કેવું રૂડું ઊગ્યું છે પરભાત…

P5158127
(રોમ રોમ ફૂટ્યા ગુલમ્હોર…           …હટગઢ ગામ, સાપુતારા-નાસિક રોડ, ૧૬ મે, ૦૯)

*

શ્વાસના સોયામાં દોર હવાની પ્રોવીને ગૂંથ્યું નામ તારું આખી આખી રાત અને છાતીમાં ઊગી નવી ભાત,
લખ લખ ચોર્યાસી ભાત મહીં જોઉં જ્યાં તારી જ ત્યાં ત્યાં બિછાત, મને ક્યાંયે જડી ન મારી જાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
ઠામ એ ઠરીને ક્યાંથી થાય જેના ભાગ્યમાં આંસુએ લખ્યો રઝળાટ ?
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,
મોર મારા રુદિયાનો ગહેકી ગહેકીને મારી મોંઘી કરે છે મિરાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

-વિવેક મનહર ટેલર
(૩૧-૦૫-૨૦૦૯)

*

P5158157

49 thoughts on “કેવું રૂડું ઊગ્યું છે પરભાત…

  1. ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી…………….

    વાહ વાહ………સુંદર…….

  2. સુન્દર મઝાની સવાર ને જાણે શબ્દોનો દેહ મલ્યો છે…. ખુબ સુન્દર્….

  3. બહુ જ સુંદર ગીત.

    શ્વાસના સોયામાં દોર હવાની પ્રોવીને ગૂંથ્યું નામ તારું આખી આખી રાત અને છાતીમાં ઊગી નવી ભાત,
    લખ લખ ચોર્યાસી ભાત મહીં જોઉં જ્યાં તારી જ ત્યાં ત્યાં બિછાત, મને ક્યાંયે જડી ન મારી જાત.
    કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

    ખટઘડીના પ્રલંબ પ્રભાતી જેવી જ તાજગી અને ચિઁતન.
    અદ્ભૂત ફોટો

  4. ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
    યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
    આ વધુ ગમી

  5. ડૉ.શ્રી વિવેકભાઇ,
    વાહ ! તમારા શબ્દો રૂપી શ્ર્વાસના સોયામાં તો જાદુ છે.
    લી.પ્રફુલ ઠાર

  6. मने हम्मेशा लागे छे के काव्यने अनुरूप छायाचित्ननी वरणी पण तमारी विशिष्ट होय छे. पेला लाल गुलमहोर ज छे के टेभां भरतां टेरवेथी फुटी नीकळेलां लोहीनां टशियां? नळियां उपर पथरायेला प्रभातना प्रकाशनी नीचे ज जुओ ने, ओसरता अंधारानुं दृश्य! अने पेलुं चक्र जाणे काव्यना हार्दने ज व्यक्त करे छे – छे मानवी जीवननी घटमाळ एवी, दुःखप्रधान सुख अल्प थकी भरेली. अने छतां विरहाश्रुओ वहावीने पण प्रभातनो आह्लाद माणीने जीवननी धन्यता अनुभववी ए ज तो आखाय तत्त्वज्ञाननो सार छे. विवेक खरेखर सुन्दर भावनानो स्टोरी-टेलर छे अने सुन्दर दृश्योनो फोटोग्राफर. हार्दिक अभिनन्दन.

  7. પ્રિય નિશીથભાઈ,

    આને હું આપનો મારા પ્રત્યેનો પ્રેમ જ ગણીશ… હટગઢ ગામનું એ ઘર એટલું સુંદર દેખાતું હતું કે મારે ત્યાં થોભ્યે જ છૂટકો હતો… જે દૃશ્ય આ આંખોએ જોયું છે એ તો કેમેરામાં કદાચ સાંગોપાંગ સમાયું પણ નથી..

    હા, ફોટો પાડતી વખતે છાપરા પરનો તડકો, નીચેનો અંધકાર, ગાડાનું પૈડું અને ગુલમ્હોર – આ બધું ધ્યાનમાં જરૂર હતું…

    સદભાવ બદલ આભાર…

  8. કોના વખાણ કરવા ચિત્રના કે કાવ્યના? બન્ને સુઁદર છે.

  9. થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
    લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,
    મોર મારા રુદિયાનો ગ્હેંકી ગ્હેંકીને મારી મોંઘી કરે છે મિરાત.
    કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત-
    ખૂબ સુંદર
    આમ તો થોરિયામા અને ગુલમહોરમા અહંને લીધે જ સારા નરસાનો ભેદ જણાય છે બાકી થોરના
    ફૂલોની મહેંક માણો તો પરમાનંદમાં ખાર પણ ગમવા લાગે!
    ચેતન, પુદ્ગલ, ગતિસહાયક સ્થિતિસહાયક, આકાશ અને કાળ. આત્માનું પ્રવહન છે.
    તે પ્રવાહમાં જ વહી રહ્યો છ . એ પ્રવાહમાં આ પાંચ તત્ત્વોનું દબાણ આવે છે ને વિશેષભાવ ઊભો થાય છે ને અહમ્ ઉત્પન્ન થાય છે. એના અમલમાં આ ઈગો ઊભો થયો છે.

  10. ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
    યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
    ઠામ એ ઠરીને ક્યાંથી થાય જેના ભાગ્યમાં આંસુએ લખ્યો રઝળપાટ ?

    વિરહની વેદના અને રઝળપાટનૉ દિવ્યાનંદ !

    કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

    ફૉટાનો આનંદ અવર્ણિય…

  11. જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,

    આપ મને નથી ઓળખતા પણ મનનો વિશ્વાસના ડો.હિતેશ ચૌહાણ ને જાણતા હશો હું છું મન તેમની ખાસ મિત્ર.
    તેઓ વ્યસ્ત હોવાથી અત્યારે તેમણે તેમના બ્લોગની કામગીરી મને સોંપી છે અને ત્યા આપ જેવા મહાન ડો.કવિ ની રચના માણવાનું મારાથી કેમ ચૂકી જવાય.

    મોર મારા રુદિયાનો ગહેકી ગહેકીને મારી મોંઘી કરે છે મિરાત.
    કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

    સુંદર રચના.
    આપની “મન”

  12. … યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ? ..
    સુંદર રચના છે વિવેક.

  13. ખુબ સરસ ગીત
    મારા બ્લોગ ની મુલાકાત બદલ આભાર

    નવી પોસ્ટ મારા બ્લોગ પર્
    મનોવિકૃતી ની ચરમસીમા………. બળાત્કાર

  14. સુંદર પ્રલંબ લય અને આંતર પ્રાસની ગૂંથણી ધરાવતું ભાવવાહી ગીત અને એટલું જ આકર્ષક ગુલમ્હોરનું ચિત્ર!
    સુધીર પટેલ.

  15. સુર્ય જાણે વેરાયો મોભ પર એવો ગુલમ્હોર ફેલાયો અને શબ્દો એ ઉગાડ્યુ સપનાઓનુ એક અનેરુ પ્રભાત..
    આ છે સંયોજન શબ્દ અને ચિત્રનુ.

  16. હવે અમુક મેગેઝિનો બ્લોગપર મૂકાયેલ રચનાઓ પણ સ્વીકારતા નથી…એ હકીકતની જાણ હશે જ..સો..બી કેરફુલ..ખાસ કરીને જે મિત્રોની રચનાઓ અવારનવાર પ્રકાશિત થતી રહે છે. તેઓએ ધ્યાન રાખવું રહ્યું. વિવેકભાઇ..આપની તથા અન્ય લેખક મિત્રોની જાણ માટે ખાસ લખું છું.

  17. વાહ,
    કેમેરાના લેન્સમાં કેદ થયેલ દ્રશ્યને અંકુર ફુટ્યું હશે અને અંકુરીત થતા થોરના ટશિયામાંથી વહેતાં લોહીને આપે પેનમાં સ્યાહી બનાવી ઊર્મીઓને અદભુત વાચા આપી છે.
    આભાર…………

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  18. કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

    બહુ જ સરસ ડો. વિવેકભાઇ. મનભરીને માણી તમારી રચના.

  19. આ તો ગુલમ્હોરને ફુટી કવિતા, એના રૂંવે રૂંવે લાગી પ્રેમ આગ
    ક્યાંક વહે લહુમાં સ્નેહ ને ક્યાંક ક્યાંક લાગ્યા એના રંગીલ દાગ.

  20. કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…
    ખૂબ જ સુંદર ગીત !
    કલ્પનો, સંવેદનોએ તો માઝા મૂકી છે.
    અભિનંદન !

  21. ૨૯ કોમેન્ટસ અને તેમાં મારું નામ નહીં-
    અગાઉ આ કાવ્ય વાંચ્યું હતું અને ગમ્યું હતું. અભિનંદન.

  22. થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
    લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,

    – સરસ !

  23. વાહ…ખૂબ સુંદર..પ્રભાત તો રોજ જ થાય છે પણ ગુલમહોરને જોતાં જ જાણે રોજ કરતાં કઈંક વિશેષ લાગે છે…એ જ તો છે કુદરતની કમાલ.

  24. ગુલમહોરનો ફોટૉ જોઈ ને હુ ખુશ થઈ ગૈ કે ચાલો મારા પ્રિય વ્રુક્ષ ગરમાળાની સાથે ગુલમહોર પર પણ કવીતા તમે રચી હશે પણ
    🙁 …………. પણ વાંચ્યા પછી
    ઃ)ઃ)ઃ)…………. પણ વાંચ્યા પછી

    વાંચ્યા પછી તો મન વધારે ખુશ થઈ ગયુ….
    સરસ ગામઠી ભાષાના પ્રયોગ છે. લાગે જાણે કે ડો. વિવેક ટેલર નહી અદ્દલ કોઈ દેશી વિવુભાએ આખી રાત પોતાની વઈબઈના વિરહમા વિતાવી અને ઊઘડતી પ્રભાતે ઘરના આંગણમા ખીલેલા ગુલમહોર થી પ્રભાવિત થઈ ને ગીત રચી દિધુ હોય

    અને હા ગીત ને ચાર ચાંદ લગાવતો ફોટૉગ્રાફ પણ સુંદર છે

  25. કેવું રૂડું ઊગ્યું છે પરભાત, આજે લાગ્વાનિ ચે વાત.

  26. શબ્દો ટપકે ને કલમને ટેરવેથી કવિતા થઇ પ્રસરે તમારુ નામ વિવેકભાઇ,
    ને શબ્દો તમારા શ્ર્વાસમા ભરે છે આ ઘનશ્યામ.
    આભાર્,
    સુંદર રચના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *