ચાલો ને મળીએ

(વહી રહ્યાં છે શબ્દ…          …ધુંઆધારનો ધોધ, જબલપુર, નવે.’૦૪)
*

ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં

સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.

અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

– વિવેક મનહર ટેલર

13 comments

 1. Sana Sheth’s avatar

  Doctor u write very well.Photos along with your ghazals itself specify the nature’s beauty and Your words are beauty to nature itself.

 2. SV’s avatar

  “ચાલો ને મળીએ” તમને અને વૈશાલીબહેનને ચાલો ને મળીએ !

 3. Anonymous’s avatar

  hey really impressed by ur job!!!!
  tamare poems vache ne mane radvu to avi j jaye!!

 4. siddhi’s avatar

  anonymous said ma hu hathi siddhi

 5. Suresh’s avatar

  તમારા શબ્દોની જેમ ચિત્રો પણ ઘણા સુંદર હોય છે. તમારો ખજાનો મોટો છે! અમને તેમાં ભાગ આપીને તમે ખરેખર ગમતાંનો ગુલાલ કરો છો.
  કવિતાની સાથે આમ તેની પાછળની વાત પણ આપતા રહેશો તો ઘણી મઝા આવશે.

 6. Siddharth’s avatar

  અમૃતલાલ વેંગડની નર્મદા પરિક્રમાં વાચ્યા બાદ નર્મદાની વાત આવે તો આનંદ જ થાય છે. જીવનમાં ક્યારેક બેગપેક ભરાવીને “ભોમિયા વિના મારે ભમવા”ની જેમ રખડપટ્ટી કરવાની ઈચ્છા એમનુ પ્રવાસવર્ણન વાંચીને જાગી છે. એમના પુસ્તકમાં ધુંઆધારના ધોધનું સુંદર વર્ણન કરેલ છે. એ વાંચ્યા બાદ આજે તમે એની સુંદર છબિ અને સાથે સુંદર રચના સાથે રજૂ કરી છે તે માટે ખૂબ જ આભાર.

  સિદ્ધાર્થ

 7. surati vishal , sonsak’s avatar

  છેલ્લો શે’ર મને ખુબજ ગમ્યો

  હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
  બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

 8. મીના છેડા’s avatar

  ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
  આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

  વાહ!!!

 9. Rina’s avatar

  વાહ….awesome as always……

 10. yamini patel’s avatar

  recently i visited the same place. memories come alive. it’s so shocking to know that my camera card got corrupted. can see it from camera on to the t v but not on the computer. any idea what is wrong?

 11. વિવેક’s avatar

  @ યામિની પટેલ:
  I am afraid, I have no idea… May be the card-reader is not working. Are u connecting the camera directly with computer or are u using card-reader?

 12. yamini patel’s avatar

  tried it all! but no success.

 13. વિવેક’s avatar

  @યામિની :
  તમે કેમેરાને ટીવી સાથે એટેચ કરીને ફોટા જોઈ શકો છો એનો મતલબ એ છે કે તમારા ફોટોગ્રાફ્સ તમે ચોક્કસ પાછા મેલવી શક્શો. મારી સલાહ એ છે કે કોઈ સારા કેમેરા નિષ્ણાત પાસે જઈ તમારા ફોટોગ્રાફ્સ પહેલાં સલામતરીતે મેળવી લો.. કાર્ડ તો નવું પણ ખરીદી શકાશે…

Comments are now closed.