
(ગરમાળો… …નવી સિવિલ હૉસ્પિટલ કેમ્પસ, સુરત, મે-2006)
*
રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.
સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?
એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.
હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.
આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?
માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.
-વિવેક મનહર ટેલર
-
રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.સલમાઆગા ના કંઠે ગવાયેલી એક ખુબ જ સુંદર અને મારી અત્યંત પ્રીય ગઝલ યાદ આવી ગઈ
આજ ફીર આઈને ને પુછા હે
તેરી આંખઓ મે યે નમી કયુ હે ?સાથ ચલતે હેં ફીર ભી સાથ નહી
ઉનકી આંખોમેં વો જસ્બાત નહી
સીર્ફ અહેસાસ હે કે ઝીંદા હે
ઝીંદગી જેસી તો કોઈ બાત નહીસંગદિલ બેરહેમ ઝમાનેમેં
ઈતના મજબુર આદમી કયુ હેઆજ ફીર આઈને ને પુછા હે
તેરી આંખઓ મે યે નમી કયુ હેજીનકી ઝીદ કો ઝીંદગી જાના
જીનકી હર બાત બનાઈ તુને
ઉનકે સીનેમેં ના અહેસાસ ના દિલ
હાય ક્યુ આસ લગાઈ તુનેજીનકી ચાહતમે ખુદકો ભુલ ગયે,
ઉનકી ચાહતમે યે કમી ક્યું હેઆજ ફીર આઈને ને પુછા હે
તેરી આંખઓ મે યે નમી કયુ હે
ક્યુ સીસકતી હે તેરી તનહાઈ
યે અધુરીસી ઝીંદગી ક્યુ હેસાચુ કહુ ડોક્ટર સાહેબ તમે બહુમુખી પ્રતિભા ધરાવો છો, તમારા બ્લોગમાં પ્રસ્તુત દરેક ફોટોગ્રાફ પણ ખુદ એક કાવ્ય જેવા લાગે છે
આપની આ રચના એ ગ્રીષ્મના ગરમાળાને નવુ નામ આપી દીધુ
ખુબ ગમી આ રચના……….
-
Huuuuu…”Mind Blowing…..”
Simply I will say “Excellent….”
In last few Ghazals,i liked this very much…. -
Good talent.Keep it.
-
Dear vivek,
Wow! Interesting…. -
શોધુ છુ તને મરા પઙછાયા મા,
મઙિશ તુ મને ક્યાક મારિ રાહ મા,જોવુ છુ રાહ મારા સુના સન્સાર મા,
હજિ છે ખુશ્બુ તારિ આ સ્વશોસ્વાશ મા,વિસ્વાશ છે તુ આવિશ મરા ઇન્ત્ઝાર મા,
ભટ્કુ છુ હજિ ઍ જ ભુલિ રાહ મા, -
mane aa rachana pehla pan gamti j hati…specially eki sankhya na tamam sher… Audio CD ma “SHU” farak padshe kadi ne badle “SHO” farak padshe chhe ke shu?!
-
waaahhh…
-
આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

14 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/43/trackback