![]()
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ…. ….સીગલ, નળ સરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.
ફરીથી કાળના પ્રારંભબિંદુ પર જઈને,
ફરી જીવન શરૂ કરવાનું ધારીએ, આવો.
થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.
આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,
કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.
અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.
-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૮)
છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા લલગા (ગાગા)
આ ગઝલ જે તરહી મુશાયરામાં સર્વપ્રથમ રજૂ કરી હતી એનો સચિત્ર અહેવાલ લયસ્તરો (કડી:૧, કડી:૨) પર આપ માણી શકો છો અને આ ગઝલ ગનીચાચાની જે પંક્તિના આધારે લખાઈ છે એ મૂળ ગઝલ અને આ ગઝલ વિશે રઈશ મનીઆરનો અભિપ્રાય ટહુકો.કોમ પર માણી શકો છો.)
(રવિવારે, તા. 28-09-2008ના રોજ ‘માય એફ.એમ 94.3′ પર પ્રસારિત થયેલા ગનીચાચાવિશેષ સ્વરગુર્જરી કાર્યક્રમમાં આ ગઝલ રજૂ થઈ હતી જે આપ ટહુકો પર સાંભળી શકો છો.)
29 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/256/trackback
September 27, 2008 at 10:17 am
Dr Pankaj Gandhi
સરસ
થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.
આ ગમ}
September 27, 2008 at 10:53 am
Jayshree
આખી જ ગઝલ ગમી જાય એવી છે… પણ મક્તાનો શેર તો.. વાહ… વાહ…
તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.
અને હા, ટહુકો પર આ ગઝલ સાથે બીજું એક બોનસ પણ રાહ જુએ છે તમારા ચાહકોની… આજ ગઝલ તમારા પોતાના અવાજમાં.
September 27, 2008 at 11:20 am
Mehul Shrimali
Nice one…keep it up.
September 27, 2008 at 4:29 pm
પંચમ શુક્લ
સુંદર ગઝલ.
પાંખ ઓછી પ્રસારી (પસારી) જગતનો વ્યાપ વધારવાની અર્થ ગહન વાત ગમી.
September 27, 2008 at 5:12 pm
Chetan Framewla
પરમને પામવાની અદભુત પ્રતિક્ષા…..
બહોત અચ્છે…..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
September 27, 2008 at 6:16 pm
સુનિલ શાહ
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
ખૂબ સુંદર..
September 27, 2008 at 6:43 pm
vishwadeep
થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.
ક્યાં બાત હૈ! સુંદર શે’ર છે..મન ભાવક,દિલ ભાવક…
September 27, 2008 at 8:00 pm
pragnaju
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.
ખૂબ મઝાની પંક્તીઓ
September 27, 2008 at 10:58 pm
Radhika
નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.
ખુબ સરસ ….. આવનાર નુતન વર્ષ ને એડ્વાન્સ મા વધાવવાનુ આહ્વાન જાણે કે….
September 28, 2008 at 12:42 am
Chirag Patel
સીગલ એ જ વાબગલી?
વીચારબીજ ગમ્યુઁ. જો પાઁખો ઓછી પ્રસારો તો ઉડવાની સાચે જ વધુવાર મઝા માણી શકાય.
September 28, 2008 at 5:00 am
ડો.મહેશ રાવલ
મને લાગે છે આ પંક્તિમાં……આવો- વધુ ઓગળીને ખુલ્લું થયું છે…!
અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
-સરવાળે,સુંદર ગઝલથઈ છે.અભિનંદન મીત્ર!
September 28, 2008 at 8:38 am
Rajiv
સરસ રચના…
September 28, 2008 at 10:18 pm
હેમંત પુણેકર
વિવેકભાઈ,
સુંદર ગઝલ! રદીફને વિવિધ અર્થમાં સરસ રીતે નિભાવ્યો છે. પહેલો, ચોથો અને છેલ્લો શેર સવિશેષ ગમ્યાં.
September 29, 2008 at 3:13 am
manvant
આવો કહેશો તો આવશુઁઃજાઓ કહેશો તો જશુઁ !
September 29, 2008 at 11:35 pm
વીજેશ શુકલ
અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
કયા બાત હૈ !બહુત બઢીયા બાત કહી હૈ આપને !
September 30, 2008 at 6:35 pm
Mukund Desai-"MADAD"
સરસ
October 1, 2008 at 9:41 am
Hiral Thaker "Vasantiful"
“નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.”
ખુબ જ સરસ. લખતા રહો ને અમને પીરસતા રહો!
October 1, 2008 at 9:50 am
Snehal Patel "In Search Of Pearl In The Desert"
“તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.”
Awesome Lines…Keep Writing…
October 2, 2008 at 4:35 pm
Pravin Shah
ખૂબ સુંદર ગઝલ
બધા જ શેર સરસ થયા છે
અભિનંદન, વિવેકભાઇ
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
October 2, 2008 at 5:41 pm
ઊર્મિ
અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
સુંદર ગઝલ… હવે બરાબર જામી છે… મને તો ઘણા વખતે એક નવા જ છંદમાં કોઈ ગઝલ મળી એટલે એ રીતે માણવાનું વધુ ગમ્યું.
October 2, 2008 at 6:52 pm
hitesh joshi
ખુબ સરસ ખાસ અભિનન્દન્
ઉતમોતમ કાર્ય
રચના ખુબ સરસ
October 2, 2008 at 7:00 pm
payal raval
ખુબ સરસ ગઝલ
આપનિ દરેક રચના ખુબ સરસ હોય
October 2, 2008 at 7:05 pm
ભાવના શુક્લ
અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
……………………………………………
“આવો” કહેતા જે કોમળ ઊર્મીઓ ધબકી જાય વિરાટ સાથે કશુ તાદામ્ય સાંધવા તેને શબ્દદેહ આપતો આ શેર તો બસ આહ!! અને વાહ!!!!
October 2, 2008 at 7:06 pm
ભાવના શુક્લ
વેલ… ટહુકો પર સાંભળવીએ એટલીજ ગમી!
October 2, 2008 at 8:05 pm
નિર્લેપ
ઘણા વખતે બહુ સરસ ગઝલ વાચી…આભાર.
October 3, 2008 at 4:47 am
Maheshchandra Naik
JARA PANKHNE OCHHI PRASARIE
JAGATNO VYAP E RITE VADHARIE, AAVO
SMARAN CHHUPAYA CHE BE-CHAR MANNAKATARIYE
PADE JO MEL TO SATHE UTARIE AAVO
It is REALITY nicely presented Dr. Vivekbhai, and message for the presentday to be have SATISFECTION at one level for whatever you have. I red the newspaper Gujaratmitra Sunday edition and conveyed to you my feelings for MUSHAYAARO you enjoyed, GREAT!!!!!!!!!!!!!!!!!!!!
October 3, 2008 at 10:12 pm
alpesh pathak 'pagal'
ગ્રેટ વિવેકભાઈ………………..
October 4, 2008 at 4:02 pm
vinod gundrwala
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો
Its really great to read Gazals
fine Dr Snehi Shri Vivekbhai
with warm regards
ca vinod gundarwala
October 7, 2008 at 11:03 am
દક્ષેશ
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
પાંખનો અર્થ અહં કરીએ તો ‘આ મારું’ અને ‘આ હું’ એવું ઓછું કરતાં જતાં ‘આ બધું આપણું’ અને ‘આ બધા મારા જ સ્વરૂપ’ એવો સુંદર ભાવાર્થ બીજી પંક્તિથી નીકળે … અને એ રીતે વ્યક્તિત્વનો વ્યાપ વધારી અનુભૂતિની દુનિયામાં પગ માંડી શકાય … એ વાત સ્પર્શી ગઈ. સુંદર.