ચલક ચલાણી

img_2579
(પાનખરનો વૈભવ.,….     …નિજાનંદ રિસૉર્ટ, આણંદ-બોરસદ હાઇ-વે, 2016)

*

ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી,
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?

સુબહ કા ભૂલા હુઆ યે સૂરજ
ફેર ઘેર સાંજે આવશે કે નહીં ?
ચિંતાની ચિતાએ પચ્છમના ચહેરે
પીળે અખ્ખર ચીતરી સહી.
વંધ્યા થઈ જાય જ્યાં સંધ્યાની કૂખ જ, કરેય શું પછી કોઈ સુયાણી ?
વાડ ચીભડાંની કરે ઉજાણી, તંઈ આખ્ખી વાડી ધૂળધાણી.
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

એક જ કાંઠો, કેટલી હોડી ?
થડ તો એક જ, કેટલી ડાળી ?
છેલ છોગાળા ! આડા દે આંક જે
એ આંગળી તો છે ઓશિયાળી.
એક જ અંતની ઉપર ચોડશો કેટકેટલી કહો, કહાણી ?
જે રાજાને ગમી તે રાણી કહી કેટલી પીડા પ્રમાણી ?
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૫-૨૦૧૬)

*

img_9235

(સાથ-સાથ…….                                    ….તાપી, 2016)

11 thoughts on “ચલક ચલાણી

  1. “”” એક કાંઠો, કેટલી હોડી?”””….શબ્દ ની આરપાર…ધારદાર….વાહ…વાહ.વાહ…અતિસુંદરાં….ખૂબ જ આહલાદક….

  2. સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી
    ચલક ચલાણી.
    જૂની રમતનું કાવ્ય માં નિરુપણ ખુબ જ
    સુંદર રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *