(સ્વયમ્ અને વૈશાલી…. ….કારવાર, કર્ણાટક, નવેમ્બર-૨૦૦૮)
*
ભલે ને આયો ઉનાળો, મમ્મી ! ભલે ને આયો ઉનાળો..
મમ્મી, તું તો આખ્ખા વર્લ્ડનું
બેસ્ટમ્બેસ્ટ છે એ.સી.;
તારા વહાલના કૂલિંગ સામે
બધ્ધા એ.સી. દેશી,
તું અડકે ને અળાઈ ભાગે, પાવડર તો કાંટાળો.
તરબૂચ, શરબત, આઇસક્રીમ, શાવર
તું કેટલું લઈ આવે !
ગરમીની સામે લડવાનું
તને તો જબરું ફાવે.
શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો.
મમ્મી, તું તડકો વેઠે
પણ મને તો આપે છાંયો,
તારી ઠંડી હૂંફ જોઈને
સૂરજ પણ શરમાયો.
મમ્મી ! તું ઘરમાં ઊગેલો પીળોછમ્મ ગરમાળો !
– વિવેક મનહર ટેલર
(૦૮-૦૫-૨૦૧૦)
*
મજા પડી ગઈ …
nice poetry on mother and child relation
ખુબ સરસ કવિતા ઉનાળામાં ઠંડક પ્રસરાવી ગઈ..
સુંદર.
“મમ્મી ! તું ઘરમાં ઊગેલો પીળોછમ્મ ગરમાળો !”
ખુબ સરસ કવિતા ઉનાળામાં ઠંડક પ્રસરાવી ગઈ..
મમ્મી, તું તડકો વેઠે
પણ મને તો આપે છાંયો,
તારી મીઠી હૂંફ જોઈને
સૂરજ પણ શરમાયો.
સુંદર અને તદ્દ્ન કુદરતી ગીત.
સરસ ફૉટા અને કાવ્ય
મમ્મી, તું તડકો વેઠે
પણ મને તો આપે છાંયો,
તારી મીઠી હૂંફ જોઈને
સૂરજ પણ શરમાયો.
મમ્મી ! તું ઘરમાં ઊગેલો પીળોછમ્મ ગરમાળો !
વાહ
ગીત ગુંજ્યું
It must have been cold there, in my shadow …
To never have sunlight on your fa…
You’ve been content to let me s…er know that you’re my hero,
and everythin…re the wind beneath my wings ..
It might have appeared to go unnoticed,
but I’ve got it all here in my heart …er know that you’re my hero,
and everythin…re the wind beneath my wings …
re the wind beneath my wings
વિવેકભાઈ, મારા અભિનંદન for a very creative and refreshingly novel રચના માટે.
ખુબ સુંદર કલ્પનાઓ, અને ખુબ સુંદર શબ્દો! તમારુ સ્લોગન, ‘શબ્દો છે સ્વાસ મારા’ અહિ justify
અથવા સાર્થક થાય છે. તમે તમારા પુત્રના રદયમાં પેસી ખુબ સુંદર કલ્પનાઓ કરી છે. આવી કવીતાઓ લખતાં રહો તેવી શુભેછાઓ.
દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
એકદમ બાળ સહજ મનોભાવોથી સભર ગીત.
શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો….
દેશ પર્દેશ ફિલ્મ્નુ સોન્ગ …શર્દિમૈ જો પિઓગે યારો ગર્મ કોત બન જાયેગા…છઆઈ ગર્મિ તો મદિર જલ થન્ડ્ક તુમ કો પહોન્ચાયેગા…યાદ આવિ ગયુ….
ofcourse, Mother’s love is above all materialistic comfart…
ખુબ સરસ, વિવેકભાઇ.
ઘરમાં ઉગેલા પીળાછમ્મ ગરમાળાની ” સ્વયં કવિતા ” ભાવવિભોર કરી ગઈ વિવેકભાઈ…
ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈ ઘર આ પીળાછમ્મ ગરમાળાથી વંચિત ન રહે આખા મલકમાં.
સુંદર ભાવગીત બદલ અભિનંદન.
સરસ !
સરસ અને સુન્દર રચના.
શુભ પ્રભાત મોટાભાઈ,
ખુબ જ સુંદર રચના !
વાહ્.!સ્વયમ નેી લાગણેી ને શબ્દો મા રજુ કરેીને મા નેી મહત્તા દર્શાવતુ આ બાળગેીત ખુબ જ ભાવપુર્ણ …..!ફોટાઓ જોવાનેી મજ્જા આવેી ગઈ…!
વાહ..
સરસ..ગીત.
એક સારી બાળકવિતા બની છે. અભિનંદન.
nice poetry.very sweet
nice poetry
સરસ ગીત,
હું પણ ઉભરાટ જવાનું વિચારી રહ્યો છું.. 😉
સુઁદર ભવવાહી ઉનાળામાઁ ઠઁડ્ક આપી ગઈ.
મન ગરમાળો થઇ ગયું…
વાહ લાગનિને શબ્દો તો આપો જ ચ્હો પન સુર સાથે
સરસ ! ફોટો પણ. હન્સા દવે નુ ગિત યાદ આવે…..’નથિ ઝાડ કે પાન નિ ચ્હાયા, મારિ ભડકે બળતિ કાયા. પણ પાલવ આડો ધરે.’
સુન્દર રચના.
ઘનિજ સુન્દ ર્!!!
સરસ અને સુન્દર રચના.
સુંદર !
આપે તો એસી મમ્મીની આગળ એ.સી. ની પણ એસીતેસી કરી નાખી એના ધાગા ઊડાડી દીધા !
વાહ. બહોત અચ્છે. વાહ.
મમ્મી, તું તો આખ્ખા વર્લ્ડનું
બેસ્ટમ્બેસ્ટ છે એ.સી.;
……………………………………
એક બાળકની માતાની હુફ અને વહાલને શબ્દોમા સજાવવાની અનોખી અદા!
મધર્સડે ના દિવસે મારા ૧૦ વર્ષના નાનકા એ પણ એક સ્ટોબેરી જેવા કાર્ડ પર લખીને આપ્યુ હતુ,
‘મોમ યુ આર અ બેરી(વેરી) સ્વીટ મોમ!!!” અને પછી લાંબી બાળ સહજ કવિતા!
બાલસહજ કવિતા… શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો… તું અડકે ને અળાઈ ભાગે, પાવડર તો કાંટાળો….. મા નો સ્પર્શ કેવો જાદુઇ… !!!
બાળકનો પ્રેમ તેમજ માતાનુ વાત્સલય ઊભરાઈ આવે છે.
સરસ અને સુન્દર રચના.
લાગણી ના સૂરને વાચા મળી ગઈ.
ગરમીના દિવસોમાં આંખોને ઠારતું સુંદર બાળગીત!
સુધીર પટેલ.
સરસ બાળ માનસને લગતું ગીત ! હા બેસ્ટમા બેસ્ટ એ સી ખૂબ ગમ્યું.વૈશાલી અને સંયમનો ફોટો ખૂબ હેતવાળો લાગ્યો.
સપના
વાહ..વાહ..મજા આવી ગૈઇ….દિલીપ ઘાસવાળા
સરસ તસ્વીર્….જનની જોડ સખી નહી જડે રે લોલ્…..એક સારી બાળકવિતા બની છે. અભિનંદન…..છબી અને કવિતા બને સુન્દર્…
વાહ વાવ્હા સુન્દર .. ગાવાનિ માજા પડિ
સુન્દર કવિતા.
મજા પડી ગઈ.
કમલેશ.
best relationship in d world……mom n son…..its lovely…….n i must tell u that ur wife’s smile is out of world……!!!
પ્રિય વિવેકભાઇ,
સરસ અને સુન્દર રચના….આગળ ચાલીએ ?
રોજ બપોરે રસરોટલી ખવડાવે,
ને રાત્રે બરફગોળો…;
ઓલા વોટરપાર્કની યાદ અપાવે,
એવો તારો ખોળો…;
મમ્મી ! તું છે મોજમઝા ને મસ્તીનો સરવાળો !
ભલે ને આયો ઉનાળો !
ખુબ સુદર કવિતા બાળકની માતા પ્રત્ય્યેની લાગણીનુ સરસ વરણન
ચિત્ર ને ગીત સરસ !
khoob saras.Swayam ne jovani maja aavi.A kavita detroit gujarati samaj na newsletter ma pan maani.Loved it!!!!!!!!!!
…વ્હાલસોયી..રચના..
sorry 4 late reply. amazing, photos & really good poetry, as ur son has written, thanks 4 sending.
સહુ દોસ્તોનો આભાર…
શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો.!
વાહ,
ખૂબ મજા આવી.