![]()
(જીવન નામે પરપોટો… …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)
*
દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…
ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.
નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.
આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.
- વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)
*
![]()
(લાખેણું સ્મિત… …સ્વયમ્, કારવાર, ગોવા, ૩-૧૧-૨૦૦૮)
*
(મારી વહાલસોયી ભાણજી -શિમોલી અને ભાણેજ-પ્રહર્ષને એમના જન્મદિવસ નિમિત્તે સસ્નેહ ભેટ)
-
સરસ કૃતિ
આભાર,
-
Funny
-
extraordinary bro carry on nice one I like it
-
nice
-
સહજભાવે નિર્દોષ બાળ લાગણીને વાચા આપી…
સુંદર ગીત
અમારા મિત્ર માનસિક રોગના નિષ્ણાત છે.તેમના પ્રમાણે આવી સરળ વાતનો મોટો હા ઉ ઉભો કરી સલાહ આપે…
“Avoid being counter-aggressive. Your son may have irrational beliefs that he will try to bring into a conflict.
- Try to understand the world through your son’s eyes. What makes them interpret what you say in the way that they do?
- What is the real issue? What is the real problem? Is it really the messy bedroom? Or is it something more, something else that happened? If you’re in a cycle, repeating the same old argument, what ever you’re talking about isn’t the real issue because it isn’t getting resolved.- (and from Sean, a graduate of Montcalm School, to teenage sons): “Be as open minded as possible. Family is always forever and your dad is always your dad. What I did was let him speak and then made sure he heard me out too.”
યાદ આવી
તને સાઇકલ સાથે આપું છું વાદળ,જજે એક દિવસ તું મારાથી આગળ.
હવે લખજે એને તું તારી જ રીતે,
તને જન્મ સાથે મળ્યો કોરો કાગળ.
ક્ષમા, નીતિ, શ્રદ્ધા, સમર્પણ અને સત્,
કદી ના ખુટાડીશ આત્માનાં અંજળ.
અદેખાઇ, ઘૃણા છે નબળા હરીફો,
રહે તું ગતિમય, તો રહે સઘળું પાછળ.
કદી વારસાની અપેક્ષા ન રાખીશ,
પરોઢે પરોઢે નવું હોય ઝાકળ
-
It’s very nice vivek, really very nice
-
ખુબ મઝાનું કાવ્ય.બાળકના આંતરમન ની વાત ને વાચા આપી.એની વાતમાં મને કાંઈ ખોટી માગણી લાગતી નથી.પિતાની દાદાગીરી બહુ હોય છે ડૉ.વિવેક આવા નવા વિચારોને વાચા આપવા જાણીતા છે.સરસ્.
-
ખુબ ગમ્યું! વાહ!
-
બહુ સરસ બાળગીત. હાથે કરીને વધુ પડતા વ્યસ્ત થઇ જતા પપ્પાઓને ટપારે એવું ગીત.
-
ના હોય, શું આ સ્વયમની ફરિયાદ છે?
બાળ મનોદશાનું સરસ નિરૂપણ કર્યું છે.
-
સુંદર બાળગીત!
સુધીર પટેલ. -
માંગશો નહી મારી પાસેથી કશું
આપી નહી શકુ હું બાળપણ મારુંહજું તો મારા દાંત છે દુધિયા ને
પપ્પાના વધી ગયાં છે ઉધામાહાફ ડે માંથી ફુલ ડે થઇ સ્કુલ
રમવાની કલાકો મિનિટોમાં થઇ ડુલથાકી પાકીને દફતરનો ભાર ઉતરે ને
હોમવર્કની તૈયારીમાં ભૂલાય ભાનમમ્મી મારી વ્હાલી ધરે દુધની પ્યાલી
એ ક્યાં સમજે સ્કુલની યાદીની ખ્યાલીબેડરુંમ મારો અલાયદો ને સૌથી જુદો
એક ખૂણો છે મારા રમકડાનો અલાયદોશૈશવનો આંનદ હું ક્યાંથી માણીશ
ભણી ગણીને ચોપડીમાથી જાણીશ -
it’s realy very nice one…..i like it so much….
-
આભાર ..! મામુજાન્..! પણ મારે પપ્પા બદલવા નથેી…!સ્વયુ અને અમારે આજ વહાલા પપ્પા અને મામા જ જોઇએ …! birthday નેી આ સોથેી અમુલ્ય ભેટ્.. સુન્દર રચના..!ભાઇ…ખુબ જ સુન્દેર્ બાળગેીત્…!keep it up.
-
hum saath saath hai, par tame pass pass cho
mare papa badalva nathi.thank you MAMA. very good birthday gift.
maro foto pan mukone, mamu. PRAHARSH.
- -
મામુ,તમે પપ્પા બદલવાનો સારો ઓપ્શન આપવા બદલ આભાર,પણ મારા પપ્પા મને ખૂબ ગમે ચ્હે તેથી મારે પપ્પા બદલવા નથી. but then also i liked the brthday gift u gave me.નો 1 can give anybody such a unique & beautiful gift. તમારી બૅસ્ટ અને વહાલસોયી
ભાણજી ……….શિમોલી. -
તારું આ સરસ બાળગીત વાંચી બાળપણ યાદ આવી ગયું
-
કહેવું પડે..ઘણા દિવસો પછી બાળગીત માણવાની તક મળી છે.આભાર વિવેકભાઈ.!
મીત -
આ ડીમાન્ડ સ્વયંમની ન જ હોય એની ખાત્રી છે..સરસ બાળગીત…
-
રડવુ હોય ત્યારે માતા નો ફક્ત ખોળો મળે છે જ્યારે પપ્પા નો ખભો મળે છે.
Ashish Swami
onlyswami17@googlemail.com -
વાહ…
મને યાદ છે અહિ યુ.એસ. મા જ્યારે પરિતોષ નવો નવો આવ્યો હતો ત્યારે તેના ૫ વર્ષના નાનકડા મગજ મા એક વાત સરસ બેસી ગઈ હતી કે શોપરાઈટ (ઈસ્ટ નોર્થ અમેરીકન ગ્રોસરી ચેઈન) મા બધુ સેલ મા મળે. ડેડી પર ગુસ્સો આવે ત્યારે વહાલથી ડોક મા વળગી ને કહેતો..
“મોમ ચાલને નવા ડેડી લઈ આવીએ…. યુ નો ! ! ! ! શોપરાઈટ મા સેલ મા છે…” ને પછી કરન્ટ ડેડી જુના થઈ ગયા છે તે માટે ની કેટલી બધી ભોળી ભટાક દલીલો…એ પણ મારી ઉપર એક પામર જીવ જેવી દયા ખાઈને કે અરે રે રે … મારી મોમ ને આટલી સરસ ડીલ ની ખબર જ નથી બીચારીને..ઘણા વખતે આજ મતલબની કાવ્યાત્મક રજુઆત જોઇ ને બહુ જ ગમી ગઈ…
જો કે બાળકોને મોમ સામે વધુ ફરીયાદો હોય છે ડેડી કરતા… -
sir, really superb. but i found in my practise mothers r more problematic for child. so please write something related to that.
-
આખું ગીત બાળમાનસને બરોબર ચિપકીને લખાયું છે વિવેકભાઈ !
પપ્પા કાયમ કાં ખિજાય અને કાં શિખામણ આપ્યા કરે એટલે બદલી નાખવાના… અને મમ્મી બધા તોફાન અને તોડફોડ છૂપાવવામાં મદદ કરે,પપ્પાને ફોસલાવી ધાર્યું કરાવવાના માસ્ટર પ્લાનમાં ય મદદગારી કરે એટલે એ વહાલી…..ને વ્હાલી જ રહે એમ?
આ જબરૂં ગણિત છે “ટેણિયાશાહી”નું…!!!
-સતત ભારેખમ વિષયો વચ્ચેની વ્યસ્તતાને આ નવી રીતે હળવાશમઢીને આલેખવાનું/ માણવું ગમ્યું. -
સહજભાવે બાળસ્વભાવનુ નિરુપણ અને આજીજીનો અહેસાસ કરાવતી રચના, ડો. વિવેકભાઈને અભિનદન……………..
-
Areyou one of them on Sale
CHANGE YOURSELF or he will change you ! -
સુંદર બાળગીત
-
ખુબજ સરસ્
-
very sweet.
-
બહુજ સરસ હાસ્ય બાળગીત છે,
-
બહુજ સરસ હાસ્ય બાળગીત છે,
-
બહુજ સરસ…..

48 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/777/trackback