*
સુરતના મોટાભાગના ગરમાળા અમારા દિલની ડાયરીમાં કેદ છે. દર ઉનાળે આ બધાની અવારનવાર મુલાકાતે અમે ખાસ નીકળીએ છીએ. આ વરસે હજી ગરમી ખરા અર્થમાં શરૂ નથી થઈ એટલે મોટા ભાગના ગરમાળા ખીલ્યા નથી, સિવાય કે એક બે પીળી સેર… પણ ઘોડ દોડ રોડ પર ‘તનિષ્ક’ની સામે રસ્તાની વચ્ચે સૂર્યનો તડકો આખો દિવસ અનવરત સહન કરતો ગરમાળો કદાચ તાપના કારણે વહેલો મહોરી ઊઠ્યો છે… એને જોયો અને વિચાર આવ્યો કે આ અગાઉ તો ‘મોસમનો પહેલો ગરમાળો’ ગીત લખી ચૂક્યો છું અને ‘ગરમાળો’ સંગ્રહ પણ પ્રગટ થઈ ગયો.. હવે ગરમાળા પર વળી નવું શું લખી શકાય ? પણ કાર સ્ટાર્ટ કરી અને મોબાઇલ હાથમાં લીધો… ચાલુ કારે ડ્રાફ્ટ મોડમાં ધ્રુવ પંક્તિઓ ટાઇપ કરવી આદરી. વૈશાલીએ પૂછ્યું, કોને SMS કરે છે… મેં કહ્યું, મને જ…
આ રહ્યો એ SMS…
*
કીધો જ્યાં તાપનો તેં સરવાળો,
હું ખીલ્યો, હું તો ગરમાળો.
તારી એક જ ઉષ્ણ નજરથી
ડાળ-ડાળ લહેરાયું સોનું,
રાહ પીળો, થઈ મુગ્ધ વિચારે-
‘આ વરદાન છે કોનું ?’
તડકો રંગે મને, હું રંગી દઉં આખો ઉનાળો,
મને છો રોમે-રોમ પ્રજાળો.
હું ખીલ્યો, હું તો ગરમાળો.
ભીના ભીના એક જ ટહુકે
મારી એક એક સેર લળુંબે;
પ્રેમમાં શાને શરમાવાનું ?
આખી મારી જાત ઝળુંબે,
આ પાર ભલો, ઉસ પાર ભલો પણ હોય નહીં વચગાળો,
છો ને રોકે ઉપરવાળો.
હું ખીલ્યો, હું તો ગરમાળો.
– વિવેક મનહર ટેલર
(૦૬-૦૪-૨૦૧૧)
*
(‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ)… …સ્વયમ્ પ્રકાશન, સુરત)
ભીના ભીના એક જ ટહુકે
મારી એક એક સેર લળુંબે;
પ્રેમમાં શાને શરમાવાનું ?
આખી મારી જાત ઝળુંબે,
વાહ!!!
ખુબજ ઉમદા
nice oneeeeeeeeeeee sirje, gr8
વાહ, સરસ ગીત.
તડકો રંગે મને, હું રંગી દઉં આખો ઉનાળો,
મને છો રોમે-રોમ પ્રજાળો.
હું ખીલ્યો, હું તો ગરમાળો.
વાહ્
કેવો સરસ ખિલ્યો આ ગરમારો.
તમારા આ કાવ્ય થકિ તો મને ઉનાો ગરમિ થિ નહવા નુ મન થૌયુ
વાહ બહુજ સરસ્……
સાચે જ સુંદર ગીત.. સુંદર અભિવ્યક્તિ..અભિનંદન.
વાહ વિવેકભાઈ, કીધો જ્યા તાપનો સર્વાળો, હુ ખીલ્યો ગરમળો, જાણે ઉનાળાનો છડીદાર! તમે તો sms ની ત્વરાએ કવિતા લખી નાખી! હુબ જ સરસ …… અભિનન્દન !
સરસ !
ખૂબ સુંદર ગીત
ખૂબ સુંદર અભિવ્યક્તી
અને ખૂબ સુંદર ગીતની પ્રેરણા આપનાર ગરમાળાનું સરનામું
એ જ ગરમાળા પાસે રહીએ , હો ઇ એ જ્યારે સૂરતમા !
પણ હંમેશા મળીએ અમે પ્રજ્ઞાજુ@યા.કો ના સરનામે
Hi Vivek bhai, Very Good , This One Has A Real Spiritual Meaning For Me.
Grace Of GOD, Acceptance And Gratitude.
જસ્ટ સુપર્બ…………….!
ભીના ભીના એક જ ટહુકે
મારી એક એક સેર લળુંબે;
પ્રેમમાં શાને શરમાવાનું ?
આખી મારી જાત ઝળુંબે,
આ પાર ભલો, ઉસ પાર ભલો પણ હોય નહીં વચગાળો,
છો ને રોકે ઉપરવાળો.
હું ખીલ્યો, હું તો ગરમાળો.
વાહ ખૂબ સરસ કલ્પના!
સપના
સરસ,
શબ્દો અને અભિવ્યક્તી બન્ને,,
સુઁદર
વાહ વિવેકભાઈ….
સરસ રચના થઈ છે,
આ બહુ ગમ્યું-
ભીના ભીના એક જ ટહુકે
મારી એક એક સેર લળુંબે;
પ્રેમમાં શાને શરમાવાનું ?
આખી મારી જાત ઝળુંબે,
ખુબ જ સરસ રચના……! આશા રાખુ કે આપણા ઘરનેી સામે તે રોપેલા બધા જ ગરમાળાઓ ખિલિ ઉથે અને તને રોજ આવેી જ અવનવેી અને સુન્દર રચનાઓ રચવાનેી પ્રેરણાઓ પુરેી પાડતા રહે…….!ત્વરિત મોબાઈલ પરનેી રચના…..ખુબ જ ગમેી…….!!!!!
Good creation sir. Please published it all in a book form so that we can make a collection for it.
Nandkishor
ગરમાળોની કવિતા વાચી અને સુરેશ દલાલ ની પંક્તિ યાદ આવી ગઈ. “ગુલમોહર સો મોહ્ર્યા કરુ એટલે જીદગીભર નો ઉનાળો તે દીધો?”
તમે ઉનાળો સહન કરવા નહી, પણ લોકો ને છાયો કરી વિશ્રામ સ્થળ આપવા ગરમાળો થયા છઓ. આમજ નવી રચનાઓ આપતા રહેજો, અને મનમા થન્ડક કરાવતા રહેજો.
તડકો રંગે મને, હુ રંગી દઉ આખો ઉનાળો,
મને છો રોમે-રોમ પ્રજાળો.
હું ખીલ્યો, હું તો ગરમાળો.
દુખી થઈ ને સુખી કરવાની વાત ખુબજ ગમી.
વાહ બહુજ સરસ્……
પ્રકૃતીનિ સાથે કવિએ તાદામ્ય સાધીને જે વાત કરી છે,
તડકો રંગે મને, હું રંગી દઉ આખો ઉનાળો,
મને છો રોમે રોમ પ્રજાળો,
હું ખીલ્યો, હું તો ગરમાળો………………
કવિશ્રીને સરસ ફોટો અને રચના બંને માટે અભિનદન…………….
તારી એક જ ઉષ્ણ નજરથી
ડાળ-ડાળ લહેરાયું સોનું,
રાહ પીળો, થઈ મુગ્ધ વિચારે-
‘આ વરદાન છે કોનું ?’
ઉનાળાની કાળજાળ ગરમીમાં ગરમાળો “રાહતે-જહાં” છે. તડકામાં તપીને સોનુ થાય.
પ્રક્રુતિની સુંદર પ્રતિતી!
સાથે ચિત્રો આપવાથી તમારા કાવ્યો-ગીતો જીવંત બને છે.
અભિનંદન!
દિનેશ
ન રોકે ઉપરવાળો…..તમ ને કોઇ ન રોકી શકે…..ખૂબ લખો મહાશય….
ડાળ ડાળ ઉપર પ્રેમથી લળુંબી જતા ગળમારાને તમે
ગીત માં સુંદર ગુંથી લૈ સાથે બધાં નાં મનને પળ તમે
પ્રેમની ડાળ ડાળ ઉપર ઝુલાવી દીધાઆનંદ આનંદ.
જૈસત્ચિદાનંદ
રમેશ પટેલ”પ્રેમોર્મિ”
હું ખીલ્યો, હું તો ગરમાળો….
સુંદર ગીત !
પીળી ચટ્ટાક ગરમાળી અભિવ્યક્તિ !
અભિનંદન, વિવેકભાઈ !
ગ્લોબલ વોર્મીંગે સીઝનનું ટાઇમટેબલ બગાડી નાંખ્યાનું તો બધાને લાગે જ છે.
મોબાઇલ ટાવરોએ ચકલીઓ અદૃશ્ય કરી નાંખી છે.
એક મિત્ર (સાથી કર્મચારી) એ આવી ચર્ચામાં કહ્યું કે, હવે તો વૈશાખ મહિનામાં ગઘેડા હોંચી હોંચી કરતા સંભળાતા નથી. પ્રજાપતિભાઇઓ પણ કદાચ ચાકડો મીકેનીકલ રાખતા હશે.
દિવાળી આવે એટલે (અમદાવાદ-મણિનગરની નજીક) ગધાડા ઉપર ચંડોળા તળાવમાંથી ખોદેલી માટી લઇને હાથમાં નાની લાકડી લઇને આવતા નાના છોકરા અને સ્રીઓ હવે દેખાતી નથી. એ આવે એટલે દિવાળીનો સમય લાગે.
વિવેકભાઇએ ગરમાળો કાવ્ય રચીને ડીજીટલી ગરમાળો દેખાડી દીધો છે – અભિનંદન..વિવેકભાઇને સ્ફૂરે કે તરત જ લખી નાંખવાની તમારી ચીવટ (એસએમએસ) ગમી.
પ્રેમની ડાળ ડાળ ઉપર ઝુલાવી દીધાઆનંદ આનંદ.
જૈસત્ચિદાનંદ
‘આ વરદાન છે કોનું ?’
અભિનંદન, વિવેકભાઈ !
શ્રી વિવેકભાઈ,
ગરમાળો અને ગુલમ્હોર બંને મારા પ્રિય વૃક્ષો છે. અમે જ્યાં રહીએ છીએ તે મધુવન છે અને તેને અડીને બરાબર અમારો એક બીજો પ્લોટ છે જેને અમે દાદાની વાડી કહીએ છીએ. મધુવનમાંથી દાદાની વાડીમાં પ્રવેશીએ કે તરત જ ગરમાળો આવે – હું રોજ સવારે દાદાની વાડીમાં પ્રકૃતિના સાનિધ્યમાં જાવુ અને સહુ પ્રથમ ખીલેલો અને વધુને વધુ ખીલી રહેલો ગરમાળો દેખાય – મારું મન પ્રસન્ન થાય. દાદાની વાડીમાં એક ગુલમ્હોર છે – આજે તેમાં થોડા ફુલ આવ્યા છે.
સરસ કાવ્ય છે.
વાહ કવિ વાહ .. સરસ
વાહ !!
સાચુંખોટુંતો ઈશ્વર જાણે;પણ મને લાગે છે કે આ કવિ ઉમાશંકર/સુંદરમની ખોટ પૂરી કરવા જન્મ્યા લાગે છે. એક યુગસર્જકનો જન્મ થઈ ચુક્યો છે.
અને તમે તો ખરેખર ઉમાશન્કર જ નીકળ્યા !
ડાળ ડાળ સોનુઁ લહેરાયુઁ…….ભલે માણો…..
સહચરીનો સાથ હોય, ત્યાઁ શુઁ બાકી રહે ???
મને લાગે છે કે આ જરા વધુ પડતું છે… મારા પૂર્વસૂરિઓના પેંગડામાં પગ મૂકી શકાય એવી મારી ક્ષમતા આજે પણ નથી અને આવતીકાલે પણ નથી જ હોવાની…
હું વિવેક વિવેક થાઉં તો ઘણું !
i am very proud of you and also being a sister of you …..!!!!!
Dear Vivekbhai,
My sincere and warmest congratulations for this poem! Very original thoughts and words! May God help you keep writing such poems and keep you modest as you are in the years to come. In my 73 years, I have seen that the ego is the worst enemy of a person. Your modesty has deeply touched me. With best wishes and warmest personal regards,
Dinesh O. Shah, Founding Director, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat
વાહ
તડકાથી ડરવાનું શાને ?
સૂરજ સામે દાદાગીરી…
વાહ વાહ વાહ વિવેકભાઈ
રસ્તા વંસતોના પુરા થયા ને તારા શહેરના ગરમાળા દીઠા
આંખોએ લાલ,પીળા,જાંબલી રંગોના ઝાડે ઝાડે માળા દીઠા
Ati Sunder Kalpna che Vivekbhai. Kavya Vanchi ne Garmala ne Jovanu Ane Manva nu man thai jay che…
સરસ રચના વિવેકભાઈ. અભિવ્યક્તિની સાહજીકતામાં આપને કોઈ જ ના પહોંચે.
આ પાર ભલો, ઉસ પાર ભલો પણ હોય નહીં વચગાળો,…….ગમ્યું. હા, બસ ખીલવું! પુરેપુરા, ઓછું નાં ખપે ………
વિવેકભાઈ
તમારી નમ્ર-નિખાલસતા ગમી.
પૂર્વસૂરિઓના પણ પૂર્વસૂરિઓ હતા જેમની ખોટ પૂર્વસૂરિઓએ પુરી. હવે તેમની ખોટ તમારા જેવા કવિઓએ પુરવી રહી.
સ્પન્દનો ઝીલવા, તેમાંથી પ્રગટતા ભાવો-શબ્દો અને તેની અભિવ્યક્તી કરવાની કળા બધું કાબિલ-એ-દાદ છે.
મુંબઈમાં દાદર થી કીંગ્સસર્કલ થઈ સાયન સુધીના રસ્તા પર બન્ને બાજુ કતારબધ્ધ ગરમાળા છે.
પહેલાં આ ઋતુમાં નીચેના રસ્તેથી પસાર થતા ત્યારે રસ્તા પર પીળી ચાદર જોઈ આનંદ થતો(રાહ પીળો, થઈ મુગ્ધ વિચારે – આ વરદાન છે કોનું?…….)
હાલમાં ફ્લાઈઓવર પરથી પસાર થતાં પેલ્લા ડાળ-ડાળ સોનું લહેરાવતા બન્ને તરફ કતારમાં ઉભેલાં ગરમાળા (જાણે ગાર્ડ-ઓફ-ઓનર) જોઈ તમારા કાવ્યો યાદ આવી જાય છે. આ તમારી કવિતાની
અભિવ્વ્યક્તીની અસર.
ગરમાળા પહેલાં પણ જોતાં અને ખુશ થતા પણ હવે તમારા કાવ્યો વાંચી-માણી તમારી નજરે
જોતા થયા.
ધન્યવાદ્!
દિનેશ
વાહ………..
aaragvadho rajvruksha sampako schaturagula aare vato vyadhi ghat krutmal suvarnak.
kharekhar jane sonana ful lagvya
ગરમાળાના ફૂલો જેવી જ આહ્લાદક કવિતા..
લતા જ. હિરાણી
ખુબ સુન્દર ……..!!!!!!
વિવેકભાઈ, બહુજ સરસ્ રચના છે.
ભીના ભીના એક જ ટહુકે
મારી એક એક સેર લળુંબે;
પ્રેમમાં શાને શરમાવાનું ?
આખી મારી જાત ઝળુંબે,
વાહ!!! અભિનદન ……
બહુ જ ગમ્યો આ બ્લોગ.
સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર !
beautiful…
‘આ વરદાન છે કોનું ?’
તડકો રંગે મને, હું રંગી દઉં આખો ઉનાળો.. વાહ !!
વાહ વિવેકભાઈ વાહ🙏👍
કવિતા વાંચી અનુભવી ..નમન છે આપના એક એક શબ્દને..
વાહ👍ખૂબ સુંદર, હું સેલવાસ થી.મારુ નામ તિલોત્તમા ગરમાળો મને પણ બહુ ગમે,કેટલું સુંદર વૃક્ષ .તમે તો આ કાવ્ય રચી તેને સદા માટે અમ્ર બનાવી દીધું.😊
ખૂબ ખૂબ આભાર