વરસાદ ક્યાંથી લાવું ?


(કોઈમાં હું, કોઈ મારામાં ખૂલે…   ..જહાજ મહેલ, માંડુ, નવે-05)

*

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું ?

ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઇચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?

તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?

વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?

ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?

ઇચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠા સુખના તો સ્વાદ ક્યાંથી લાવું?

-વિવેક મનહર ટેલર

(અવસાદ = અંત)

22 comments

 1. Neha’s avatar

  “ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,..”

  Just..Awesome !!!

 2. sana’s avatar

  Su aje pan pc chaltu nathi?photo kem nathi? k pachi koi ucchit photo magaj ma na betho?

  Iccha o no koi aant nathi.

 3. radhika’s avatar

  this time more than your poem i like the photograph….
  it’s nice visual

  keep it up this time for photography

  Radhika..

 4. manvant’s avatar

  ” દિલથી જ ગઈ નથી,તો તુજ યાદ ક્યાંથી લાવું?”
  અસરકારક પંક્તિઓ છે !શબ્દોમાં શ્વાસ સંભળાય છે.

 5. Urmi Saagar’s avatar

  આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
  દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

  very touchy!!

 6. Jayshree’s avatar

  Its really nice..

  દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

  વાહ..!!

 7. Himanshu’s avatar

  Very nice .

 8. Suresh’s avatar

  શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
  કાવ્યોમાં મીઠાં સુખનાં તો સ્વાદ ક્યાંથી લાવું?

  તમે સુરતી હવે ખરા – સુરતનું જમણ હવે દેખાયું !!

  આવણાં એટલે શું ?

 9. radhika’s avatar

  સુરેશકાકા

  આવણાં નો અર્થ થાય :અવર-જવર, આવન-જાવન

  અને આપની વાત સાથે હુ સહમત છુ ,ડોક્ટર સાહેબના શબ્દોમાં પણ સુરત ઝળકે છે અને સ્વભાવમાં પણ

 10. વિવેક’s avatar

  આવણાંનો એક બીજો લાક્ષણિક અર્થ પણ છે : ભવાઈમાં જ્યારે મુખ્ય પાત્રનો પ્રવેશ થાય છે ત્યારે એના આગમનનું સૂચન કરતું જે ગીત ગાવામાં આવે છે એને આવણું કહે છે. અને પહેલો સહજ અર્થ છે: આગમન.

 11. Neha’s avatar

  Hey Beautiful Photograph..!!

  I think u posted this later on. before time it was not there. When i saw just impressed.

  Excellent work

 12. manvant’s avatar

  પુન:શ્ચ!…માંડુ નો જહાજ મહેલ તો મેં પણ
  જોયો છે.માંડુનો ઇતિહાસ જાણવો છે.ડૉ. સાહેબ,
  મદદ થાય તેમ છે કે ?

 13. અમિત’s avatar

  આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
  દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

  સરસ !!!

 14. Anonymous’s avatar

  Dr. this is too good, just amazing.
  really!!!!

  May god bless you

 15. મીના છેડા’s avatar

  ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
  કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

 16. મીના છેડા’s avatar

  ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
  કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

 17. Rina’s avatar

  આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
  દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું ?

  ઇચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
  કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?……

  વાહહ…..

 18. neerja’s avatar

  beautiful. .

 19. PRAGNYA’s avatar

  વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
  આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ? વાહ!!!

 20. laxmi Dobariya’s avatar

  ઇચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
  કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?….ખૂબ સરસ… અર્થસભર..ગઝલ…!

 21. Chetna Bhatt’s avatar

  વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
  આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?

  એક એક શેર સરસ છે..!!!

 22. apurva pathak’s avatar

  કાલિદાસના સમ આપું , યક્ષના કસમ આપું, આપું હું પ્રેમના કિનખાબી કોલ
  મેઘા મૂઆ ,ક્યારે તું આવવાનો બોલ !!

Comments are now closed.