એકલતા


(સુખનો ચહેરો….            …સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

.

રાત્રે
ઊંઘમાંથી ઊઠીને
એ બૂમ પાડે-
મમ્મી… પપ્પા…
અને રડવા માંડે.
જાગી જઈને
ક્યારેક હું
તો ક્યારેક એની મમ્મી એને પૂછે-
શું થયું, બેટા ?
એ બોલે નહીં
બસ, હીબક્યા કરે.
અંતે ક્યાં તો
હું એની પથારીમાં જઈને સૂઈ જાઉં
કે મમ્મી એને અમારી પાસે બોલાવી લે.
આ રોજનો નિયમ.
સવારે પૂછીએ તો કહે
કે મને ડર લાગે એવાં સપનાં આવે છે.
અમે કાર્ટૂન ચેનલ્સના માથે દોષનો ટોપલો ઢોળી દઈએ-
સાલાઓ… ટી.વી. પર શું શું બતાવ્યા કરે છે આખો દહાડો…
પછી
અમે એને સાથે સુવાડવાનું શરૂ કર્યું.
સમ ખાવા પૂરતો ય

એક પણ રાત્રે
કદી અધવચ્ચે જાગ્યો જ નહીં.
કાર્ટૂન્સ જોવાનું તો
એણે હજી છોડ્યું જ નહોતું.

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

36 thoughts on “એકલતા

  1. nice theme, but does not look like aachhandas, shall we call it “gadhyakavya”?? I am novice, so I may be wrong. Thanks.

  2. સરસ અછાંદસ રચના. શીર્ષક જ આખી વાતનો સાર કહી જાય છે…! મને લાગે છે કે, શીર્ષક વાંચી લઈ એ તો તેના પ્રભાવમાં આખું કાવ્ય વાંચતા અન્ય કશું વીચારવાનું બાકી રહેતું નથી. મતલબ કે શીર્ષક જ વાતનો સાર કહી દે તો રચનાની મઝા મારી જાય છે..! આખી રચના એટલી સરસ છે–સ્પષ્ટ છે કે, તેમાં શીર્ષક દ્વારા અગાઉથી અંગુલીનીર્દેશ ન કર્યો હોત તો પણ કવીની વાત ભાવકો સુધી પહોંચી જાય છે..અને એમ થાય એ કવીની સફળતા છે.

  3. પ્રિય સુનિલભાઈ,

    આપની વાત વિચારવા જેવી લાગી… પોસ્ટ મૂકવાની ઉતાવળમાં ક્યારેક આવી ભૂલ થઈ જાય છે…
    આભાર…

  4. બહુ જ ભાવવાહી, અનુભવ આધારીત બાળમાનસનું શબ્દચીત્ર. ગમ્યું.

  5. “પછી
    અમે એને સાથે સૂવાડવાનું શરૂ કર્યું.”
    આ પંક્તીએ-
    મારી દુઃખતી નસ ડબાવી—હું ગ્રાંડ- મા તરીકે અમેરીકા આવી ત્યારથી આ અંગે મતભેદ!મારા સિવાય બધાં માને કે ધાવણા બાળકોને પણ એમના રુમમાં કે જુદા સુવડાવવાના…રાત્રે રડીને એની જાતે શાંત થાય.કદાચ ચાઈલ્ડ સ્પેસીઆલીસ્ટ કવિ રઈશ પણ એમ માનતો હશે પણ અમે એક ખાનગી ટ્રીક કરી છે તે આજે જાહેરમાં કહી દઉં છું કે જ્યારે પણ તેઓને કોઈ પણ પ્રોબલેમ હોય તો -અર્ધી રાત્રે પણ મારી પાસે આવવાનું…
    અને ગઈ રાત્રે જ -હવે કોલેજમાં જનારો ગ્રાંડ સન ભૂખ્યો હતો અને મેં તેને ગમતું બનાવી આપ્યું!
    હા…બધા માને છે હું લાડઘેલા બનાવું છું!!
    ભગવાન બધાને સદબુધ્ધી આપે!

  6. અઁતરનાઁ આશ્વાસન વિવેક ભાઇ,સમજી ગયા હશો જ !
    સુગ્નેષુ કિઁ બહુના ?

  7. आम तो मने अछान्दस रचना खास गमती नथी, पण तमारी रचना समयानुरूप छे अने माणसने माणसनी हूँफनी केटली जरूर छे ते सुन्दर रीते समजावी जाय छे. आपणे आपणी क्षतिओ छुपाववानां बहानां शोधीए छीए पण तथ्य आँखो सामे तरवरतुं होय छे. सत्य अने तथ्यने पामवानी मथामणमाँ आखुँ आयुष्य वीती जाय छे अने बधुँ झाँझवाना जळ समान लागे छे. पण छतां क्यारेक क्यारेक सत्य अने तथ्यनी झाँखी तो थई ज जाय छे. एने स्थिराववा माटे आना जेवी रचना उपयोगी थाय छे. धन्यवाद! पण जुओ ने, आदते मजबूर होवाने लीधे जोडणीनी बे भूलो बताड्या विना नथी रही शकतो!
    (1) हिबक्यां करे माँ अनुस्वार न आवे, हिबक्या एम ज लखाय.
    (2) सूवाडवा नहि पण सुवाडवा लखाय.
    क्याँ तो…के एवो प्रयोग मारी जाणमाँ नथी(करातो हशे पण खरो), हुँ तो काँ तो….के एवा प्रयोगथी परिचित छुँ.
    डॉ. निशीथ ध्रुव

  8. એ દાક્તરસાએબ, તમારા પોયરાની આ બિચ્ચારી ‘એકલતા’ તો જોરહોરથી ડૂહકા લેતી અઈં હુધી હંભળાઈ રઈ છે… એ બિચારીને કોઈ હો ઉપાય કરીને અવે ભગાડો બાપલા… હમજ્યા કે નઇં?!!

  9. બાળક હૂંફ ઝંખે છે, મમ્મી પપ્પા સાથે હોય ત્યારે એક સીક્યોરીટી મહેસૂસ થાય છે. આવું ઘણી વખત મારા ‘અમન’ સાથે પણ થયું છે, અને હવે તો એના વગર અમને પણ ઊંઘ આવતી નથી.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  10. Dear Vivekbhai nice expressions…wish combination of father & poet will continue to give “Eklata” ,”Vayask” & many more mature poems…keep posting such thoughts…TC..

  11. બાળકની હૂંફ અને સલામતી માટેની ઝંખના સુન્દર રીતે વ્યકત થ ઇ છે….

  12. ખરેખર સરસ રચના.. બાળમાનસ નું ભાવવાહી અવલોકન અને આલેખન.

  13. આ અનુભવ અમને પણ થયો છે. તમે તેને સુંદર રીતે વઋણ્વ્યો છે. અભિનંદન

  14. ડો.વિવેકજી,
    બાળ માનસ નુ પ્રતિબીંબ આપતી સુંદર સુપર અછાન્દસ રચના ! !
    તબીબ પિતા હો તો ઐસા હો.બાળકો ના અજાગ્રત મન માં ચાલતી ઘટનાઓ નુ વિશ્લેશણ કરી
    ઉત્તમ ઉપાય કર્યો.
    પ્રત્યેક પિતા એ બોધ લેવા જેવો છે. અભિનન્દન ! !

  15. EKALATA ! children & old people NI I EXPERIENCED HERE VERY WELL
    It really surprised how come you come to know my grand daughter’s problem by sitting in Surat, it touched me lot being a grand father of grand daughter and grand son.
    Dr Vivekbhai, FATHER’S DAY is fast approaching and all NRI father & mother should read EKALATA!!!!!GREAT!!!!!!!

  16. Your experience might be experience of many but learning from such valuable experience is need of time. Many modern parents should take lesson from your experience and observe their life closely for their own best.
    Reagrds!

  17. વિવેક્ભૈ.. દરેક પિતા નો આ અનુભવ .. તમે શબ્દઓ મા સાકાર કિધો.. ખુબ ગમઇ . વાહ્.

  18. સ્નેહિશ્રી વિવેકભાઈ, આપે જે લખ્યું એ કરતાં લોકોના અભિપ્રાય વધારે ભાવ દર્શાવે છે. અત્યારે એક વાત યાદ આવે છે એક ભાઈનો કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે વકીલ સાહેબે ઘણી ચતુરાઈ ભરી વકિલાત કરી ત્યારે પેલા ભાઈ જોરથી રડવા માંડ્યા કહે કે મને આટલો બધો માર પડ્યો હતો!

  19. chuuk chuuk કરતી ગાઙી આવી,

    એમા મારી મમ્મી આવી,

    મમ્મી મમ્મી શું શું લાવી,

    વહાલ…………………..

  20. hi ! nice 2 kno of yr FATHERLY emotionals… be it a male / fem. child, parenting is allwaz been a gr8 felling… xperience…! u kno ? a saying goes like this—BE A GARDENER OF A GOOD GARDEN ! to grow up a kid with its own originality is indeed a gr8 task…& so worth trying it out ! u kno ? PUTRAT SHISHYAT PARAAJAYET… it’s alwaz gr8 to be defeated by son / disciple…! i hv a daughtr of abt 29… a picture of unique personality…. 7 what’s more ? SHE HAS PROVED THAT SAYING child is fatjher of man !

    make a list of 10 gr8 fathers ! 1 kavi dalapat ram 2. manaarlal choksi 3. nanubhai naik. 4. jyotibhai vaidya. 5. harivansh rai bachcan 6 prithvi raj kapoor. add/ mend the list of u lik !! any chance u can make list of failed fathers ? i start… 1. JEETENDRA father of ekta. 2 RANDHEER KAPOOR… now the ball is in your court !!!!!

  21. વાહ બકુલેશભાઈ, મજાની વાત લાવ્યા…. સફળ અને નિષ્ફળ પિતાઓનું લિસ્ટ બનાવવાનું મારા માટે તો અશક્ય છે કારણ કે મને મારી સફળતા ઉપર શંકા અને નિષ્ફળતા ઉપર વિશ્વાસ છે…

  22. વિવેકભાઈ બકુલેશભાઈ ને કહીઍ કે જેનો દિકરો ઘરડાઘરો બંધ કરાવશે એ સફલ પિતા ગણાશે.

  23. ગૌરાંગભાઈનો પ્રતિભાવ વાંચીને આ બે મજાના શેર યાદ આવી ગયા:

    તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
    હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !
    – કિરણ ચૌહાણ

    બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
    એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
    -ગૌરાંગ ઠાકર

  24. કોઈ પણ પ્રાણીનાં બચ્ચાઓની ઉન્ઘવાની આદતનું અવલોકન કરતાં કાયમ પ્રશ્ન થાય છે કે “ક્યાંથી આ જુદા સુવાડવાનું તુત ઉભું થયું છે?” મમ્મી-પપ્પાના ‘કામ’ પર થોડો લગામ મુકીને પણ બાળકોને સાથે સુવાડવા જોઈએ. બાળકને હુંફની અત્યન્ત જરુર હોય છે.

  25. આ કવિતા દરેક માતા પિતા એ વાચવા સમજવા જેવી છે
    આપણુ કામ વ્હાલ કરવાનુ
    ને ઘરડાઘરો બન્ધ કરાવવાનુ એમના પર છોડી દેવાનુ

  26. Keeping him nearby you is also not enough Vivekbhai, take him in your lap , have your hand on his head tell him some funny story & see the differance.

  27. વિવેકભાઈ, તમે “એકલતા” અને એક જ સંતાન ના મન માં રહેલી સંવેદનાઓં બહુજ ઓંછા શબ્દો માં આબાદ વર્ણવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *