ફાડિયાં

PB012865

(જળપ્રપાત….           …..વિલ્ડરનેસ્ટ રિસૉર્ટ, સ્વપ્નગંધા વેલી, ગોવા, ઓક્ટો. ‘૦૮)

*

મારું-તારું,
તારું-મારું વાવીને
જે ઝાડ ઉગાડ્યું હતું
તે
આપણું હતું
ને આપણું જ રહેવાનું હતું
જો અધિકારની કુહાડીએ
એના
બે

ભાં
ફાડિયાં ન કરી નાંખ્યા હોત તો !

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૩-૨૦૦૯)

41 thoughts on “ફાડિયાં

 1. વાહ્……….સરસ.

  જો અધિકારની કુહાડીએ
  એના
  બે

  ભાં
  ફાડિયાં ન કરી નાંખ્યા હોત તો !

  અંતે સ્વભાવગત આવીને ઉભુ રહિ જવાય છે.

 2. ડૉ. શ્રી વિવેકભાઇ,
  ખૂબજ નાની રચના છે પણ જો માનવી સમજે તો તારા-મારામાની પિજણમાંથી બહાર નીકળી જઇ શકે….Good one….
  પ્રફુલ ઠાર

 3. વિવેકભાઇ આપના શાસ્ત્રમા હકનિ વાત ક્યાયે નથિ.હકનિ વાત આવિ અને બધુ બગદ્યુ.

 4. જો અધિકારની કુહાડીએ
  એના
  બે

  ભાં
  ફાડિયાં ન કરી નાંખ્યા હોત તો !…વાંચતા જ જાણે દિલ પર કુહાડૉ પડ્યો.
  મિલકતના મુર્ખાઈવાળા ઘાણા ભાગની વાતો યાદ આવી પણ તેમા ડોકટર બ્રાઉનની અધિકાર અંગેની વાત વધુ ચોટદાર લાગી — “મારી માતાના મૃત્યુ ૫છી હું પિતાજીની પાસે જ સૂઈ જતો હતો. એમનો ૫લંગ એમના વાંચવાના ખંડમાં રહેતો હતો કે જેમાં એક બહુ જ નાની સઘડી હતી. મને સારી રીતે યાદ છે કે કોઈ ૫ણ રીતે તેઓ જર્મન ભાષાનાં મોટાં મોટાં પુસ્તકોને ઉઠાવતા અને એમાં ઓત-પ્રોત થઈ જતા ૫ણ કયારેક કયારેક એવું બનતું કે ખૂબ રાત વીત્યે ૫રોઢ થતાં મારી ઊંઘ ઊડેલી અને હું જોતો કે આગ ખોલવાઈ ગઈ છે, બારીમાંથી થોડું થોડું અજવાળું આવી રહ્યું છે. એમનું સુદર મુખ ઝૂકેલુ છે અને એમની દૃષ્ટિ પુસ્તકમાં ખૂંપેલી છે. મારો ખખડાટ સાંભળીને તેઓ મને મારી માએ પાડેલ નામે પોકારતા અને મારી ૫થારીમાં આવીને મારા ગરમ શરીરને છાતીએ વળગાડીને સૂઈ રહેતા આ વૃત્તાંતથી આ૫ણને તે સ્નેહ અને વિશ્વાસનો આદર્શ જાવા મળે છે કે જે પિતા પુત્રમાં હોવો જોઈએ.
  આજના યુગમાં પિત્રા-પુત્રમાં જે કડવાશ આવી ગઈ છે તે ખરેખર સંકુચિતતા છે. પુત્ર પોતાના અ ધિ કા રો તો માગે છે, ૫ણ ફરજ પ્રત્યે મોં મચકોડે છે. જમીન તથા મિલકતમાં ભાગ માગે છે, ૫રંતુ વૃદ્ધ પિતાના આત્મ-સન્માન, સ્વાસ્થ્ય, ઉત્તરદાયિત્વ, ઈચ્છાઓ ઉ૫ર કુઠારાઘાત કરે છે. પુત્રે ૫રિવારના બંધનો ઢીલાં કરી દીધાં છે. ઘર ઘરમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને અનુશાસનનો વિરોધ કરવાનું કુચક્ર ફેલાઈ રહ્યું છે. એ પ્રત્યેક દ્રષ્ટિએ નિંદનીય અને ત્યાજ્ય છે.

 5. અધિકાર અને કુઠારાઘાતમાં વૃક્ષ સિવાય પુત્રના ભાગ પણ કરે તેવી બોધકથા આવે છે પણ પત્નીના સમાન અધિકારમાં છત્રીના બે ભાગ કરતા બન્ને પલળે તેવી રમુજી સ્થિતી પણ જોઈ છે-અનુભવી છે!
  આ આદિકાળથી મુંઝવતા પ્રશ્ન અંગે તો જાગરણના કુઠારાઘાત વારંવાર કરવા પડશે…

 6. जळप्रपातनुं छायाचित्र ज घणुं कही जाय छे – बे बाजु ऊपसेला खडकोनी वच्चे तिराड तो छे – पण एमांथी सतत वहेतां नीर एने भीनां राखे छे. बे माणसोनी वच्चे सम्पूर्ण संयोग तो नये थाय – पण एनी वच्चेना सन्धाणने नेहना नीरथी भींजातुं राखीए तो कोई पण कुठाराघातथी बे फाडियां क्यारेय न थाय. परिस्थितिनुं वर्णन काव्यमां अने एनुं निवारण छायाचित्रमां – सुन्दर!

 7. ધારદાર શબ્દો અને સંવેદનશીલ અભિવ્યકિત ! વાહ વિવેકભાઈ.

 8. અત્યંત દુઃખાન્ત કવિતા.હ્રુદય દ્રવી ઉઠ્યું.સમઝદારીનો અભાવ્,હક્કોની ગેરવાજબી માંગણી આવી દુખદ પરિસ્થિતિ સર્જે છે.
  પંચમભાઈ એ ખરુ કહ્યું,”ચોટદાર લઘુકાવ્ય”

 9. ખુબ સરસ!

  ટૂંકી ને ટચ…હૃદય સોંસરવી ઉતરી જાય તેવી વાત.

  મઝા આવી ગઇ માર કવિતા મુકુ છુ
  ——————–
  ધોમ ધખતા તડકામાં

  હું ઊભો છું

  વૃક્ષ બની

  ફળ ને ફલ આપ્યા

  આપ્યો

  ને મારી જાત આપી

  તોય તે મારી ગરદન કાપી.

  ભરત સુચક

 10. એના
  બે

  ભાં

  આખા અછંદાસનો ભાવાર્થ જાણે આ 3 અક્ષર કહિ ગયા. જેટલી ચોટ્દાર વાત છે એટલી જ ચોટદાર રજુ કરવાની પધ્ધતી
  ખુબ સુંદર

 11. ખૂબ જ ચોટદાર કાવ્ય અને શબ્દોની ગોઠવણી પણ ભાવને અનુરૂપ!
  સુધીર પટેલ.

 12. ઘણી જ ચોટદાર વાત,અને વાસ્તવીક,
  ઘણી બધિ જગ્યાએ આવુ જ બનતુ હોય છે.
  સરસ રિતે મુકી શક્યા છો.

 13. પહેલાં છૂટાછેડા અને આ અધિકારની કૂહાડીથી મનનાં( પ્રેમનાં ) ફાડિયા?

  બન્ને સુંદર આઘાત.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 14. ટુઁકુ ને ટ્ચઁ…!! .. એક જ પઁક્તિ મા ઘણુબધુ કહેી દીધુ આપે ..!

 15. એક ચોટદાર વાત કેહવા માટે ખુબ બધા લાંબા લાંબા શબ્દો અને પંક્તીની જરૌરત નથી તેનુ આ કાવ્ય સુંદર ઊદાહરણ છે.

  ાભીનંદન અભીનંદન અભીનંદન્

 16. કોઈ અરીસો જો વેદનાનું પ્રતિબિંબ પડતે તો કદાચ એ આવું જ હોતે…

 17. આ તો કવિતાની ય ઓરેગામી થઈ ગઈ. સરસ રચના.

  ફાડચા જીગરના થઈ ગયા જ્યારે તારી એક સંશયી નજર પડી
  કર્યો તો મેં જે વિશ્વાસ મારા પ્યારમાં એમાં નજીવી તડ પડી

 18. ખૂબ સરસ અભિવ્ય્ક્તિ તુટેલા સંબંધોની.
  વિવેકભાઈ આવી જ કાંઈક વાત મેં સંતાકૂકડીમાં લખી છે.
  હ્રદય્દ્રાવક!!!
  સપના

 19. લખ્યુ ટુંકમાં..કહ્યું વિસ્તારથી…દિલમાં ઉતરી જાય એવુ!

 20. Hey dude..I like to read ur poems…but i dunno gujarati…can u write in english? anyways …take care…

 21. એ વું તે શું વા વ્યું તું ભા ઇ લા???????

 22. ” અધિકાર ની કુહાડી ” ને ” ઊભાં ફાડિયાં ” – વાહ્..
  ધારદાર શબ્દો , જાનદાર અભિવ્યક્તિ ને શાનદાર લઘુકાવ્ય.

 23. જીવનમા લડાઈ “તારા-મારાની જ છે ને અને એમાથી બહાર કેવી રીતે નિક્ળાય? અને જગત ચાલે ત્યા સુધી રહેસે એવુ લાગે છે તેમા કવિની વેદ્દના ઘણુ કહી જાય છે……..ગ્રહણ કરી શકે તે સુખી થઈ શકે છે……..

 24. સરસ કાવ્ય.

  મને એક વાત યાદ આવી ગઈ. બે વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે એકમેકમાં ઓગળી જવા મથે છે. પણ પછી એ એક બનેલુઁ અસ્તિત્વ ‘એ હું’ સાબિત કરવામાં આખી જિંદગી એકબીજાને તોડ્યા કરે છે.

 25. વાહ! શબ્દોની બચત ને વિચારોનો વ્યાપ.

 26. કોઇ પણ સ’બન્ધ સાચવવામા’ ત્યાગ અધિકાર કરતા અગત્યનોછે.ઓછા શબ્દોમા’ ઘણુ કહેવાયુ.’

 27. વિવેક, ઊગાડ્યું ખોટી જોડણી છે – ઉગાડ્યું એમ લખીને સુધારી લેજો. નાખવું-નાંખવું બન્ને વિકલ્પો માન્ય છે તે ખાલી જાણ ખાતર.

Comments are closed.