આંધી! તું પૂરજોર આવ…

અમને ઉખાડી બતાવ… ….પાલિતાણા જતાં, ૧૫-૦૮-૨૦૨૨

*

આવ, આંધી! તું પૂરજોર આવ
અમને મૂળથી ઉખાડી બતાવ…

એક જ લપડાકમાં ઊડી ગ્યા હોંશ અને થઈ ગ્યા જમીનદોસ્ત સહુ,
ટકશું-ફંગોળાશું, બચશું-ના બચશુ – કંઈ પલ્લે પડે ના, શું કહું!
આમ તો તું આવીને ચાલી જાય, આંધી! પણ ઓણ સાલ લંબાઈ બહુ,
આ ગમ કે ઓ ગમ કે ચોગમ જ્યાં જ્યાં જુઓ, તારો જ દીસે પ્રભાવ,
કોને કહીએ કે અમને બચાવ ?!
આવ, આંધી! તું પૂરજોર આવ…

જોયો છે બોલ કદી, છોડ તેં લજામણીનો? અડતાવેંત આળપે જે જાત,
ડર્યો છે, મર્યો છે, માનીને હરખે એ હરખાની ભૂલ, બલારાત;
ડૂબ્યાને ડૂબ્યો ના ગણશો, સૂરજ ફેર ઉગશે જ થઈને પ્રભાત…
આલ્લે! અમેય ફરી સીધા થઈ ઊભા! નથી અમ પર કઈં તારો પ્રભાવ,
હતું ઝૂકવું એ કેવળ બચાવ…
અમને મૂળથી ઉખાડી બતાવ…

વિવેક મનહર ટેલર
(૧૬-૦૫-૨૦૨૨)

*

બહાર આવું કે? … …….સુગરી, પાલિતાણા જતાં, ૧૫-૦૮-૨૦૨૨

22 thoughts on “આંધી! તું પૂરજોર આવ…

  1. હતું ઝૂકવું એ કેવળ બચાવ…
    અમને મૂળથી ઉખાડી બતાવ… Jee Baat !
    – વિવેક મનહર ટેલર –
    (૧૬-૦૫-૨૦૨૨)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *