આઠમી વર્ષગાંઠ પર…

Viv

*

૨૯ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ મિત્ર ધવલની આંગળી પકડીને મેં બ્લૉગવિશ્વમાં પ્રવેશ કર્યો એ વાતને આજે આઠ વર્ષ પૂરાં થયાં. દર શનિવારે એક સ્વરચિત કાવ્ય મારા પાડેલા ફોટોગ્રાફ્સ સાથે મૂકવાનો ઉપક્રમ કેટલીક લાંબા-ટૂંકા ગાળાની અનિયમિતતાને બાદ કરતાં જળવાઈ રહ્યો છે એ વાતનો સંતોષ છે. જો કે આ નિયમિતતા માટે હું મારા કરતાં વધુ આપ સહુને નિમિત્તરૂપ ગણું છું… આપ સહુના સ્નેહના કારણે જ સતત લખતા રહેવાનું બન્યું છે…

આ વરસે જો કે ૧૪ નવેમ્બર પછી લગભગ બે મહિનાનું વેકેશન લઈ લીધું ત્યારે વાચકમિત્રો તરફથી કોઈ ખાસ પ્રતિભાવ ન મળતાં એમ પણ થયું કે આ સાઇટની હવે કોઈને જરૂર જણાતી નથી તો મારે આ વેકેશન કાયમી જ કેમ ન કરી નાંખવું ? પણ વાડકીવ્યવહાર-વાચકો ખરી ગયા બાદ જે થોડા-ઘણા સાચા વાચકમિત્રો રહી ગયા છે એમના માટે અલવિદાનો ઓપ્શન હાલ પૂરતો મુલ્તવી રાખ્યો છે:

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે. (મરીઝ)

અને હા, હું દર વરસે કહું છું અને દર વરસે કહેતાં રહેવાનું મન થાય એવી વાત એ જ છે કે આપનો સ્નેહ એ મારી સાચી ઊર્જા છે.. આપના પ્રેમ અને સદભાવના કારણે જ હું ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત થઈ શક્યો. અને આપના અનવરત પ્યારના કારણે જ હું દર શનિવારનો વાયદો પૂરો કરવા કોશિશ કરતો રહું છું… આ કોશિશોના અંતે હું જ્યારે-જ્યારે પણ ફરીને જોઉં છું ત્યારે-ત્યારે સમજી શકું છું કે આપનો સ્નેહ જે મારી કોશિશોનું ચાલકબળ છે એ મારી આ સાઇટને ઘડે છે એના કરતાં વધુ મને ઘડે છે… હું સાઇટનું સર્જન કરું છું એ મારો મિથ્યાભ્રમ છે, સાઇટ મને ઘડે છે એ જ એકમાત્ર નક્કર હકીકત છે…

મળતા રહીશું… શબ્દોના રસ્તે, શ્વાસોના સથવારે… દર શનિવારે !

*

GLF

(અમદાવાદના મિત્રોને આ કાર્યક્રમમાં પધારવા સહૃદય નિમંત્રણ છે)

29 thoughts on “આઠમી વર્ષગાંઠ પર…

 1. ખુબ ખુબ અભિનદન અને અનેક વરસોની યાત્રા માટે શુબ્શ્કામનાઓ

 2. congratulations,and wish you all the best.

  Along this road
  Goes no-one
  This autumn eve.

  Haiku from Basho.

 3. Congratulations. …for today and for many more upcoming birthdays to Shabdo Chhe Shwas Mara…and you…….

 4. વરસોવરસ બસ..આમ જ નવી રચનાઓ મૂકતા રહો..અમને ગમે છે. અલબત્ત વેકેશન પાડ્યા વિના..! બ્લોગની આઠમી વર્ષગાંઠે હૃદયના અભિનંદન અને શુભેચ્છાઓ.

 5. અભિનંદન્!
  લો પ્રણ લખવાનું
  શબ્દ તો શ્વાસ

  (હ્યુસ્ટન હાલમાં હાઈકુ ની વર્ક્શોપ્ ચલાવે છે )

 6. અમારા જેવા વાંચકો માટે પણ લખતા રહો એજ શુભેચ્છા.

 7. Birds never sing for others ,
  They make life of sky filled with music
  Poets are not there to hope for vah vah
  They are for ever.
  Keep it up.

 8. Pingback: Happy 8th Birthday to શબ્દો છે શ્વાસ મારાટહુકો.કોમ | ટહુકો.કોમ

 9. અરે ! અરવિંદ કજરીવાલ તમારા જેવા લાગે છે.
  જોત જોતામાં આઠ વરસ થઈ ગયા !
  અભિનંદન.
  મેની મોર ટુ કમ.

 10. વ્યવસાય અને સાહિત્ય બંનેને મનભરી માણતા , આપના વ્યક્તિત્ત્વની સૌરભ ,કલમથી પ્રસરાવતા રહેજો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપની નિષ્ઠાને…ડૉશ્રી વિવેકભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. તુલ્સિદાસ રામાયન ગાન્ સ્વતહ સુખાય કરે ચ્હે તેવુ જ કવિનુ
  રામાયન અમ્ને પન પ્રિય ચ્હે , તેવુ જ આપ્નિ કવિતાનુ
  લખ્તા રહો , અમ્ને આનન્દ આવે ચ્હે

 12. Wish you many many happy returns of the day.
  I am allways waiting for your ” shabdo che shwas mara “

 13. Thank You. Like your comment on your own MANOMANTHAN. You can not go away from us. Never try it. Shabdo manthi jo swash jato rahe to pachhi baki shu raheshe?

 14. heartily congrats Vivekbhai.By you only we can remain in contact with Gujarati Sahitya.Do not leave us from giving such nice taste of poetry and connection with our mother-tongue. thanks a lot n Welcome with shabdo che mara swashma .

 15. “શબ્દો છે શ્વાસ મારા”ને શુભકામનાઓ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  મળતા રહીશું… શબ્દોના રસ્તે…

 16. આઠમી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

Comments are closed.