આ વાત આમ કોણ કહી જાય કાનમાં?
સાંભળતાવેંત સહેજ ન રહેવાય ભાનમાં.
આવ્યું’તું કોણ? ક્યારે ગયું? શું કહી ગયું?
એવું તે કેવું કે ન રહ્યું એય ધ્યાનમાં?
કાનાફૂસીની એવી તે કેવી અસર થઈ?
વિખરાઈ ગઈ સભા, ને હું એના એ સ્થાનમાં.
મન આળું તો ન પૂછ કે વચ્ચે છે કોણ કોણ?
મન સારું તો રહ્યું ન કશું દરમિયાનમાં.
બીજી બધી જ વાત ઉપર તો નજર હતી,
આ એક વાત શી રીતે આવી ન ધ્યાનમાં?
મંઝિલ સુધી એ લોકો ન પહોંચી શકયા કદી,
બેસી રહ્યા જે અંતતઃ કાચા મકાનમાં.
– વિવેક મનહર ટેલર
(૦૫-૧૧/૦૩-૧૨-૨૦૧૭)
વાહ કવિ…
વાહહહ…મન સારું તો રહ્યું ન કશું દરમિયાનમાં
Wah…Sundar gazal vivekbhai
કાનાફૂસીની એવી તે કેવી અસર થઈ ?
વિખરાઈ ગઈ સભા, ને હું એના એ સ્થાનમાં.
Waah !
સાંભળતાં વેંત સહેજ ન રહેવાય ભાનમાં!
સરસ રસાળ ગઝલ👌💐
વાહ કવિ ખૂબ સુંદર.
बहोत खूब जनाब
મંઝિલ સુધી એ લોકો ન પહોંચી શકયા કદી,
બેસી રહ્યા જે અંતતઃ કાચા મકાનમાં.
વાહ સર મોજ
બધા જ શેર અફ્લાતુન
મ્ંઝિલ સુધી એ લોકો ન પહોંચી શક્યા કદી,
બેસી રહયા જે અંતતઃ કાચા મકાનમાં
સાથે ની તસ્વીર પણ એટલી જ અર્થસભર,
કવિશ્રીને અભિનદન….