આપણામાં…

(યે હસીન વાદિયાં….                     . ….ભુજ આટઉસ્કર્ટ, ૨૪-૧૨-૨૦૧૭)
*

આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?

પાંપણોમાં એ જ તો તકરાર થઈ છે –
કોણ રોકી રાખે સપનાં બારણાંમાં?

ફોન કરવો તો હવે સંભવ નથી પણ
એનો નંબર છે હજી સંભારણામાં.

આપણાથી ક્યાંય પહોંચી ના શકાયું,
આપણે અટકી રહ્યાં હોવાપણામાં.

ફેર જો કોઈ હતો તો શ્વાસનો, બસ!
એકસરખા સૌ સૂતા છે ખાંપણાંમાં.

– વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૧૭)
*

(ધાબળો……..                                      …સ્મૉગ, ભુજ, ૨૩-૧૨-૨૦૧૭)

49 thoughts on “આપણામાં…

 1. બંને અંતિમ શેર જબરજસ્ત…. ભુજનો ફોટો પણ સરસ …..
  આપણાથી ક્યાંય પહોંચી ના શકાયું,
  આપણે અટકી રહ્યા હોવાપણામાં.
  કવિશ્રી ડો.વિવેક ટેલરને અભિનંદન…..

  • ખુબ જ સુંદર ગઝર છે….ચોથા શેર સિવાયના બધા શેર મસ્ત છે…છતા પાચમો શેર ખૂબ જ ગહેરાઈ વાળો છે….એક નરુ વાસ્તવિકતા પ્રદર્શિત કરે છે

   • આભાર… ચોથા શેર વિશે મારું મંતવ્ય પણ કંઈક અંશે તમારા જેવું જ છે પણ બધા જ શેર ગંભીર હોવા જરૂરી નથી એટલે એ રાખ્યો છે…

 2. આપણાથી ક્યાંય પહોંચી ના શકાયું,
  આપણે અટકી રહ્યાં હોવાપણામાં.

  સચોટ!

 3. મત્લા પછીના ત્રણેય શેર જાનદાર. અભિનંદન.

 4. પાંપણોમાં એ જ તો તકરાર થઈ છે –
  કેમ અટકી જાય સપનાં બારણાંમાં?
  વાહ! સરસ રચના. મઝા આવી ગઈ.

 5. વાહહહહ એક એક શેર કંઈક અલગ જ મોજ આપે છે મળવાનું કેવળ ધારણાંમાં હોવાપણામા ખાંપણામા આહહહહા

 6. પ્રથમ તો ડો. વિવેક ભાઈને કવિતાના ૧૨ વર્ષ પૂરા કર્યા તે બદલ હાર્દિક અભિનંદન. આગળ વધતા રહો તેવી શુભ કામના.
  ખૂબ સુંદર રચના. બધા જ શેર દિલને સ્પર્શી ગયા.

 7. “ ફોન કરવો તો હવે મુમકિન નથી પણ
  એનો નંબર છે હજી સંભારણામાં…… ”

  👆🏻 Biji duniya MA lai jaay aa sher…

  Khoob Abhinandan ane dhero shubhkamanao… 💐
  Ghanu jiviobaap 🙌🏻 👍🏻

 8. ઉષ્મા નથી,,,
  વાહ ભાઈ વાહ….
  આખી ગઝલ ખુબ ધારદાર…
  કફન વાળી વાતમાં’યે ચોટદારતા…
  વાહ સાહેબ…

 9. હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
  એટલી ઉષ્મા નથી શું આપણામાં?

  શિયાળો ત્યાં અને અહિ પણ!

  ફોન કરવો તો હવે મુમકિન નથી પણ
  એનો નંબર છે હજી સંભારણામાં.

  સરસ્ શેર ગમી ગયો!

  જતાં જતાં……
  આમ ડોકાયા તમે પ્રથમ આજે!
  લાભ હવે આપતા રે’જો તમો મને!
  ‘ચમન’

 10. સુંદર ગઝલ, વિવેકભાઈ.

  તરૂણીની લાગણીને સુંદર વાચા આપી છે તમે…

  ખબરદાર, જો તું આવ્યો નથી તો,

  રાહ જોઈશ તારી હર એક શમણામાં !

  કે પછી,

  તને ના તો કહ્યું હતું, છતાં યે,

  કેમ આવે છે તું હર એક શમણામાં !

 11. વાહ, અભિનંદન – શબ્દો છે શ્વાસ મારા (આપણા)

 12. “જન્મદિવસ” નેી શુભેચ્છાઓ.

  શબ્દો સાથે મુકાતા ચિત્રો,
  વર્તે જેમ એ રચના ના મિત્રો.

  કાવ્ય / શેર / ગઝલમાં ઝાઝી સમજના પડે..
  પડી સમજ કે વિચારો આપણને આપણા જ નડે

  હજુ વધુ ફરો, જુઓ અને શબ્દોમાં ઢાળી અમ વાંચકોને પીરસો એવી અપેક્ષાઓ.

 13. સતત નવું નવું શીખતા રહેવું, નવું નવું સર્જન કરવું, મિત્રોને વહેંચવું અને એ પણ વ્યવસાયિક તથા અન્ય વ્યસ્તતાઓ વચ્ચે….અે ખૂબ કપરું કામ છે. તમે એ સરસ–સહજ અને નમ્રતા–નિખાલસતાથી નિભાવી રહ્યા છો એનો રાજીપો જ હોય. ખૂબ ખૂબ અભિનંદન મિત્ર..
  ઉંમરથી ભલે આ વેબસાઈટ તરૂણી હશે પણ સર્જનાત્મક ગુણવત્તાથી તે યુવાનીમાં ક્યારનીયે પ્રવેશી ચૂકી છે. અભિનંદન અને શુભેચ્છાાો.

  વધુ એક સુંદર ગઝલનું સ્વાગત છે.

  • પ્રિય સુનીલભાઈ,
   આપ જેવા સ્નેહીજન અને ગુણીજનોનો અનવરત સ્નેહ જ પ્રેરણાનું સાચું પીયૂષ છે…
   ખૂબ ખૂબ આભાર,..

 14. આવી ઠંડી માં ઉષ્મા અને તાપણા ની ગઝલ માણવાની મજા આવી.લખતા રહેશો અને આમજ મોકલતા રહેશો !

  1

  • આપ જેવા સ્નેહીજનના પ્રતિભાવ જ આવી ઠંડીમાં ઉષ્મા પહોંચાડે છે…
   મળતા રહીશું… આભાર.

 15. હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
  એટલી ઉષ્મા નથી શું આપણામાં?

  ખૂબ હૂંફાળા શબ્દો ! મજાની ગઝલ ..

  હોવાપણાની વાત અહાઆ!!!!

  મસ્ત વિવેકસર 💐💐💐

 16. હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
  એટલી ઉષ્મા નથી શું આપણામાં?

  વાહ વાહ !
  આફટર અ લોન્ગ ટાઇમ !

Comments are closed.