
(પાણીની અંદરનું વિશ્વ… ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)
*
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.
- વિવેક મનહર ટેલર
-
Nitra pani ni jem Nitru Maan…….
Pan kaas aa maan ma koi iccha na hoi…
-
Kaas aa maan na koi Apeksha na hoi…( not iccha )
-
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.……………………
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.ઘનતા શબ્દની ગહેરાઈ અને ની આ…ક્..છી શબ્દની સરળતા ખુબ સુંદર રીતે આલેખાઇ છે.
……………………………
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.દર્દી માટે દર્દ મટાડનાર તબીબ કોઈ મસીહા થી કમ નથી હોતા
-
Absolutely fantastic,this is the first time ever i got your blog link from readgujarati.com,i read your poem “gaya bhavni vyatha”,everyone has its own method for re-action / action but if its in form POEM it is imforgotable and especially when its by DOCTOR because a doctor meets various types of patient in his routine , he is a part of his/her patient’s JOY , SORROW and every moment of life.
Hemantgiri S. Goswami
-
હંમેશા ની જેમ સરસ,કોઈ શાયર નાં શબ્દો યાદ આવી ગયા,’જીંદગી નાં હાથ માં કોણે મુક્યુ શ્રીફળ હશે, કેટલાં જન્મો પછી ની સાધના નું ફળ હશે.’
-
વાહ…..
-
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.વાહ…….
-
તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

14 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/54/trackback