*
“શબ્દો છે શ્વાસ મારા”ની આ ૫૦૦મી પૉસ્ટ પર આપ સહુનું હાર્દિક સ્વાગત છે… આપનો જે સ્નેહ મળતો રહ્યો છે એ જ સ્નેહ અનવરત મળતો રહેશે એજ આશા…
*
આભથી વરસે છે જે એ હું જ છું,
ને નીચે તરસે છે જે એ હું જ છું.
જાણે છે તું : જાણું છું, તું જાણે છે-
કાય-વાક્-મનસે છે જે એ હું જ છું.
તું ઘડી કૃષ્ણાય તો સમજી શકે-
હર ઘડી તલસે છે જે એ હું જ છું.
શહેરના અક્કેક ભીષ્મો જાણે છે:
‘હર ક્ષણે વણસે છે જે એ હું જ છું.’
આયના ! તું બે’ક પળ વચ્ચેથી ખસ,
રૂબરૂ ચડસે છે જે એ હું જ છું.
તું ગઝલના અક્ષરો ચીરી તો જો…
મૌન થઈ કણસે છે જે એ હું જ છું.
આંખમાં આંખો પરોવી કહી તો જો –
‘સારે કે નરસે છે જે એ હું જ છું.’
હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.
-વિવેક મનહર ટેલર
(૧૫-૦૯-૨૦૧૩)
*
અભિનંદન !
hardik abhinandan-khub subhecha-sarjan karata rahi jivanne dhanya banavo
anil parikh-84
Congratulations… ઃ)
તું ઘડી કૃષ્ણાય તો સમજી શકે-
હર ઘડી તલસે છે જે એ હું જ છું.
શહેરના અક્કેક ભીષ્મો જાણે છે:
‘હર ક્ષણે વણસે છે જે એ હું જ છું.’
તું ગઝલના અક્ષરો ચીરી તો જો…
મૌન થઈ કણસે છે જે એ હું જ છું.
Beautiful…..
Soham ! Soham !
અભિનંદન મિત્ર!
તું ગઝલના અક્ષરો ચીરી તો જો…
મૌન થઈ કણસે છે જે એ હું જ છું.
આહ!
Congratulations. ..
Khub j saras rachana
Thanks a lot for 500 post.
Keep it up
Arvind Vora.
ચીસમાં પણ મૌન છે,
જે કણસે છે એ હું જ છું.
આભિનન્દન્,
૫૦૦ પોસ્ત બદલ્
congretulations for completeing journey up to 500 post .
all the best
Congrats! We are proud of you! Keep it up!
સરશ.
“છે જે એ હું જ છું.” રદિફની રચના ફક્ત ૬ અક્ષરોે પર; એક લઘુ ને પાંચ ગુરૂ! કમાલ કરી તમે કવિરાજ!!
ચીમન પટેલ ‘ચમન’
અભિનંદન…આ સફર અવિરત આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ
Nice
વાહ કયા બાત હે,સુભકામનાઓ.
ં always give nice poems for ever wishing you bright future with excellant poems
અભિનંદન મિત્ર!
Heartiest Congratulations
Dr Rajesh Buddhadev
અભિનંદન…આ સફર અવિરત આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ
અભિનંદન..
congratulation … and thx..alot for a nice poem..I AM BIG FAN OF YOUR BLOG.
Awesome…
આ તો શ્વાસ શબ્દો થઇ ગયાં-નો અવસર ….!
ખૂબ ખૂબ અભિનન્દન . આપ શબ્દો વરસાવતા રહો અને અમે ઝીલતા રહીએ.