(રંગીન ટહુકો… ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)
*
આજે સાંજે અમેરિકામાં મારો બીજો કાર્યક્રમ:
*
શિકાગો
07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]
*
ભીતરે ફુત્કાર કરતો ક્યારનો વંટોળિયો,
શ્વાસના નામે વગોવાયો ઘણો વંટોળિયો.
બહાર-ભીતર સૌ ઉપર-નીચે નીચે-ઉપર થતું,
તારો SMS છે કે વહાલનો વંટોળિયો ?
માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?
કોણ મારા ગામ, ગલીઓ, ઘર સતત ધમરોળતું ?
હું જ શું પોતે નથી ને ક્યાંક તો વંટોળિયો ?!
દૂર તારાથી છું તો શું, હું તને પળવારમાં
લઈ લઈશ આગોશમાં થઈ શબ્દનો વંટોળિયો.
– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૧)
*
(અમેરિકન ટહુકો… ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)
માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?
very nice
🙂 સરસ!!
આજના સફળ કાર્યક્રમ વખતે પડેલી તાળીઓના ગડગડાટમાં મારો આનંદ પણ શામેલ…
સરસ રચના, વંટોળિયાને પણ થંભાવી દે અને અમેરીકામાં પણ ગઝલનુ ખુશનુમા વાતાવરણ બનાવી દેશે એ સહજ લાગે છે,………………..
નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?
કોણ મારા ગામ, ગલીઓ, ઘર સતત ધમરોળતું ?
હું જ શું પોતે નથી ને ક્યાંક તો વંટોળિયો ?!
વાહ્
અહીંન અદભૂત વસંતે કોઈ સરોવર તટે ફૂલોથી લદબદ વૃક્ષો વચ્ચે ઉભા કરેલ મંડપમા પ્રોગ્રામ રાખશો અને
વા વા વંટોળિયા રે!
ધોમ ધખેલા,આભ તપેલાં,
ગરમી કેરી ગાર લીંપેલા,
હાં રે અમે એકસાથ-સાથ મળી ગાતાં’તાં
વા વા વંટોળિયા રે!
વિવેકભાઇ વન્ટોળિયા એ પણ વતન ની યાદ અપાવી દીધી…. કોણ મારા ગામ,ગલીયો,ઘર સતત ધમરોળતુ? ખરેખર વતન યાદ આવી ગયુ….
સરસ.
માનનિય વિવેકભાઈ,
વંટોળિયા માં ઊડવાની મઝા પડી. ભિતરના વંટોળિયાને સરસ વાચા આપી છે.
સરસ રચના..
માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?
પણ આ બે શેર જરા વધારે સ્પર્શી ગયા..
ખુબ જ સુન્દેર રચના ગુજરાતિ હોવાનુ ગર્વ થાય
ખુબ સરસ રચના.
બન્ને ફોટોગ્રાફ્સ ખુબ સરસ્.
શીકાગોમા તમને રુબરુ માણ્યાં તે યાદગાર દિવસ બની રહ્યો.ધન્યવાદ વિવેક્ભાઈ.
touching.
બહાર-ભીતર સૌ ઉપર-નીચે નીચે-ઉપર થતું,
તારો SMS છે કે વહાલનો વંટોળિયો ?
આ SMS વાળી વાતમાં કંઈ મઝા ના આવી…!
આ બે શેર ખૂબ જ ગમ્યા..
કોણ મારા ગામ, ગલીઓ, ઘર સતત ધમરોળતું ?
હું જ શું પોતે નથી ને ક્યાંક તો વંટોળિયો ?!
દૂર તારાથી છું તો શું, હું તને પળવારમાં
લઈ લઈશ આગોશમાં થઈ શબ્દનો વંટોળિયો.
વિવેક, રઇશ, સંગ જયશ્રી ની, પેહલી-મે કવી સંધ્યાનો,
આવે છે યાદ Sold Out શો કેરા શ્રોતાઓનો વંટોળિયો.
ક્યા બાત હૈ, કુલદીપભાઈ !
આભાર…
VAH VAH VIVEKJI VANTOLIYA MA FARVANI MAJA AAVI GAI MAST CHHE VANTOLIYO
નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?
બહુજ ઊ મ દા……….
kaink ne kaink ja ghasadi lave yadonu vantoliyu-superb
સરસ
વિવેકભાઇ ખુબ સરસ