એક તારા અવાજના ટાંકણે…

સાચવી સંકોરીને…. દમણ, ૨૦૨૨

સાચવી-સંકોરી મેં કાચની એક પેટીમાં બંધ કરી દીધી’તી જાતને,
થઈ ગઈ સમૂચી એ પળભરમાં ચકનાચૂર, તારા અવાજ તણા ટાંકણે.

બેઉ જણે સમજી-વિચારીને કીધા’તા મળવાના દરવાજા બંધ,
ધ્યાન પાછું બંનેએ રાખ્યું’તું એનું કે બારસાખને આવે ન ગંધ,
દરવાજા ભીંતોમાં ફેરવાતા ગ્યા અને હું-તુંમાં ફેરવાયાં આપણે.
એક તારા અવાજ તણા ટાંકણે…

ડૂબ્યાં’તાં બંને જણ નિજનિજના દરિયામાં વણકીધી વાતોનો ભાર લઈ,
ઓચિંતો પરપોટો લઈ આવ્યો બહાર, બોલ, ક્યાંથી ને કેમની આ વહાર થઈ?
સદીઓની દૂરી ને જન્મોના મૌન પછી એકાએક સૂઝ્યું’શું આ તને?
એક તારા અવાજ તણા ટાંકણે…

– વિવેક મનહર ટેલર
(૦૭-૧૨-૨૦૨૧)

8 thoughts on “એક તારા અવાજના ટાંકણે…

  1. બારસાખનેય આવે ન ગંધ..
    વાહ સચિત્ર.. કાવ્ય આસ્વાદ ખૂબ ગમ્યાં

  2. એક તારા અવાજ તણા ટાંકણે… Aaha ! Kandaraya ne Kotaraya…

    – વિવેક મનહર ટેલર
    (૦૭-૧૨-૨૦૨૧)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *