કદી વાંસળી આ બરાબર ન વાગી

(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત… …રણથંભોર, 03-12-2006)

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

– વિવેક મનહર ટેલર

22 thoughts on “કદી વાંસળી આ બરાબર ન વાગી

  1. કરચલી પથારીની રાત આખી જાગી,
    કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

    ચોટદાર શેર !

  2. કરચલી પથારીની રાત આખી જાગી,
    કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

    વાહ વિવેકભાઇ.. !!

    હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
    કદી વાંસળી આ બરાબર ન વાગી.

    એવુ પણ તો બની શકે કે એને વગાડનારમાંજ આવડત ના હોય?

    જો કે શેર ઘણો ગમ્યો.

    સાગી એટલે ?

  3. Excellent Gazal ! Tamara share khub gamya ! Vaansaree na vagi.. no idea bahu saras chhe ! I am impressed that with your demanding profession of medicine, you are still able to write such poems and find time for it and share it with others located far away from India ! Keep on doing it !

    Professor Dinesh O. Shah, Ph.D.
    University of Florida, Gainesville,
    Florida, USA

  4. પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
    રહ્યો શબ્દ અણનમ, હતુ કાષ્ઠ સાગી.

    સરસ…

    એમ જો વાંસળી વાગે મનમુજબ
    તો કીરતાર ને પણ આ મનેખ બોલાવે મનમુજબ…

  5. કરચલી પથારીની રાત આખી જાગી,
    કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

    શે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
    કદી વાંસળી આ બરાબર ન વાગી.

    હજી એ કળાતો નથી કંઈ બરાબર,
    હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

    પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
    રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

    આ ચાર શેરો તો ખુબ જચી ગયા!!!
    (અરે કવિજી, આ પેસ્ટ કર્યુ પછી ખ્યાલ આવ્યો કે હવે બે જ શેર બાકી રહ્યા હતા અને એ ય અહીં પેસ્ટ કરવા લાયક જ હતા! 🙂 )

  6. વિવેક્ભાઈ,
    રણથંભોરની રાતોમાં ખુબજ સુંદર ગઝલ જન્મી, અભિનંદન.

    કરચલી પથારીની રાત આખી જાગી,
    કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
    >………………….>
    બસ કરચલીઓ હવે દેખાય છે
    જે સપન તૂટ્યાં, બધાં ભૂલાય છે.

    *************************

    હજી એ કળાતો નથી કંઈ બરાબર,
    હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?
    >………………….>

    એ સતત બદલાય છે, કાચીંડા શો!
    માનવી, ‘ચેતન’ કદી સમજાય છે ?

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  7. કાળજાને ખૂણે ક્યાંક કાંટો વાગ્યો હોય એટલું દર્દ ભર્યું છે તમારા શબ્દોમાં.

  8. Hi,
    First of all, good luck for your new web site and i hope this site will get good publisity in the world for all the gujaraties.
    But i would like to say that your gujarati is too much typical.
    If possible then wrtie it in a normal words than pure.
    Otherwise too good boss……….

  9. બધાં શેરો માં શું વાત છે!!!!, ‘નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
    જીવન છે ને હું છું જનમનો અભાગી.’ અહિં પણ જબરી કરુણતા છે, નથી ચાહી શકાતું નથી ત્યાગી શકાતું. પૂરી ગઝલ જબરી ચોટદાર છે.

  10. વાંસળીના છિદ્રમાં પુરાણ હતું તો પણ આજે વાગી બરોબર.
    આકશમાં વાદળો જામ્યાંતો નહોતાં,તોય* વરસ્યાં બરોબર.

    *[૧]છતાં
    [૨]જળ.

  11. મારા જેવા નવા-સવા માટે આ રચના પહેલા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીને કલમનો ‘ક’ ઘૂંટવા આપે એવી છે.

  12. કરચલી પથારીની રાત આખી જાગી,
    કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

  13. પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
    રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

    ક્યા બાત હૈ…!

  14. નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
    જીવન છે ને હું છું જનમનો અભાગી.

    આ પંક્તિ મને બહુ જ્ ગમી સાહેબ બાકી તમારી કઈ ગઝલ ને પહેલો નં આપવો એતો વાચકો માટે નો પડકાર છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *