ચલક ચલાણી

img_2579
(પાનખરનો વૈભવ.,….     …નિજાનંદ રિસૉર્ટ, આણંદ-બોરસદ હાઇ-વે, 2016)

*

ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી,
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?

સુબહ કા ભૂલા હુઆ યે સૂરજ
ફેર ઘેર સાંજે આવશે કે નહીં ?
ચિંતાની ચિતાએ પચ્છમના ચહેરે
પીળે અખ્ખર ચીતરી સહી.
વંધ્યા થઈ જાય જ્યાં સંધ્યાની કૂખ જ, કરેય શું પછી કોઈ સુયાણી ?
વાડ ચીભડાંની કરે ઉજાણી, તંઈ આખ્ખી વાડી ધૂળધાણી.
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

એક જ કાંઠો, કેટલી હોડી ?
થડ તો એક જ, કેટલી ડાળી ?
છેલ છોગાળા ! આડા દે આંક જે
એ આંગળી તો છે ઓશિયાળી.
એક જ અંતની ઉપર ચોડશો કેટકેટલી કહો, કહાણી ?
જે રાજાને ગમી તે રાણી કહી કેટલી પીડા પ્રમાણી ?
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૫-૨૦૧૬)

*

img_9235

(સાથ-સાથ…….                                    ….તાપી, 2016)

 1. jay’s avatar

  Wah chalak chalani….

  Reply

 2. Shivani shah’s avatar

  Kya khub…

  Reply

 3. algotar ratnesh’s avatar

  વાહ સરસ

  Reply

 4. સુનીલ શાહ’s avatar

  સંબંધ છે કે…
  વાહ… ખૂબ સુંદર રચના

  Reply

 5. ઢીંમર દિવેન’s avatar

  “”” એક કાંઠો, કેટલી હોડી?”””….શબ્દ ની આરપાર…ધારદાર….વાહ…વાહ.વાહ…અતિસુંદરાં….ખૂબ જ આહલાદક….

  Reply

 6. Maheshchandra Naik’s avatar

  સરસ્,સરસ્,સરસ્……

  Reply

 7. Jigar’s avatar

  this is fantastic one

  Reply

 8. poonam’s avatar

  સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ? Mast..

  Reply

 9. HARISH VYAS’s avatar

  સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી
  ચલક ચલાણી.
  જૂની રમતનું કાવ્ય માં નિરુપણ ખુબ જ
  સુંદર રચના.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *