વરસાદ ક્યાંથી લાવું ?

(કોઈમાં હું, કોઈ મારામાં ખૂલે….. જહાજ મહેલ, માંડુ, નવેમ્બેર-2005)
આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઈચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?

તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?

વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?

ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?

ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠાં સુખનાં તો સ્વાદ ક્યાંથી લાવું?

ડૉ.વિવેક મનહર ટેલર

અવસાદ = અંત

“ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,..”

Just..Awesome !!!

Su aje pan pc chaltu nathi?photo kem nathi? k pachi koi ucchit photo magaj ma na betho?

Iccha o no koi aant nathi.

this time more than your poem i like the photograph….
it’s nice visual

keep it up this time for photography

Radhika..

” દિલથી જ ગઈ નથી,તો તુજ યાદ ક્યાંથી લાવું?”
અસરકારક પંક્તિઓ છે !શબ્દોમાં શ્વાસ સંભળાય છે.

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

very touchy!!

Its really nice..

દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

વાહ..!!

Very nice .

શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠાં સુખનાં તો સ્વાદ ક્યાંથી લાવું?

તમે સુરતી હવે ખરા - સુરતનું જમણ હવે દેખાયું !!

આવણાં એટલે શું ?

સુરેશકાકા

આવણાં નો અર્થ થાય :અવર-જવર, આવન-જાવન

અને આપની વાત સાથે હુ સહમત છુ ,ડોક્ટર સાહેબના શબ્દોમાં પણ સુરત ઝળકે છે અને સ્વભાવમાં પણ

આવણાંનો એક બીજો લાક્ષણિક અર્થ પણ છે : ભવાઈમાં જ્યારે મુખ્ય પાત્રનો પ્રવેશ થાય છે ત્યારે એના આગમનનું સૂચન કરતું જે ગીત ગાવામાં આવે છે એને આવણું કહે છે. અને પહેલો સહજ અર્થ છે: આગમન.

Hey Beautiful Photograph..!!

I think u posted this later on. before time it was not there. When i saw just impressed.

Excellent work

પુન:શ્ચ!…માંડુ નો જહાજ મહેલ તો મેં પણ
જોયો છે.માંડુનો ઇતિહાસ જાણવો છે.ડૉ. સાહેબ,
મદદ થાય તેમ છે કે ?

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

સરસ !!!

Dr. this is too good, just amazing.
really!!!!

May god bless you