હર જનમમાં મને આ સફર મળે…

ફરી એકવાર એક પ્રકાશિત રચના, કોઈ પૂર્વભૂમિકા વિના…

vivek_kavita
(‘કવિતા’, ડિસે. 10- જાન્યુ.11…             …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

*

kavita_chal nikLi paDie aa varsaad ma
(‘કવિતા’, ડિસે. 10- જાન્યુ.11…             …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

7 thoughts on “હર જનમમાં મને આ સફર મળે…

 1. હોવાની હોડીને તરતી મેલીને
  ચાલ વહી નીકળીએ ગઈકાલમા………..

  just superb…..!

 2. સમયના તકાઝામા નીવડેલી રચના
  માણી આનંદ
  તમારા જ કાવ્યોની યાદ આપી
  શબ્દના રસ્તે મને મળતી રહે,
  સ્વપ્નની અડફેટમાં ચડતી રહે.

  હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
  એક નજર તો આ તરફ કરતી રહે.

  તું પ્રણયની હો પરી, શમણું હતું,
  આદમીને પણ કદી અડતી રહે.

  છું સમયની છીપમાં મોતી સમો,
  સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.

  હું સમયની પાર વિસ્તરતો રહું,
  તું અનાગત થઈ મને મળતી રહે.

  લોક સમજે કાંકરો ડૂબી ગયો….
  અંકમાં રાખી મને વહતી રહે.

  મને આ સફર મળે

  જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
  શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

  વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
  માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

  સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
  જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

  તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
  જે પણ મળે મને એ બરાબર અગર મળે.

  છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
  છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

  શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
  ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

 3. વાહ વિવેકભાઈ વાહ …શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,…..શુ લખો છો તમે તો મજા આવી ગઈ…વર…સાદની પર લખાઈ જ ગયુ તો અહી ટપકાવી દઊ છુ…

  વર..સાદ !!!

  પડ્યા ભાગલા વાદળીના ને ગર્જના કરે આકાશ,
  ધબકાર દિલનો થાય શરુ ને શ્વાસ જાય થંભી,

  વધુ શું કહું તને ?? તને ભીંજવે તે વર..સાદ ને મને ભીંજવે તે તું..
  .
  ઢળેલી આંખની પાંપણો ને કંપતા કુણા અધરો,
  વક્ષ પરથી સરકતો છેડલો કરતો રહે પુકાર,
  વધુ શું કહું તને ?? તને ભીંજવે તે વર..સાદ ને મને ભીંજવે તે તું..

  ચંદ્રની પુર્ણિમાને આભલે રુડો ચંદરવો,
  મેધધનુષ્ય મુકીને મારે સંતાવુ ચાંદનીની પડખે,

  વધુ શું કહું તને ?? તને ભીંજવે તે વર..સાદ ને મને ભીંજવે તે તું..

  રેખા શુકલ (શિકાગો)

 4. ખરેખર જેને પૂર્વભૂમિકાની કોઈ જરૂર નથી એવી આ રચના ફરી વાંચતાં એટલી જ ગમી જેટલી ફરી ફરી વરસાદમાં ભીંજાવું ગમે…

 5. વાહ વિવેકભાઈ ફરેી વાંચવાની મજા પડી

 6. ખુબજ સરસ ચ્હે તમારિ રચના,મને બહુ ગમે,કયારેક જિન્દગિ વિશે પન લખિ જનાવો.

Comments are closed.