વયસ્ક

The glory of Taj

(મૂર્ત પ્રેમ….                               ….તાજ, આગ્રા, મે-૨૦૦૫)

બપોરે
અમને બંનેને
પોતાના નાનકડા ખોળામાં ઢબૂરી
અમારા બંનેના માથા પર
ક્યાંય સુધી
પોતાના નાના-નાના હાથ
પસવાર્યા કર્યા પછી
અમારો દીકરો બોલ્યો-
‘તમે બંને મારા નાનાં-નાનાં બેબી છો’.
સવારે જ એણે
મમ્મીને પૂછ્યું હતું,
‘કાલે પપ્પાએ તને કેમ માર્યું હતું?’

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૫-૨૦૦૮)

30 thoughts on “વયસ્ક

 1. wow ………it so nice touchble…..nice thinking small know more then big no fight pls,,,,that good sir

 2. સર ઢબૂરી
  મતલબ મુકવુ ને?

 3. ખરેખર ખુબ સુન્દર….
  એક્દમ touchy અને ચોટદાર વાત છે…..

 4. શીશુ પરીવાર નુ પ્તીિબબ્ હોઇ છે.આપની રજુવાત અનનય અને ચોટદાર છે.આપના રદય કોઇ અગોચર
  પ્રદેશ માથી સ્વ્ય્ભુ કે સ્ન્સોધન પામી રચના સ્વરુપ આપી અમોને અદ્ભુત અનુભુિત કરાવવા બદલ
  ખુબ ખુબ આભાર……..

 5. ચોટ સરસ રીતે ઉપસે છે.

 6. I m shocked–Do the husband do physical abuse to wife? Still- I did not like the last line idea– Did I understand right? or I m missing a point here.

 7. આજે બધાની હાજરીમા કવિતા વાંચી.
  સવારે જ એણે
  મમ્મીને પૂછ્યું હતું,
  ‘કાલે પપ્પાએ તને કેમ માર્યું હતું?’
  વાંચતા જ વાતાવરણમાં બધાને એક સાથે પોતાના વિચારો પ્રગટ કરવાનું મન થયું!
  એક વડીલે કાવ્યમય શરુઆત કરી
  લઢો, પણ એકાંતમાં, ના છૂટકે;
  દેખે, બાળ પડે આંટી તે જ ઝટકે! અને ખાળીના શકાય તેવો વાણી પ્રવાહ શરુ…
  એટલે કકળાટ ના કરવો જોઈએ. અને બહુ શોખ હોય કકળાટ કરવાનો કે લઢવાનો. તો છોકરાંઓ જ્યારે સૂઈ ગયાં હોય તે વખતે બીજી રૂમમાં બેસીને બે જણાએ બાથંબાથા કરવું. ના, એ શોખ હોય તો તે ઘડીએ પૂરો કરવો, પણ છોકરાંઓની ગેરહાજરીમાં. છોકરાંઓની હાજરીમાં તો ન જ થવું જોઈએ. અગર તો એ સ્કૂલે ગયા હોય, ત્યાર પછી લઢવાની શરૂઆત કરવી. એમની હાજરીમાં લઢવું ના જોઈએ. સંસ્કારી થવું જોઈએ. બીજા વડિલે આગળ ચલાવ્યું
  તમારી ભૂલ થાય તો ય બેન કહેશે, ‘કંઈ વાંધો નહિ.’ અને એમની ભૂલ થાય તો તમે કહો,’ કંઈ વાંધો નહીં.’ છોકરાઓ આવું જુએ તો બધા ઓલરાઈટ થતા જાય. ને પછી લઢવું જ હોય તો સિલક રહેવા દેવી, ને પછી એ પાછા છોકરા સ્કૂલમાં જાય, ત્યાર પછી લઢવું એક કલાક. પણ આવું આ છોકરાની હાજરીમાં લઢવાડ થાય તો એ જોયા કરે અને પછી એનાં મનમાં પપ્પા માટે કે મમ્મી માટે અવળી ભાવના અત્યારથી જ ચાલે, એને એનું પોઝીટીવપણું છૂટી જઈને નેગેટિવપણું શરૂ જ થઈ જાય. એટલે છોકરાંને બગાડનાર મા-બાપ છે અત્યારે !
  -યુવાનોને ગંમ્મતના મૂડમાં આવી જઈ કહે
  રામે પણ સીતાને મારેલું-લવીંગ
  તરત જવાબ સીતાએ મારેલો-ફૂલનો દડો
  તુરત બીજા ટપકી પડ્યા!
  બૈરી જોડે ઝઘડે, તે છોકરાં આમ જોયાં કરે. ‘આ પપ્પો જ એવો છે’ કહે. કારણ કે ભલેને આવડું હોય તો ય ન્યાયાધીશ બુદ્ધિ હોય એનામાં. ન્યાયાધીશ બુદ્ધિવાળાં, પપ્પાનો દોષ છે !
  વળી ચાલ્યું-
  પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ. એ છોકરા બહાર જાય જ નહીં. મા-બાપ એવાં હોય કે પ્રેમ જોઈને અહીંથી ખસે જ નહીં. મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવાં હોય તો તમે જવાબદાર છો. છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. તમને સમજણ ના પડી ?
  તો અમારા અમેરીકાના પાયોનીયર કહે-
  અહીંના મા-બાપોને તો છોકરું વશ જ રહેતું નથી, કારણ કે બહારના સંસ્કાર જ એવા મળી આવે છે. બહારના સંસ્કારના આધારે જ છોકરો મોટો થાય છે. પોતાના મા-બાપનાં સંસ્કાર જેવા જોઈએ એવા છે નહીં. એટલે બહારના સંસ્કાર છે. બહારના છોકરાઓ જે આધારે ઉછરે છે, એ આધારે જ ઉછરે છે આ અને આપણે ત્યાં તો બહારના સંસ્કારી છોકરાઓ… ખોરાક-બોરાક બીજી બધી રીતે ખરાબ નહીં ને ! આમ અમુક બાબતમાં ખરાબ ખરા અને આ અમેરિકામાં જડ થતા જાય છે અને પેલા ઈન્ડીયામાં છે તે ખરાબ વિચારના થતા જાય. પણ ખરાબ વિચાર એ સારા કરી શકાય, જડને સારો કરવો મુશ્કેલ છે.
  તુરત ઉતર
  આ વર્લ્ડ ઈમ્પ્રુવ કરવાની જરૂર નથી. આ તો પોતે જ ઈમ્પ્રુવ થાય ને, એટલે બધું ઑલ રાઈટ થઈ જશે ! એને ઈમ્પ્રુવ કરવામાં શું કરવું જોઈએ ? એને ધર્મની સમજ પાડવી પડે. ભગવાનમાં શી રીતે બીલિફ બેસે ?! છોકરાં માટે કેટલાં જવાબદાર તમે, સમજાયું ને ?
  સમજાવવાથી સુધરે સુપુત્રો
  છોડને તે વઢીને ઉછેરાય?
  પ્રેમથી પાણો પણ પીધળાય!
  છંદ વગરની બધાને છંદે ચઢાવે -રસ પડે તેવી કવિતા.

 8. સાવ સાચી વાત… વેધક રજોૂઆત..વિવેકભાઇ, અબિનન્દન્..

 9. સુંદર વ્યંગ-કટાક્ષ……..

  મને તો શિર્ષક પણ ખૂબ જ ગમ્યું
  ‘વયસ્ક’કોણ દીકરો જ ને અથવા
  આપણે વયસ્કોએ જ સમજવાનું છે તો
  કવિતાનું હાર્દ પણ શિર્ષકથી જ ખૂલી જાય છે

  પોતાના નાના-નાના હાથ
  પસવાર્યા પછી મારો દીકરો પણ એ જ કહે,
  મારી દીકરી….. અને ત્યારે- અવર્ણનીય સ્વર્ગીય અનુભૂતિ….!!

 10. આપણે વયસ્કો જેને નાની સાંસારીક ઘટના ગણીએ તે બાળ માનસ પર કેટલી વેધક અસર કરી શકે તેની ચોટદાર રજુઆત…
  પપ્પા મમ્મીને મારી શકે અને એ છાની કૃરતા બાળમાનસ પરથી “બાળપણ” ભુસી શકે એ કેટલી હદ સુધી કબુલ બની શકે?
  અવાક્ કરી મુકતા આ કાવ્યે તો ચાબુક જેવા સોળ ઉઠાવ્યા હૃદય-મન પર!!!

  થાકીને સુવાની કોશિશ કરતી હુ જ્યારે દોડીને આવતા માર દિકરાને જેને કિચન માથી કોઇ ખાધ્ય કે અન્ય વસ્તુની તાત્કાલીક જરુર હોય તે માગવાને બદલે મારા કપાળ અને માથા પર કુણી હથેળીઓ ફેરવીને ચુપચાપ દબાયેલા પગલે ચાલ્યો જતો જોઉ બંધ આખે ત્યારે શુ અનુભવુ તે તો શબ્દોમા કેમ કહુ!

 11. વયસ્ક હોવુ એ પુર્ણતાથી ભરેલ વાત હોય શકે પરંતુ એક બાળક તેનુ બાળપણ ભુલી વયસ્ક બને તેની પાછળની જવાબદારી આવી વયસ્કો દ્વારા ઘટતી ઘટનાઓની હોય તો હે વયસ્કો શેમ શેમ!!!
  વયસ્ક હોવાના આવા પુરાવા નિર્દોષતાની હત્યાના કલંકથી ખરડાયેલા હોય તો હે વયસ્કો શેમ શેમ!!
  ખબર નહી બહુ ઘેરી અસર કરી ગયુ છે આ કાવ્ય!!! કેટલુ લખુ?

 12. હું નાનો હતો ત્યારે ખુબ ઝગડતો.
  ગૂસ્સે થતો, તો નાની બેન નો ગાલ લાલ કરતો.
  પછી હું મોટો થયો,
  બેન તો સાસરે ગઈ.
  પણ એક ગાલ છે,મારી પત્નીનો.
  સુંદર , ગુલાબી!
  પણ હું એને ક્યારેક લાલ પણ કરું છું.
  ગૂસ્સામાં જડ થાઊં છું ત્યારે.
  શું દરેક ચેતન માં આવો જડ હોય છે કે..
  કે હું જ જડ છું?
  ભલે સૌ મને ચેતન કહે છે !

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 13. I m shocked–Do the husband do physical abuse to wife? Still- I did not like the last line idea– Did I understand right? or I m missing a point.
  Harishbhai.
  Don’t you read paper, Don’t you see TV. Wife beating is routine in our society.
  what is more unfortunate that society treats these persons as heros !
  Yatra nari Pujyante is all good to read but reality is different.The real sufferers are Sons/Daughters of such parents.From the birth they learn lessons of hatred,anger and agony.
  nice poem Vivekbhai. Truth is alwayus bitter.

 14. કેટલાક મિત્રોએ ઈ-મેઈલ દ્વારા આ કાવ્ય સમજાવવાનો અનુરોધ કર્યો છે અને આ મારું મનગમતું કામ પણ છે એટલે…

  કવિતાનું શીર્ષક ઘરના ઉંબરા સમાન છે. ગઝલ સિવાયના તમામ કાવ્યપ્રકારમાં શીર્ષક ચાવીરૂપ ભાગ ભજવે છે. (ગઝલ એટલા માટે નહીં કે ગઝલ એક જ ભાવ વસ્તુને સાંકળતી હોય એવું જરૂરી નથી. એના દરેક શેરનું ભાવ વિશ્વ અલગ હોવાથી કોઈ એક શીર્ષક એનો મધ્યસ્થ વિચાર રજૂ કરે એવું જરૂરી નથી). અહીં કવિતાનું શીર્ષક ‘વયસ્ક’ એક વાતાવરણ બાંધે છે. કવિતામાં પ્રવેશતા પહેલાં અહીં કોઈ ઉંમરલાયક વ્યક્તિ કે પુખ્તતા સંકળાયેલી હોવાનો ખ્યાલ મનમાં આવે છે.

  બપોરની વાત છે એટલે આરામનો સમય તાદૃશ થાય છે. બંને મા-બાપને પોતાના નાનકડા ખોળામાં દીકરો વ્હાલપૂર્વક ઢબૂરી દે છે. કવિતાનું શીર્ષક અને નાનકડો ખોળો અહીં વિરોધાભાસ ખડો કરે છે. મા-બાપના માથા પર સ્નેહપૂર્વક ફરતા હાથ પણ નાના-નાના છે. સાયાસ અહીં ‘નાના’ શબ્દ બે વાર પ્રયોજાયો હોવાથી બાળકની ઊંમર ધારણાથી વધુ નાની હોવાનો ખ્યાલ દૃઢીભૂત થાય છે. મા-બાપ હજી કદાચ સમજી શક્તા નથી કે આજે દીકરામાં આ પરિવર્તન શા કારણે? દીકરો કદાચ વયસ્ક હોત તો એ એના મનોજગતને કદાચ વ્યક્ત પણ ન કરત. પણ અહીં દીકરો ઉંમરમાં વયસ્ક નથી, નાનો જ છે. અને એટલે એ સાહજિકપણે એના મનની વાતનું પ્રતિબિંબ પાડી દે છે પણ એટલો નાનો પણ નથી કે સીધેસીધો મુખર થઈ જાય ! મમ્મી અને પપ્પા બંનેને વાત્સલ્યભાવથી નવડાવતાં-નવડાવતાં એ જે વાક્ય બોલે છે એ આ કવિતામાં આવતા વળાંક પહેલાનો અંત છે. બાળક વયસ્ક નથી પણ એ પોતે કદાચ એવું અનુભવે છે કે એ વયસ્ક છે અથવા એ અનુભવે છે કે ઉંમરમાં વયસ્ક એવા એના મા-બાપ હજી સાવ નાના છે એટલે એ પોતાની બાળસહજ ભાષામાં બંનેને પોતાના નાનાં-નાનાં બેબી તરીકે સંબોધે છે.

  કવિતાનો બીજો ભાગ અહીં શરૂ થાય છે. વાચકે હવે જ વિચારવાનું છે કે ખરેખર વયસ્ક કોણ? બપોરની એટલે કે વર્તમાનની વાત કરી કવિ તરત જ નજીકના ભૂતકાળમાં લઈ જાય છે. સવારે જ એણે મમ્મીને ગઈકાલના પ્રસંગ વિશે પ્રશ્ન કર્યો હતો. ગઈકાલે કોઈક કારણોસર પપ્પાએ મમ્મી પર હાથ ઊપાડી દીધો હશે અને બનવાજોગ એ ઘટના નાનકડા દીકરાની ઉપસ્થિતિમાં ઘટી ગઈ. આપણે આપણા દીકરાઓની હાજરીમાં ઘણી વાર લડી લેતાં હોઈએ છીએ. માર-પીટ પણ ક્યારેક થઈ જતી હોય. આપણે આ કરીએ છીએ ત્યારે આમ તો આપણે જાણીએ છીએ કે નાના બાળકોની હાજરીમાં ઝઘડવું ન જોઈએ પણ છતાં ઝઘડો થઈ જ જાય તો આપણે કદાચ એમ મન પણ મનાવી લેતાં હોઈએ છીએ કે હશે ! બાળક હજી નાનું છે, એને શી ખબર પડે ! ગઈકાલે જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે બાળક કશું બોલ્યો નહીં. મા-બાપ શા કારણોસર ઝઘડ્યા એની વિગતમાં કવિ ઊતરતો નથી. એની જરૂર પણ નથી. કવિતામાં બિનજરૂરી શબ્દો જેટલા ટાળી શકાય, કવિતા એટલી જ વધુ પ્રભાવક પણ બને. નાના બાળકની હાજરીમાં મોટા માણસો નાના બાળકની જેમ ઝઘડે છે જ્યારે આ નાનો બાળક મોટા માણસની પેઠે વર્તે છે અને ચૂપ રહે છે. બીજા દિવસે પપ્પાની ગેરહાજરીમાં – હા, કારણ કે બાળક મા સાથે જેટલી સાહજિક્તાથી વર્તે છે કદાચ પપ્પા સાથે એટલી સાહજિક્તાથી વર્તી શક્તું નથી- એ મમ્મીને પૂછી તો લે જ છે કે પપ્પાએ કેમ માર્યું હતું ! આ પ્રશ્ન પુરાવો છે એ વાતનો કે એના નાના મનનું એક દિવસ વીતી ગયો હોવા છતાં સમાધાન થયું નથી. અને સમજી શકાય એવી વાત છે કે એણે આ પ્રશ્ન પૂછ્યો હશે એટલે મમ્મીએ એના મનનું સમાધાન થઈ જાય એવો ગોળગોળ જવાબ પણ આપ્યો જ હશે. મમ્મીએ શું જવાબ આપ્યો હશે એની પળોજણમાં પડવાનું કવિ ફરી એકવાર આયાસપૂર્વક ટાળે છે અને એ આખી વાત વાચકની કલ્પના પર છોડી દે છે. અને પછી મમ્મીએ માન્યું હશે કે એણે એનો ભાગ યોગ્ય રીતે ભજવી લીધો છે અને બાળમાનસ પરથી એ ઘટનાની અસર હવે ભૂંસાઈ ગઈ હશે.

  પણ સવારની સમજૂતી ત્યારે ટૂંકી સાબિત થાય છે જ્યારે બપોરે આરામની વેળાએ દીકરો મા અને બાપ- બંનેને પોતાના ખોળામાં ઢબૂરે છે, વ્હાલ કરે છે અને બંનેને પોતાના નાનાં-નાનાં બેબી તરીકે ગણાવે છે… આ મા-બાપે જાગી જવાનો સમય છે કારણ કે આ ત્રણ વ્યક્તિઓના પરિવારમાં સાચો વયસ્ક તો નાનકડો દીકરો જ છે !

 15. વિવેકભાઈ..સરસ સમજુતી આપી. ધન્યવાદ.

 16. Hello sir.

  when i first time read your creations i was much more impressed.

  so i’m requesting you to give me permision to publish them on my personal page on social site .with all credits given to you. and the link of this site.

  please give me permission in return mail.
  waiting for positive reply.

  Thank you.
  -ashish

 17. Dr. Vivekbhai, you brought the realistic family talk for evryone to understand in their LIFE later or sooner.
  SIMPLY GREAT!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 18. બાળમાનસ ધાર્યા કરતા વધુ સજાગ હોય છે.
  કદી પણ તેઓ ‘નાના’ છે સમજી તેમની સમક્ષ્
  ન વર્તવું જોઈએ.
  યુવાન માબાપોએ ભણવા જેવો પાઠ. જે કોઈ
  પણ શાળા યા કોલેજના પુસ્તકમાંથી નહી સાંપડે.

 19. મા-બાપની વર્તણુંક..કોઈ પણ પ્રકારની હોય!!એ બાળકો પર ઘણી લાંબી અસર કરે..પછી એ..
  “Domestic violence” હોય!

  ” watch out” or” Think twice” before do any act front of the kids.

 20. વિવેકભાઈ,
  9 may 2008 ના તમારા ઈ-મેઈલ થી સમજાયુ કે સાચો વયસ્ક દિકરો છે. માતા-પિતા નહી. આપણે ક્યારે સુધરીશુ ?
  ખુબ સરસ.

Comments are closed.