 thoughts on “અલ્પ વિરામ

  1. your absence should be long enough so that somebody misses u….
    but it should not be long that someone learns to live without u…

    take care… see u soon

  2. પૃથ્વી આ રમ્ય છે
    આંખ આ ધન્ય છે.
    લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
    તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
    વ્યોમ તો ભવ્ય છે
    ને પૃથ્વી આ રમ્ય છે.
    આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
    હવામાં રંગનાં વર્તુળો દોરતું.
    કિયા ભવનું પુણ્ય છે ?!
    જિંદગી ધન્ય છે, ધન્ય છે.
    સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
    કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
    સભર આ શૂન્ય છે.
    પૃથ્વી આ રમ્ય છે.
    માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
    ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
    આ બધું અનન્ય છે.
    ને કૈંક તો અગમ્ય છે.
    ધન્ય ધન્ય ધન્ય છે.
    પૃથ્વી મારી રમ્ય છે.

    -નરેન્દ્ર મોદી

  3. પ્રીય વીવેકભાઇ,
    અચાનક આમ ચાલી જવાય તે વળી..?
    ઠીક છે,ઘરના સમજી માફ કર્યા. જલ્દી
    આવજો બાપલા..રાહ જોઈશ.
    સુનીલ શાહ

  4. પ્રિય પરેશભાઈ અને અન્ય મિત્રો,

    ફરી પાછો આ બ્લૉગ ક્યારે પુનર્જીવિત કરીશ એ તો હું ય નથી જાણતો. કવિતાઓનો તો મારી પાસે પૂરતો સ્ટૉક છે જ પણ મારે મારા મન પર હાવી થઈ ગયેલા બ્લૉગથી મુક્ત થોડા શ્વાસ લેવા છે…. બસ ! જેવો હું ફરીથી આપ સૌ પર ત્રાટકીશ કે તરત જ સૌને ઈ-મેઈલ વડે જાણ પણ કરી જ દઈશ…

    …આપ સૌના સ્નેહ બદલ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર…. બસ! એક ખાતરી આપું છું… હું આ રેસમાં હટી જવા માટે નથી આવ્યો, એટલે પાછો જરૂર ફરીશ… વચન !

  5. સર, તમારા દે-માર ઈ-મેલ વિના તો મેઈલ બોક્સ સુનુ લાગે, તમારુ અલ્પવિરામ જલ્દી પુરુ થાવુ જોઈએ,

  6. ડો. વિવેક,

    અનેક મધમાખીઓ મહિનાઓ સુધી મહેનત કરે ત્યારે થોડુ મધ ભેગુ કરી શકે છે અને તે કોઈ એકાદ માનવીને તૃપ્ત કરી શકે…!

    અહી તો બિલકુલ ઉંધુ છે કે ફક્ત એકજ મધમાખી છે કે જે ફુલો અને લાગણીઓનો રસ-સંચય કરીને અમારી સામે ધર્યા કરે છે. અને તે રસના ચાહકો અગણીત છે તો તે મધમાખીને કેટલુ કષ્ટ પડતુ હશે તે હું સમજી શકુ છું.

    તમે થોડો આરામ ફરમાવો… પણ જોજો રખે ને અમને ભુલી જતા… હજી અમારી તરસ છીપાઈ નથી…! અમે રાહ જોઈ રહ્યા છીએ.

    બ્લોગ વેકેશન બરાબર ઉજવજો.

    -રાજીવ

  7. પણ મારે મારા મન પર હાવી થઈ ગયેલા બ્લૉગથી મુક્ત થોડા શ્વાસ લેવા છે….

    This is what is the essence of a true poet and true poety.
    Creativity is not a factory or a news paper column.

    Vikekbhai take your time and flourish with new threads.

  8. Dear Vivekbhai

    Vivekpurvak raja aapwa ma aave chhe………

    …….subject to SAMAYSAR ( VIVEKPURVAK ) pacha aawvana ho to raja…..

    Have a ANANDIT vacation

    Anand

  9. વિવેક્ભાઇ,

    અલ્પવિરામ હવે તો દીર્ઘવિરામ થતો જાય છે,પાછા ક્યારે આવો છો,વાંચકો રાહ જુએ છે.

    દેવિકા

  10. વિવેકસર,
    હુ તમારો બહુ મોટો ફેન છુ
    આ રચના પણ તમારી બાકી ની રચના ની જેમ અદભુત છે
    મને તમારુ ઈ-મેલ અડ્રેસ મલશે
    આભાર

  11. 07-07-07 : મારા પાછા ફરવા માટે આ તારીખ મને ગમી છે… આપ સૌને ગમશે? ( 07-07ને ગુજરાતીમાં સાથ-સાથ પણ બોલી શકાય છે ને?!)

  12. welcome back friend
    07-07-07 સાથ-સાથ સાથ-સાથ
    ડો. સાહેબ,
    સાથે કોઈને લઈને આવો છો કે શુ !!!!!! 🙂

  13. wah…
    welcome back Dost
    07-07-07 means સાથ-સાથ-સાથ
    સાથ-સાથ-સાથ તો એકલા જ આવો છો કે કોઇ ની સાથ-સાથ !!!:)

  14. વિવેકભાઈ,

    ૦૭/૦૭/૦૭ ……………,
    પ્રતિક્ષા રહેશે.
    ૦૦૭- બોન્ડ ,જેવું કઈંક નવું માણવા મળશે એની ખાત્રી છે.
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  15. હાશ……………..
    7-7-07 ને તો ફક્ત બે જ દિવસની વાર છે હવે…. ( આવા ખબર જરા મોડા મળે એનો ફાયદો… )

  16. Dear Sir,
    Me tamaro blog joyo.
    khub saras chhe.
    My self Amit Mehta
    Currently working with Ultra TEch cement.
    Aapni sathe sampark ma rahevanu gamshe.
    Aapna pratyutar ni apexa sathe.
    Regards,
    Amit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *