*
ખોટો જ વવાયો છે, ઉખેડી નાંખું, ચલ! પલ-પલ આ આવે વિચાર,
બળબળતી લૂમાં પણ લૂમે ન ફૂલ એવા ગરમાળામાં શું ભલીવાર?
ગત ભવનું લેણું કઈં બાકી હશે તે એના પ્રેમમાં હું આ ભવમાં પડ્યો,
દર વરસે એના પર માંડી રહું મીટ હું કે – હમણાં ફળ્યો, હમણાં ફળ્યો…
પણ ભવભવનો વેરી ના હોય જાણે એમ એને ફર્ક નહીં પડે તલભાર.
ખીલ્યો ના નફ્ફટ લગાર!
ગામ આખામાં જે કોઈ ઉગ્યા છે એ સૌ પર સેરોની સેરો લળુંબે,
ઘરનો આ વધ્યો તો બમણું પણ એના પર લીલી નિષ્ફળતા ઝળુંબે…
ડાળ-ડાળ પાંદ-પાંદ માંડીને બેઠો છે જાણે એ ઠઠ્ઠાબજાર.
વરસો આ ચાલ્યું ધરાર…
કીધું, ના કારવ્યું, બસ, અચિંત્યો ઓણ એણે પહેલો પીળો શ્વાસ લીધો,
વર્ષોની અડિયલ લીલોતરીમાં જાણે ખુદ સૂરજે જ ચાંપ્યો પલીતો.
ખોટો વવાયાનો તાજો વિચાર થયો રાતોરાત વાસી અખબાર,
સોનેરી થ્યો ઇંતજાર…
– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪~૦૮-૦૫-૨૦૨૨)
*
વાહ મસ્ત ગીત…
ખીલ્યો ના નફ્ફટ લગાર…કેવી રીસ!
સરસ ગીત બન્યું ડૉક્ટર સાહેબ
અભિનંદન
Your favorite…garmalo colour of energy ✨️
સોનેરી થ્યો ….ફૂલ n આપે એ ગરમાળામાં શું ભલીવાર….બંને કલ્પન મસ્ત
Superb expressions 👌🏻👌🏻
વાહ… સરસ ગીત લયબધ્ધ. સ્વરાંકન કરીને ગાઈ શકાય એવું મસ્ત મીઠું.
વાહહહ…સરસ
પ્રકૃતિ અને પ્રેમ આપે જ છે ખીલે જ છે થોડી પ્રતીક્ષા પણ કરાવે છે…ગરમાળાનુ પીળું સૌંદર્ય તો અતિ પ્રિય..સરસ ગીત
ગત ભવનું લેણું કઈં બાકી હશે તે એના પ્રેમમાં હું આ ભવમાં પડ્યો,
દર વરસે એના પર માંડી રહું મીટ હું કે – હમણાં ફળ્યો, હમણાં ફળ્યો…
પણ ભવભવનો વેરી ના હોય જાણે એમ એને ફર્ક નહીં પડે તલભાર.
ખીલ્યો ના નફ્ફટ લગાર!
ખૂબ સરસ
ખૂબ જ સરસ રચના
કવિને અભિનંદન
Vahhh….mast geet
ખૂબ જ સરસ….સોનેરી થયો ઈંતજાર…!!
ગરમાળો પ્રેમી જ આવી સુંદર રચના રચી શકે… વાહ..
વાહહહ ખૂબ જ સરસ કૃતિ,
શુભેચ્છાઓ 🌹🌹🌹
very nice
વિદેશના ગરમાળાના ચિત્રો સહિત ખુલતા ખીલતા ગરમાળાનું મઝાનું ગીત….
વાહ વાહ ખૂબ સરસ
વાહ ખૂબ સરસ
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર