ખાલી

P8149312

(રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર…     …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

મારા માથે
ધીમેથી હાથ ફેરવીને તેં
કદાચ પચ્ચીસમીવાર,
હા, પચ્ચીસમી વાર
રાત્રે બાર વાગ્યે
મને ‘હૅપ્પી ઍનિવર્સરી’ કહ્યું.
હું તરત તારા તરફ ફરી.
અને
મારી નજરે
રાત્રે બાર વાગ્યે
કાયમ મને ઊંઘમાંથી જગાડીને
તેં આપેલ
તારા હાથે લખેલાં કે (ક્યારેક) ખરીદેલાં હૃદયંગમ કાર્ડ્સ,
તરોતાજા કવિતાઓ,
બીજા દિવસે વહેલી સવારે
ડોરબેલમાંથી ખુશબૂ બની વહી આવતા રંગીન પુષ્પગુચ્છ,
અડધા દિવસની રજા,
લૉંગ ડ્રાઇવ (શરૂઆતમાં તો સ્કુટર પર),
સાંજે કપાતી કેક,
હૉટલમાં ડિનર
અને
વધતાં વર્ષોની સાથે
વધતી જતી કિંમતની ભેટો
તરવરી ઊઠ્યાં.
હું પણ એ જ રીતે વહેતી-છલકાતી રહેતી.
પણ વચ્ચે ક્યાંક
એકવાર તારો પગ કૂંડાળામાં પડી ગયો
અને
હું સુકાઈ ગઈ.
તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો.
એ પછી પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી
ઍનિવર્સરી પર
એની એ જ પરંપરા આપણે ચાલુ પણ રાખી હતી.
પણ આજે તું મને અડ્યો
ત્યારે હું જાગતી જ હતી.
પચ્ચીસ વર્ષ પછી
આજે પહેલીવાર દિલને ધ્રાસકો પડ્યો હતો:
તું આજે મને ઉઠાડીને વિશ નહીં કરે તો ?
તું જોકે ભૂલ્યો નહીં
પણ આજે તેં પહેલીવાર કહ્યું:
તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.
હું સાવ ખાલી થઈ ગયો છું.
અને મેંય છેલ્લાં બચી ગયેલાં આંસુ ખર્ચી નાંખ્યાં…

-વિવેક મનહર ટેલર
(૨૦૦૯)

54 thoughts on “ખાલી

 1. હું સાવ ખાલી થઈ ગયો છું.
  અને મેંય છેલ્લા બચી ગયેલા આંસુ ખર્ચી નાંખ્યા..
  બહુત ખુબ..સુદર..

 2. તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.
  હું સાવ ખાલી થઈ ગયો છું.
  અરે! મૉટામા મૉટી સંપતી હોવા છતા સાવ ખાલી લાગ્યું?
  ઈશ્કે હક્કની પહેલી અનુભૂતી અશ્ક…
  અમને તો આ ભેટ ગમે પણ પ્રભુ તો આ ભાવના ભુખ્યા
  ….
  અને મેંય છેલ્લા બચી ગયેલા આંસુ ખર્ચી નાંખ્યા
  વાહ્
  યાદ
  સાદગીમાં પણ સૌદયૅ હોય છે,
  આંસુને ક્યા આભૂષણ હોય છે.
  કહે છે વજન હોય છે,
  એટલે આંસુ નીચે દડી પડે છે
  પણ ખરાં વજનદાર આંસુઓ તો,
  પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.

 3. સાવ ખાલી ખાલી ગમી જાય તેવું!
  આ તો અમારો અનુભવ
  તમે કેવી રીતે જાણી ગયા?
  જો કે આવા અવસરે દલાલનું કામ નહીં !
  તો તે જ સામેથી આવ્યો!
  ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
  ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !
  વાંસળીનો વિખૂટો સૂર એક આસું
  ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !
  પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ
  આપતા મોતી સમા મૂલ્યવાન આંસુની ભેટ ..
  ધન્યવાદ્

 4. તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો.
  ———-
  હું સાવ ખાલી થઈ ગયો છું.
  અને મેંય છેલ્લા બચી ગયેલા આંસુ ખર્ચી નાંખ્યા…
  –––––––
  વિવેકભાઈ, આખી વાત અસરકારકતાથી મૂકી શકાઈ છે. અભિનંદન

 5. બહુ ગમ્યું આ કાવ્ય.
  આંસુને હું પરમ પાવક ગંગાજળ ની સમકક્ષ મુંકુંછું. આંસુ ઈશ્વરે આપેલી મોટી બક્ષીશ છે.અને આ કાવ્યમા વિવેકજીએ આ ઈશ્વર ની અણમોલ બક્ષીસને ખરચી નાખી પ્રિયતમાને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે.

  આફ્રીન તો ભાઈ બનતા હય્.

 6. Nari Raday ni vednani ni adbhut abhivykti
  Sathe zakalbhina pushp no atlo j sundar photograph…
  Kharekhar bhan bhuli ne bhatkya bad pacho farto purush khali j thai gayo hoy che…
  Khub khub abhinandan atli sundar rachna mate…

 7. શુ કહુ? કહેવા માતે કઈ બાકિ રાખયુ નથિ.

 8. The crucial lines are:

  એકવાર તારો પગ કુંડાળામાં પડી ગયો
  અને
  હું સૂકાઈ ગઈ.
  તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો.

  and

  તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.
  હું સાવ ખાલી થઈ ગયો છું.
  અને મેંય છેલ્લા બચી ગયેલા આંસુ ખર્ચી નાંખ્યા…

  The beauty of this poem is that it can be inferred in many ways in context of above mentioned lines!

 9. ખુબ જ સરસ રચના …! એક પતિ ના દ્વારા પ્રેમ મા જે વેદના મલેી તેનુ ખુબ જ સરસ આલેખન શબ્દો ધ્વારા કરવા બદલ અભિનન્દન્… પ્રેમ મા ચ્હેતરાયેલેી પત્નિ નેી લાગનેી નેી સુન્દર રેીતે થયેલેી હ્રદય્સ્પ્રશેી રજુઆત્ ….! આન્સુ ના મહત્વ નુ આલેખન સરસ્ વારન્વાર વાન્ચવેી ગમે તેવેી કવિતા. રચના.

 10. સરસ રચના..

  તુ પાછો ફરી તો ગયો પણ પાછો ફરી ન શક્યો.
  તને આપવા માટે મારિ પાસે કંઇ બચ્યુ નથી,
  હું સાવ ખાલી થઈ ગયો છુ,
  સરસ,,ઘણી જ વાસ્તવીકતા..
  ખુબ ખુબ અભીનંદન..
  વીવેકભાઈ ક્યાંથી આવે છે આ બધુ?

 11. ડૉ.શ્રી વિવેકભાઇ,
  તરવરી ઊઠે તેવી સુદર રચના છે.
  પ્રફુલ ઠાર

 12. વિવેકભાઈઃ “તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.” એનો, એક સર્વપ્રસન્ન પત્ની પાસે, એક જ જવાબ હોયઃ હું તો તારા થકી ઘણું ઘણું પામી છું. અને એ કહેવા માટે શબ્દો અશક્ત બની રહેતા હોય છે, આસું વધુ શક્તિમાન નીવડે છે. સંવેદનશીલ કવિતા ઘણી ગમી.

 13. —– “શબ્દોનું ઈન્જેક્શન” —–

  પહેલીવાર મળ્યા તમે જીવનમાં મારા,
  હારેલો દાવ રમવાને હું,
  આવ્યો આંગણમાં તમારા.
  બાકી શું હતું પાસે મારી,
  ખુદા જાણે ખબર કોને?
  આશા દીધી સૌએ,
  તમારા શબ્દને આજમાવી તો જોને!
  પૂછ્યું જયારે તમે,
  મરવાને છે મન કદી ચાહે.
  કહ્યું મેં ના મારે છે બે બાળકો રાહે.
  શ્રદ્ધાના બે શબ્દ ત્યારે,
  તમે ફુંક્યા મારા તનમાં,
  તમારી વીલ તમને,
  બેઠા કરશે પાછા જીવનમાં.
  જ્યારે કહોછો તમે,
  “શબ્દો છે શ્ર્વાસ મારા”,
  મારે કહેવું છે તમારા,
  “શબ્દો છે શ્ર્વાસ અમારા”.

 14. एक छत नीचे रहेतां होवा छतां – सहवास होवा छतां – आ खालीपो कदाच दरेक दम्पतिए अनुभव्यो हशे. दम्पति शब्दमांनो आद्यांश दम् अने जुनी लॅटिन भाषानो शब्द domus बन्ने छत अथवा गुम्बज सूचवे छे. एटले दम्पति खूब सार्थक शब्द छे. अने छतां जीवननी आंटीघूंटीओना कूंडाळामां सपडायेलां दम्पतिओ निरर्थकतामां अजाणतां ज सरी पडे छे – स्त्री-पुरुषनी सम्बन्ध-माधुरी सुकाई जाय छे. आ वातनुं व्यथार्थ अने यथार्थ वर्णन कर्युं छे विवेके. सादा शब्दो – पण ऊंडे ऊंडे अस्वस्थ करी नाखतो एनो ध्वनि – समजीए तो खोवायेली हूंफ पाछी मेळवी शकाय अने दाम्पत्यने फरी सार्थक करी शकाय. पछी औपचारिकतानी – कंईक आपवुं ज जोईए अथवा कंई आपवानुं बाकी रहेतुं नथी एनो विचार करवानी कोई जरूर न रहे.

 15. “અને મેંય છેલ્લા બચી ગયેલા આંસુ ખર્ચી નાંખ્યા”… ખુબ સરસ…. Bang on.. !!

 16. વિવેકભાઈ,
  અછાંદસમાં પણ અદભૂત રચનાઓ માટે આભાર.
  ગઝલ સંગ્રહ પછી – ગુજરાતી સાહિત્યને એક સુંદર અછાંદસ કાવ્યનૉ સંગ્રહ મળશે માટે આપને અભિનંદન.

  ( સમય અલે આપણા હાથમાં નથી પણ સમય પોતાનું કામ કરે છે અને નિયત સમયે બન્ને સંગ્રહ મળશે જ એવી ખાત્રી છે.)

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 17. તને આપવ મરિ પસે કસુ બચ્હ્યુ નથી
  વાહ સુન્દેર રચ્હના

 18. ખુબ સરસ એક સ્ત્રિ નેી વેદના ને કોઇ વ્યક્તિ આવિ સરસ રિતે કેવિ રિતે વર્નવિ શકે………..દિલ ને ગમેી ગયેી આ રચના………..

 19. ભ ર તી અને ઓ ટ ની વ્યા ખ્યા આ જે સ મ જા ઇ………….

 20. ‘તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો’

  Awesome

 21. સરસ તો ખરી જ..શંકાને કોઇ સ્થાન નથી. પણ ખબર નહીં મને થોડી લાંબી લાગી. થોડા ઓછા શબ્દો વપરાયા હોત તો કદાચ વધારે અસરકારક ન થાત ?

  પુષ્પ ઉપર રાત વિખેરાવાની વાત ખૂબ ગમી. સાથે જ યાદ આવી ગયું..
  સહેજ માત્ર મલિનતા ઇશ્વર સ્વીકારતો નથી
  તેથી ફૂલોને
  પણ એ ઝાકલથી ધૂએ છે.

 22. ડૉ.નિશીધ ધ્રુવ (સાહેબ) ની ટિપ્પણી ખુબ અર્થસભર લાગી.સાહેબ કહેવૂં ગમે તેવું લખાણ લખે છે અને ડૉ વિવેક તેમની પ્રત્યેક ટિપ્પણી પરનો પ્રતિભાવ આપતી વખતે જે અદબ જાળવે છે તે લક્ષમાં લેતાં સાહેબ શબ્દ યોગ્ય લાગે છે.
  “સમજીએતો ખોવાએલ હુંફ પાછી મેળવી શકાય્ અને દામ્પત્યને ફરી સાર્થક કરી શકાય્ પછી ઔપચારીકતાની-કાંઈ આપવું જ જોઈએ અથવા કાઈ આપવાનું બાકી રહેતુ જ નથી એનો વિચાર કરવાની જરૂર ન રહે”
  આવી સમઝણ આણવી/લાવવી તે ઉભય્ પક્ષની ફરજ છે.બહુધા બન્ને પક્ષોને પોતાની વાત સાચી હોવાની નાસમઝદારી હોય છે પરીણામે સુખદ સમાધાન્ લાવવુ સરળ બનતું નથી.સંબંધોની કાયમની ખુશ્બૂની પુર્વશરત પરસ્પર નો વિશ્વાસ (loyalty) છે.તેનો અભાવજ સર્વ ખંડીત દાંપત્યની કમનસીબી હોય્છે.
  કવિએ આ કાવ્યના અંત ભાગમાં કાવ્ય નો નાયક પોતાની અંદરના ખાલિપાનો એકરાર કરેછે ત્યારે કાવ્યની નાયિકા નિસહાયપણે અડધા પડધા ઉદારતાના ભાવ સાથે પોતે પોતાની વેદનાના સહવાસમાં સાચવીને બચાવેલ આંસુ દડવી દઈ પોતાની નિરાધાર પરિસ્થીતિને ઉજાગર કરે છે. કાવ્ય ખુબ ગમ્યુ.
  બારમાસીના સાવ સામાન્ય, ખુશ્બુ વિહોણા પુષ્પો ને ઝાકળ બુંદોના શણગારે કેવા રુપકડાં બનાવી દીધાં છે.

 23. સુંદર રચના.
  લગ્નજીવન અને વહેતા વરસો અને વહેતી નદીની જેવી જિંદગી…ાને દાંમ્પત્ય જિવનની વસમી વાસ્તવિકતા…
  ક્યારેક પ્રેમની લહેર વંકાય,છલકાય પણ કદી ન સુકાય…

 24. ડો. સાહેબ,

  ખુબ જ સુન્દર. amazing. I am 28, Single, working in NY, full on party guy with girls but this one touches.

  Keep going sir… you are awesome… I rarely care to comment but you made me read these lines again n again and make me write few words..

  I also thanks all who commented.. That helped me in realizing what is the Dr.’s view points and their own.. Thanks to them also..

 25. સુંદર અછાંદસ.હા,તું પાછો ફર્યો પણ….
  દિલને મનાવવુ અઘરું છે…હવે મારી પાસે કાંઈ નથી ખાલી શબ્દ બાજી મારી ગયો.
  સપના

 26. સુંદર અછાંદસ… અને ખરેખર ચોટદાર અભિવ્યક્તિ…!

  (પણ નીલમઆંટીની જેમ મનેય જરા એવું લાગ્યું કે શબ્દો થોડા ઓછા હોત તો આના કરતાંયે વધુ અસરકારક લાગત!)

 27. એક ગમ્મતની વાત કરું. ૨૯ મી ઓગષ્ટે અહી usa ની હોસ્પિટલ્ ના બૅડ પરથી સવારે ૯ઃ૩૮ વાગે આ કાવ્ય વાંચ્યા બાદ મેં મારો પ્રતિભાવ લખેલો. ..૨૮ મી ઓગષ્ટે મારા ડાબા પગના ઘુંટ્ણ ની રીપ્લેસમેન્ટ સર્જરી કરાવેલી. બીજાજ દિવસે આ કવિતા વાંચી અને ટીપ્પણી લખવાની ખણ ઉપડી….હજુ એનેસ્થેસિઆનો નશો પુરો ઉતર્યો ન હતો. જેમ તેમ કરી ને કામ પતાવ્યું.
  પછી ફરી વાર બીજા વાચકોના અભિપ્રાયો વાંચી તા.૪થી સપ્ટેંબરે એક વધુ પ્રતિભાવ આપવાની લાલચ ન રોકી શક્યો અને ચાર લીંટીઓ ઘસડી કાઢી.
  આજે પુરા હોશોહવાસમાં આ બન્ને ટીપ્પણી વાંચી ત્યરે જણાયું કે એનેસ્થેસિઆના નશામા લખાયેલ પ્રતિભાવમાં લોચો વાગી ગયોછે.” અને બચાવેલા આંસુ નાયકે વાપરી નાખ્યા”તેમ લખી મારેલું. વાસ્તવમા કાવ્યની નાયિકા વેદનાગ્રસ્ત, હતાશ અને નીઃસહાય હાલતમા પોતાના બચાવેલ આંસું ખર્ચી નાખેછે.
  આ ખુલાસા પછી છેલ્લે ડૉ.વિવેકજીને મિચ્છામી દુક્કડમ કહી દેવાનૂ મન થાયછે.

 28. પ્રિય ઇન્દ્રવદનભાઈ…

  મને વિવેક કહીને જ સંબોધશો તો વધુ ગમશે.

  સહુ મિત્રોનો તેમની ટિપ્પણી બદલ આભાર… કવિતામાં લાઘવના મૂલ્યથી હું વાકેફ છું જ. સાડા ત્રણ લીટીના લઘુકાવ્ય પણ મેં લખ્યા છે પણ આ કાવ્યને લંબાઈની દૃષ્ટિથી મૂલવતાં પહેલાં એનો ભાવાર્થ ચકાસી લેવા જેવો છે. આ કવિતા લાં…બા ગાળાના દામ્પત્યજીવનમાં ‘ભરાઈ’ ગયેલા ખાલીપાની કવિતા છે. દામ્પત્યજીવનના ગાળાની લંબાઈ અને ખાલીપાની તીવ્રતા કદાચ નાના નાના અને પહેલી નજરે બિનજરૂરી ભાસતા પ્રસંગો વિના તીવ્રતાથી આલેખી ન શકાયા હોત એવું મારું અંગતપણે માનવું છે…

 29. વિવેકે કવિતાની લંબાઈ વિશે જે કહ્યું તે બરાબર છે. વિવેક, વાર્તાલેખકોની જેમ ગમેતેમ શબ્દો ઘસડી મારનાર નથી.

  ઊર્મિ, કવિગુરુના પણ ગુરુ બનવાનું શરૂ કરવા જેવું નથી. હજી આપણને કવિતાનો ક જ આવડ્યો હોય અને ગામ આખાનો કક્કો ચકાસવા જઈએ તો કેવા હાસ્યાસ્પદ લાગીએ!

 30. પ્રિય HV ભાઈ, નમસ્તે…

  ગામ આખાનો કક્કો ચકાસવાનો મને કોઈ જ શોખ નથી. કવિતાનો ક પણ મને આવડી ગયો છે એવો મારો કોઈ દાવો નથી, એ તો હજી હું ઘૂંટુ જ છું. ગુરુનાં ગુરુ બનવાનો પણ અહીં કોઈ સવાલ નથી આવતો અને વિવેક કેવું લખે છે એ પણ હું ખૂબ સારી રીતે જાણું છું. અમે બંને એકબીજા સાથે (ક્યારેક વાદ-વિવાદ કરીને પણ) કૈંક શીખતા જ હોઈએ છીએ… હા, એ વાત ખરી કે હું એની પાસે ઘણું વધારે શીખું છું. (જે અમારી અંગત બાબત છે!) મારો પ્રિય મિત્ર મારી પાસે હંમેશા નિખાલસ ટીપ્પણીની જ આશા રાખે છે અને એટલે જ હું પણ માત્ર એના માટે જ ટીપ્પણી લખું છું, અન્ય લોકો માટે નહીં. પછી ભલે ‘અન્ય લોકો’ને એ હાસ્યાસ્પદ લાગે… they can surely have a good laugh if it pleases them! Thank you for your concern.

 31. પ્રિય મિત્રો…

  જે દિવસે મને મારી કવિતા વિષયક ટિપ્પણીઓથી તકલીફ થવી શરૂ થશે તે દિવસથી હું કૉમેન્ટ-સેક્શન જ બંધ કરી દઈશ.

  ઊર્મિ, નીલમબેન, ભાઈ શ્રી HV તથા તમામ દોસ્તોનું હું એકસમાન ભાવે સ્વાગત કરું છું, દિલથી ! (છતાં હું ઇચ્છીશ કે પ્રતિભાવ આપનાર તમામ વ્યક્તિ પોતાની સાચી ઓળખ હિંમતપૂર્વક આપે અને પોતાની અને પોતાના પ્રતિભાવની ગરિમા વધારે)

  ઊર્મિ મારી અંગત અને અંતરંગ દોસ્ત છે. એને મારા કાન જાહેરમાં ખેંચવાનો પૂરેપૂરો હક્ક છે…

 32. મારી કમેંટને હળવાશ્અથી લેવા વિનંતી. મને જે લાગ્યું એ નિખાલસતાથી કહ્યું છે. મારું ઈમેલ સિરનામું તો બોક્ષમાં આપેલું જ છે.

 33. દંપતીના સ્નેહને સાબિતિઓનો મોહતાજ કરવામા જ ક્યારેક ને ક્યાક આવો ખાલી ખાલી ખાલીપો સ્થાન લઈ લે છે અને એ નાનકડી તિરાડને પંપાળીને અને ક્યારેક ખોતરીને ખાઈ બનાવવી પછી એ ખાઈને આંસુઓથી ભરી, તરીને સામે પાર અને એકાકાર થવુ…સમય સમય નુ કામ કરે અને જીવન અછાન્દસ બની ને પણ તેની એક વિશિષ્ટ મિઠાસ જાળવી રાખે.

  ખુબ ચોટદાર અને સચોટ રચના.

 34. ખુબજ સુંદર અને હ્રદય-સ્પર્શી રચના….. જે વેબસાઈટ નાં વાંચક હોવાનું પણ ગૌરવ થાય તેવી ખેલદીલ અને કૌટુંબીક વાતાવરણ ધરાવતી વેબસાઈટ આપવા માટે વિવેકભાઈ ને કોટી-કોટી અભિનંદન અને વંદન…..

 35. प्रिय इन्द्रवदनभाई,
  मने कृपया साहेब तरीके न सम्बोधशो! निशीथभाई कहेशो तो चालशे!. दरेक रचना वाचकना मनमां एक सरखो ज भाव उपजावे एम तो न ज बने. पण ए परिणमता वैविध्यने लीधे ज रचना जीवन जीववानी रीत शीखवी जाय छे – मूल्योनी उपासना करवा प्रेरे छे.

 36. जराक पुनर्वाचन कर्युं त्यारे अचानक ख्याल आव्यो के दम्पति एवी खोटी जोडणी में करी लीधी हती – दम्पती एम दीर्घई-कारान्त लखवुं जोईए. क्षमस्व!

 37. વિવેકભાઇ, તમારી વાત સાચી છે. તમારી રચનાઓની હું ચાહક અને ભાવક છું જ. અને મને જે લાગ્યૌં તે લખ્યું… હું કવિતા લખી શકું છું કે નહીં એ ખબર નથી. પરંતુ કવિતા માણી તો જરોર શકું છું જ. સારા ભાવક બનવા માટે કવિતા લખતા આવડવી જોઇએ એવું માનતી નથી. તમે, ઉર્મિ સૌ મિત્રો છો તેથી જ આ લખું છું.

  હમણાં તમારી એક પંક્તિનો ઉપયોગ ( કાલે જ ) મારી કોલમ સંબંધસેતુમાં કરેલ છે. કઇ પંક્તિ એ તમને જણાવીશ અલગ મેઇલમાં…

  છૂટ છે ને ? ગૌરાંગભાઇની પંક્તિઓ તો છૂટથી વાપરું જ છું. હવે તમારી પણ….અલબત્ત તમારા નામ સાથે જ એ લખવાની જરૂર ન જ હોય..
  આભાર…

 38. પ્રિય નીલમબેન,

  મારી પંક્તિઓ વાપરવા બાબત મારી જ એક ગઝલના રદીફમાં થોડો ફેરફાર કરીને કહીશ: છૂટ છે ત(મ)ને !

 39. Its really a heart touching ….એકવાર તારો પગ કૂંડાળામાં પડી ગયો
  અને
  હું સુકાઈ ગઈ.
  તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો.તું જોકે ભૂલ્યો નહીં…….
  પણ આજે તેં પહેલીવાર કહ્યું:
  તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.હું સાવ ખાલી થઈ ગયો છું.
  અને મેંય છેલ્લાં બચી ગયેલાં આંસુ ખર્ચી નાંખ્યાં…….
  Dont have words to express……

 40. વાહ વિવેકભાઈ….
  શું બાકી શબ્દચિત્ર ખડું કર્યું છે!
  સહુથી પહેલાં તો આ વિચારર્ની સ્ફૂર્ણાને સલામ.
  એ પછી,
  એને શબ્દદેહે અવતારી, કંડારી,મઠારી, અને પૂરી નિખાલસતા અને સાથે-સાથે મક્કમતાથી અમારા સુધી પ્હોંચાડવા સુધીની બારિકાઈને સલામ.
  ખાસ સલામ- ટિપ્પણી વિભાગની ગરિમાને સખ્તાઈ પૂર્વક બરકરાર રાખી ‘વિવેક’ના અસલ મિજાજના પ્રાગટ્ય બદલ.

 41. માઈન્ડ બ્લોઈગ, સાહેબ તમે તો મગજ હલબલાવી નાખ્યુ, આસુ જ સહારો સે…..

Comments are closed.