(પ્રેમના શહેરનો એક સૂર્યાસ્ત…. ….ખજૂરાહો, ઑક્ટોબર-2004)
*
બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.
જમાના જેવું પણ છે કંઈ અને એ માનવાનું પણ,
હું જાણું છું છતાં આ મનને સમજાવી નથી શક્તો.
જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.
લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
– વિવેક મનહર ટેલર
kya kharu,kya to khotu ek kaho,adh vachenu na darsavo..
che aksar deh tuj aavo…
te vethe che puro ahesas taro….
વાહ !
ખરેખર વિવેકભાઇ… તમારી ગઝલની દરેક પંક્તિ દિલ સુધી પહોંચે છે.
બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
એક વાત કહું ?
જે દિવસે તમારી ગઝલોનું પુસ્તક પ્રકાશિત થશે ને, I will be there in the line to take your autograph.
Excellent!!!
એસ.વી.પછી લાઇનમાં મારો નંબર પણ હોય તેવી ઠગારી આશા શી રીતે રાખું? વચ્ચે માઇલોનું અંતર છે.
મારા અંતરથી આશિષ છે – તારી કવિતા ગુજરાતના ઘેર ઘેર પહોંચશે અને અનેક ગાયકો તેને ગાશે.
સાચું કહું? હવે તમારી કવિતાના પ્રેમમાં પડતો જાઉં છું.
Sorry, જયશ્રી લખવું જોઇતું હતું.
wow… another beautiful poem!!
ખુબ જ સરસ અને હ્રદયસ્પર્શિ કવિતા છે… લાગે છે કે દરેક પંક્તિ હ્રદયની કોઇ ‘ઉર્મિ’ને ટટોલી જાય છે…
માઇલોનું અંતર વચ્ચે હોય તો શું થયું સુરેશઅંકલ, આપણી લાઇન તો અત્યારથી લાગી જ ગઇ છેને?!! યાદ રાખજો ડૉ.સાહેબ!!
પ્રિય વિવેકભાઈ !તમારી બધી જ રચનાઓ ખૂબ જ
અસરકારક હોય જ છે !હું પણ આપની બાબતે દિલમાંનું હોઠ પર નથી જ લાવી શકતો !
Aa vakhate kem koi tasveer nathi muki? ..
Su tasveer pan dil ma kaid thai gai che???…
Really realistic poem….
મારી પાસે મારા શબ્દો અને મારી તસ્વીરો હકપૂર્વક માંગી શકે એવા મિત્રો મારી આસપાસ છે એ જોતાં હવે લાગે છે કે મારી અંદરનો એક ખાલી ખૂણો ભરાઈ રહ્યો છે. શુક્ર,શનિ,રવિ- ત્રણ દિવસ ટેકનિકલ કારણોસર નેટ કનેક્શન ન હોવાને કારણે જાણે જીવન જ અટકી ગયું. સીડી પર પોસ્ટ લઈને મિત્રોના ઘરેથી શનિ-રવિના મારા બ્લોગ અને લયસ્તરોના વાયદા તો પૂરા કર્યાં પણ ફોટોગ્રાફ રહી ગયો…
…મારી આંખોમાં અંજાયેલો આ સૂર્ય પણ ગમશે એવી આશા..!
સરસ ખુબ સરસ…
કવિત નો તેજ સુર્ય ના તેજ કરતા વધુ લગે છે…
લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
superb simply superb
khub j sundar docter saheb
and jayshree, i wil give you company in that q ,
hu ichhu chhu k aap jaldi thi aapna sarve kavyo nu ek sankulan sundar mazana pustak rupe bahar pado…….
tyare kadach tame sacha arthma jani shaksho k aapno chahak varg ketlo bahodo chhe
don’t worry
suresh kaka!!!!!!!!
તમારા વતી હુ એ લાઈન ઉભી રહીશ,
એ બહાને ડોક્ટર સાહેબે મને બે વાર હસ્તાક્શર કરી આપવા પડશે
વ્હાલા મિત્રો…
આપના આટલા હૃદયસ્પર્શી પ્રતિભાવો વાંચીને હું મારી જાતને આ લખતાં રોકી શકી નહિ..
વિવેકની અંદર વસતા કવિહ્રદયને હંમેશા કંઇક નવીન લખવાનું પ્રેરકબળ પૂરુ પાડવા બદલ આપનો જેટલો આભાર માનું એ ઓછો જ પડે…!!!!
ખૂબ ખૂબ આભાર….
વૈશાલી વિવેક ટેલર
Hey guys, it’s goin’ to be real tough for the Doc..this incessant queue will leave him no space for writting up new gazals..we r goin to keep him busy signig for us..LOL
I m worried मेरा नंबर कब आयेगा?
Dear Vivekbhai
From Few days stuck with some work so cant find time to see..this beautiful creation with peace of mind..
“કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.”
Too Good Line…
Yestarday I Read Poems From “Kalapi no Kekarav” just remembered u !!!
All r senti Creations!!
વૈશાલીબહેન !તમને જોઇને આનંદ થયો !
It’s rightly said :
There’s a Woman’s hand behind a
Man !
ઓટૉગ્રાફ લેવા માટેની લાંબી લાઈન જોઈ હું મુંઝાઈ ગયો છું. મારી વધતી જવાબદારી પરત્વેની સભાનતા ક્યારેક વિચલિત પણ કરી નાંખે છે. મારા અંતરંગ થઈ ગયેલા તમામ મિત્રોને ફક્ત એટલું જ કહીશ કે મિત્રોના હસ્તાક્ષર તો હૃદયમાં જ અંકિત હોય છે. મૈત્રીમાં કતારો નહીં, આવકારો હોય છે. અને આપ સૌના સ્નેહનું ઋણ એક હસ્તાક્ષર માત્રથી કદી ફેડી શકાશે નહીં.
ગુજરાતી બ્લોગજગત પર કદાચ મને બધા ઓળખતા થઈ ગયાં છે, પણ ગુજરાતી સાહિત્યજગત, જે હજી પણ પાનાંઓ વચ્ચેની દુનિયામાં સ્થિત છે, ત્યાં કદાચ મારું પ્રથમ પગલું પણ મૂકવાનું બાકી છે… ઈ.સ. 2010 કદાચ મારા સ્વપ્નને વાસ્તવની ભૂમિ પર અવતરવાનું વર્ષ હોઈ શકે…. પણ ત્યાં સુધી અહીં જરૂરથી મળતાં રહીશું…
અને હજારો માઈલોનું અંતર કોઈ અંતર નથી, સુરેશભાઈ! “અંતર ભલેને જોજનોનું, દૂર શું અંતર છે અમ?” અંતર મળી ગયા પછી વચ્ચે કોઈ અંતર રહેતું નથી….
-વિવેક
ઈ.સ. 2010 કદાચ મારા સ્વપ્નને વાસ્તવની ભૂમિ પર અવતરવાનું વર્ષ હોઈ શકે….
-વિવેક
કદાચ નહીં. 100% પાક્કું.
ઇ.સ. 2010. અથવા એ પહેલા. મને ખાત્રી છે…
અને તમારી આ વાત પણ એક્દમ સાચ્ચી : “અંતર ભલેને જોજનોનું, દૂર શું અંતર છે અમ?” અંતર મળી ગયા પછી વચ્ચે કોઈ અંતર રહેતું નથી….
વીવેક ભાઈ “જે દિલમાં છે ” ખુબ ખુબ સરસ છે. આવી ગઝલ ને જો મનહર ઉધાસ નો સ્વર મળે તો તો સોનામા સુગંધ ભળી જાય.
પ્રગ્ના.
wonderful !!!!!!
ઓટૉગ્રાફ લેવા માટેની લાંબી લાઈન જોઈ હું મુંઝાઈ ગયો છું. મારી વધતી જવાબદારી પરત્વેની સભાનતા ક્યારેક વિચલિત પણ કરી નાંખે છે. મારા અંતરંગ થઈ ગયેલા તમામ મિત્રોને ફક્ત એટલું જ કહીશ કે મિત્રોના હસ્તાક્ષર તો હૃદયમાં જ અંકિત હોય છે. મૈત્રીમાં કતારો નહીં, આવકારો હોય છે. અને આપ સૌના સ્નેહનું ઋણ એક હસ્તાક્ષર માત્રથી કદી ફેડી શકાશે નહીં.
Waah Doctor Vivek, now with your words above, one has to really accept that u r a poet in real sense. Like others this poem is a super poem too.
………..અદ્દ્ભુત….!
awesome…..as always
નથી એ વાત કે મેં શક્યતાઓ નાણી નથી
વ્યથાઓ એવી ઘણી છે કે જેને વાણી નથી
– રઈશ મનીઆર
જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.