નાખુદા નથી


(સ્કુબા ડાઈવીંગ….                         ….માલદીવ્સ-ફેબ્રુઆરી-2002)

*

ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.

ભીતર ભલે ને હો હવા, કાયા તો એ જ છે,
ફૂટીને જળમાં ના ભળે એ બુદબુદા નથી.

શ્વાસોના સઢ ફરક્યા પવન શબ્દનો લઈ,
એના વિના આ હોડીનો કો’ નાખુદા નથી.

મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે ?
શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

– વિવેક મનહર ટેલર

અર્બુદા=પર્વત (આબુ પર્વત)

10 thoughts on “નાખુદા નથી

  1. શ્વાસોના સઢ ફરક્યાં પવન શબ્દનો લઈ,
    એના વિના આ હોડીનો કો’ નાખુદા નથી.

    nice … too good

    docter saheb ,
    મારા અને સુરેશકાકા ની ટીપ્પણીનો સરસ ખુલાસો આપ્યો છે

    મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે?
    શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

  2. મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે?
    શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

    Very nice.
    Thanks

  3. આખી ગઝલ ત્રણ વાર વાંચી. મારા સ્વભાવ પ્રમાણે મૂલ્યાંકન કરવા બેઠો કે કયો શેર સૌથી વધારે ગમ્યો. એક પણ ન મળ્યો !!
    ચમકી ગયા ને?
    બધાજ એટલા સરસ છે કે આમાંથી સહુથી સારો કયો તેની પંચાત બાજુએ મૂકી દીધી!
    તારા મગજનો એક નાનો સેલ મારા મગજમાં ટ્રાન્સપ્લાંટ કરી આપને ડોક્ટર, પ્લીઝ …

  4. કાવ્યની છેલ્લી પંક્તિએ તમારો શ્વાસ શબ્દોમાં ભરી
    દીધો છે !વહાલા ડૉ.સાહેબ !
    “શબ્દો ને શ્વાસ એક છે,મારાં,જુદાં નથી !”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *