શબ્દ


(ઈશ્વરનું સરનામું…..                                                             2003)

*

શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.

જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?

શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો’ અંત આવે છે હવે ?

શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.

– વિવેક મનહર ટેલર

 1. Anonymous’s avatar

  mitr Vivek,
  …………….
  tara shabd ne vaanchva mathe chhe maru maun..
  shabd aagad..aagad ne paachhad padchhayo maun..

  Meena

  Reply

 2. Manish’s avatar

  “Haad-Chaam” na deh thi alaga thai;
  Shabd pan badle chhe sarnamu have…

  Reply

 3. manvant’s avatar

  પૂછી શકું કે હવે શબ્દ બહાર આવી ક્યાં જશે ?

  “શબ્દ ચીરે છે મને ને બુંદ=બુંદ :
  લોહી કાગળ પર નીતારે છે હવે :”

  સલામ ,ઓ ભ્રમર !તારી કલ્પનાઓને !

  Reply

 4. Chetan Framewala’s avatar

  હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
  બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
  -વિવેક ટેલર

  શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
  વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
  વિવેક ટેલર …………………..

  શબ્દને ક્યારેક ઠપકો આપજો,
  રાતભર શાને સતાવે છે હવે ?
  -વિવેક ટેલર …………………..

  પ્રિય વિવેકભાઈ,
  જે સતાવે છે તે, ના, શબ્દો નથી
  આગ છે દિલની,જે આવે બ્હાર છે.
  સુંદર ગઝલ
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 5. ઊર્મિસાગર’s avatar

  સોંસરવા ગયા છે જે તમારા શબ્દો મારી અંદર,
  ઉચ્છવાસો સંગ નીકળી જવાનો ડર સતાવે છે હવે.

  સુંદર રચના!!

  ઊર્મિસાગર
  http://www.urmi.wordpress.com
  http://www.sarjansahiyaaru.wordpress.com

  Reply

 6. અમિત પિસાવાડિયા’s avatar

  શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
  લોહી કાગળ પર નીતારે છે હવે.

  સુંદર …

  લો કરું કોશિશ ને ફાવે તો કહું,
  શબ્દ જો એને સમાવે તો કહું ! …રાજેન્દ્ર શુક્લ.

  અમિત.

  Reply

 7. sana’s avatar

  શબ્દ કહ્યામા રહ્ય વગર આવા ઉમ્દા હોઇ તો જ્યરે કહ્યામા આવસે ત્યરે કેવી કયામત ઘઝલો રચસે….

  Reply

 8. Himanshu’s avatar

  શબ્દ મારા શ્વાસના સરનામે થી
  અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.

  શબ્દ પણ સરનામું બદલે છે હવે,
  જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

  nice …

  Himanshu

  Reply

 9. Surati Vishal’s avatar

  શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
  લોહી કાગળ પર નીતારે છે હવે.

  ખુબ સરસ મને ખુબ ગમ્યુ આગળ ઘણુ લખો.

  Reply

 10. Rina’s avatar

  beautiful shabd….

  Reply

 11. sneha’s avatar

  સાચે, શબ્દો છે શ્વાસ તમારા..આખી ગઝલમાં એ સ્પષ્ટપણે દેખાઇ આવે છે.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *