એ જ મને સમજાવે

together
(સાજન….                                 ….નીલદ્વીપ, અંદમાન, નવે, ૨૦૧૩)

*

કવિતાના અલગ-અલગ પ્રકારોમાં પ્રવૃત્તિ કરતાં રહેવાની મારી વૃત્તિનું આ એક નવું પરિણામ અને પરિમાણ. આજે મારી પહેલવહેલી નઝમ… વાંચીને જણાવો કે આપને આમાં શું ગમ્યું. અને ખાસ તો એ જણાવો કે શું ન ગમ્યું….

*

જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે,
‘વાદળ’ની જગ્યાએ અહીંયા ‘સપનાંઓ’ ન આવે ?

અહીંયા કેવો પ્રાસ ચસોચસ ! – થાય એને વિસ્મય,
અહીંયા એક માત્રા વધવાથી તૂટી રહ્યો છે લય;
‘સાજન’ છે ભરતીનો શબ્દ, તોડે છે અન્વય,
-સાંભળું છું સાજનની વાતો, હું થઈને તન્મય,
ગીત હોય કે પ્રીત, માત્રા ગણવું કેમનું ફાવે ?
જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

એ દઈ ધ્યાન સુણે છે એથી ફાટફાટ આ છાતી,
મુંથી પહેલાં કોણે ખાટી દાદ આવી ચડિયાતી?
ભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?
સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?
ભીતર ભરતી ભરી ટકોટક, ભલી એ ભૂલ કરાવે,
જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

-વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૧૩)

Andaman by Vivek Tailor
(સપનાં સમીસાંજના….             …રાધાનગર બીચ, અંદમાન, નવે. ૨૦૧૩)

 1. Rina’s avatar

  beautiful ……..

  Reply

 2. dineshgogari’s avatar

  માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
  જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

  Reply

 3. chhaya’s avatar

  ખુબ જ સરસ

  Reply

 4. Harshad’s avatar

  ખુબ જ સુન્દર !!

  Reply

 5. pragnaju’s avatar

  खामोश चहेरे पे हजार पहेरे होते है ,
  हसती आंखोमे ज़ख़्म गहेरे होते है ।
  जिनसे अक्सर रूठ जाते है हम ,.
  असल मे उनसे ही रिश्ते गेहेरे होते है
  અને
  પંચભૂતો ભેળવી એ સર્વનું મંથન કર્યું,
  એમ એક દી સર્જકે એક નારીનું સર્જન કર્યું.
  જેવી સુંદર નજમભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?
  સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?
  માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
  જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.
  વાહ્

  Reply

 6. Maheshchandra Naik (Canada)’s avatar

  ખુબ સરસ મઝા આવી ગઈ, કોઈ કોઈને સમ્જાવી શકે છે એ જ બહુ મોતટિ વાત બની જાય છે…………

  Reply

 7. jahnvi antani’s avatar

  એ દઈ ધ્યાન સુણે છે એથી ફાટફાટ આ છાતી,
  મુંથી પહેલાં કોણે ખાટી દાદ આવી ચડિયાતી?
  ભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?
  સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?
  માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
  જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે……vahh …. hu to lakhti nathi pan vanchvu jarror gamyu…

  Reply

 8. Neha’s avatar

  જાણી જોઇને ભૂલ કરવાની વાત મનનો માણિગર કશું કહ્યા વિના જ સમજી જાય એ મજાની વાત આવી અહીં..

  Reply

 9. smita parkar’s avatar

  પહેલિ વાત તો એ કે તમે લખો એમા ન ગમ્વા જેવુ કૈ હોય જ નહિ ……

  સાજન’ છે ભરતીનો શબ્દ, તોડે છે અન્વય,
  -સાંભળું છું સાજનની વાતો, હું થઈને તન્મય…..અને આ પન્ક્તિ તો ખુબ જ સુન્દર ….સર જિ …

  Reply

 10. મીના છેડા’s avatar

  પહેલી ને હવે બીજી ને ત્રીજી એમ વારંવાર નઝમ લખતો રહે…
  કોણ માને કે આ તારી પહેલી નઝમ છે … પરિણામ ને પરિમાણ બંને ઉત્તમ

  જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે,
  ‘વાદળ’ની જગ્યાએ અહીંયા ‘સપનાંઓ’ ન આવે ?

  વાહ!

  Reply

 11. laxmi Dobariya’s avatar

  ખૂબ સરસ લયબધ્ધ રચના.

  Reply

 12. jAYANT SHAH’s avatar

  શ્રેી વિવેકભઈ ,

  વાદળ અને સપના જામ્યા નહિ .નજ્હમના શબ્દો ભા રે લાગ્યા .જામ્યુ નહિ . ખરાબ
  ના લગાડશો . હુ કવિ નથી એટલે સમજ કમ સમજાણી હશે .સરલતાથી વહેતા
  હોઈ સારુ ગમે .

  તમને ગમેતો આ કમેન્ટ રદ કરશો, તો મને ગમશે .

  Reply

 13. Nilam gundaraniya’s avatar

  ખુબ જ સરસ નજમ લખી છે.

  Reply

 14. lata j hirani’s avatar

  wonderful vivekbhai….

  Reply

 15. વિવેક’s avatar

  @ Jayant Shah:

  હું કોઈ પણ કૉમેન્ટ રદ કરતો નથી… કવિતા એ વ્યક્તિગત અનુભૂતિ છે. બધી જ કવિતા બધાને ગમે એવું જરૂરી નથી. પણ એક વાત આપન પાસેથી જરૂર જાણવા ઇચ્છીશ… નઝમના શબ્દો ભારે લાગ્યા એવું general statement કરવાના બદલે આપને કયા કયા શબ્દો ભારે લાગ્યા એ વિશે થોડો પ્રકાશ પાડશો તો હું આપની વાત વધુ સારી રીતે સમજી શકીશ…

  કુશળ હશો…

  સસ્નેહ,
  વિવેક

  Reply

 16. Chetna Bhatt’s avatar

  ભીતર ભરતી વધી ચસોચસ, ભલી એ ભૂલ કરાવે,
  જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

  માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
  જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

  આ બહુ ગમી…!!

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *