શિયાળો જ આવ્યો છે ને ?

Swayam Vivek Tailor
(આ કેવું ફરમાન ?     ….સ્વયમ્, લદાખ, ઓક્ટોબર-૨૦૧૩)

*

બાળદિન પર તો આપણે બાળગીત માણીએ જ છીએ… આજે કોઈ પણ વાર-તિથિના ટાણાં વિના જ માણીએ એક બાળગીત… ના…ના… આ બાળગીત ક્યાં છે? આ તો ટીન-એઇજના ઉંબરે હણહણતા તોખારનું એક કુમારગીત… ટીન-એઇજમાં ભીતર હૉર્મોન્સ કેવા ઉછાળા મારતા હોય છે એ આપણે સહુએ અનુભવ્યું જ છે.. પણ એ વયકાળમાં એ ઉછાળા શાના છે એ ક્યાં સમજાતું જ હોય છે? કિશોર કુમાર બને ત્યારે અંદર કેવું તોફાન અનુભવે છે અને એનું શું પરિણામ આવે છે એ આપણે એક ટીન-એજરની જુબાને જ સાંભળીએ…

*

સ્વેટર પહેરી બહાર જવાનું- આ કેવું ફરમાન !
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

શિયાળામાં સ્વેટર-જેકેટ તમે ભલે ચડાવો,
બારી-બારણાં બંધ કરીને ગોદડે જઈ ભરાઓ;
મમ્મી-પપ્પા ! આ બધું તો ઑલ્ડ એઇજમાં ચાલે,
મારા માટે એ.સી. અથવા પંખો ફાસ્ટ ચલાવો,
તમને ચાના હોય, મને તો આઇસક્રીમના અરમાન.
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

મારી અંદર આખ્ખેઆખ્ખો ક્લાસ ચડ્યો તોફાને,
અદબ-પલાંઠી-મોં પર આંગળી ? વાત ન એકે માને;
ઠંડીમાં પણ ગરમી લાગે, છે કેવી ગરબડ ?
ભીતરમાં શું ફાયર-પ્લેસ છે ? ઑન રહે છે શાને ?
તમને આવું થયું જ નહીં ? શું તમે હતાં નાદાન?
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૩)

*

Swayam Vivek Tailor
(ભીતર તોફાન…                      ….સ્વયમ્, લદાખ, ઓક્ટોબર-૨૦૧૩)

17 comments

 1. Harnish Jani’s avatar

  બહુ જ સુંદર મઝાનું ગીત.

  તમને ચાના હોય, મને તો આઇસક્રીમના અરમાન.
  શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?
  ન્યૂઝમાં મેં સાંભળ્યું કે
  માઈનસ ૧૫ ડિગ્રીમાં અઅઈસ્ક્રીમ ખાતા બાળકો કહે કે આ વાતાવરણમાં આઈસ્ક્રીમ જ એકલો ગરમ છે.

 2. pragnaju’s avatar

  ઠંડીમાં પણ ગરમી લાગે, છે કેવી ગરબડ ?
  ભીતરમાં શું ફાયર-પ્લેસ છે ? ઑન રહે છે શાને ?
  તમને આવું થયું જ નહીં ? શું તમે હતાં નાદાન?
  શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

  વાહ

  અહીં આવી જા દોસ્ત
  અહી તો પ્રખ્યાત ધોધ નાય્રગાની આસપાસ એટલી હદે તાપમાન ઘટી ગયું હતું કે અહી આવેલા ઝરણાનું પાણી બરફમાં ફેરવાઇ ગયું ! અમે આવી ગયા દક્ષિણમા

  રહે છે આમ તો પી ડી તટી, દ.કેરોલીનામાં એ કિન્તુ,
  મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો

 3. Maheshchandra Naik (Canada)’s avatar

  બાળ સહજ મનોકામનાઓ અને લાગણી વ્યક્ત કરવાની અલગ છટા, અને મન મસ્તીનો આનદ નોખો જ હોય છે, સરસ બાળગીત

 4. Rina’s avatar

  :):)….

 5. Darshana Bhatt’s avatar

  વાહ ! મજા પડી ગઈ …મોટા ભલે ચા ના અરમાન રાખે ,કિશોરને તો આઈસ્ક્રીમ જ
  ગરમ રાખે.કાવ્ય વાંચીને અહીની માઈનસ ઠંડીમાં મેં પણ આઈસ્ક્રીમ ખાઈ લીધો.

 6. chhaya’s avatar

  બાલક નિ આખે શિયાલો માન્યો,વાહ્

 7. મીના છેડા’s avatar

  મજાનું ગીત! ગીતમાં ખોવાઈ શકીએ તો દરેકની અંદર રહેલ બાળક ઝૂમી ઊઠે એવું “મજાનું ગીત”

  મારી અંદર આખ્ખેઆખ્ખો ક્લાસ ચડ્યો તોફાને,
  અદબ-પલાંઠી-મોં પર આંગળી ? વાત ન એકે માને

  આ પંક્તિ ખૂબ જ ગમી..

 8. vineshchandra chhotai’s avatar

  બાલ ગેી તો નિ દુનિયા અસ્ત પમિ રહિ , જાગ્રુત જ કરિ સકે , ધન્ય્વદ

 9. Nupur’s avatar

  Lovely lyrics..i have just discovered nice rap song on this lyrics..i like it

 10. Chetna Bhatt’s avatar

  આય્હ્હાય્…ક્યા બાત્.હે…!!!

 11. Harshad’s avatar

  સુન્દર મઝાનુ, મન ને ગમેી જાય એવુ મન ભાવન ગેીત.

 12. Harshad’s avatar

  ખુબ જ ગમિયુ

 13. Kartika Desai’s avatar

  જય શ્રેી ક્રિશ્ન,સુન્દર ગમતિલુ ગેીત!

 14. Anil Chavda’s avatar

  અચ્છા હૈ વિવિકેભાઈ…

 15. સુનીલ શાહ’s avatar

  ખૂબ સુંદર ગીત…

 16. Rita’s avatar

  બહુ સુન્દર ….. મજા આવિ ગઈ .

Comments are now closed.