![]()
(જરઠ ઝાડ… …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવે.-૨૦૦૭)
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
-વિવેક મનહર ટેલર
(૧૨-૦૪-૨૦૦૮)
(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)
-
nice one
-
મઝા આવી ગઈ
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે. -
વહા સિર મઝા અવિ ગૈઇ
-
ખૂબ સુંદર ફફડાવતી ગઝલ.તેમાં ત્રણ ચાર શેરો
વધુ ગમ્યા સાથે પંક્તીઓ પણ ગુંજી ઊઠી!
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
કર્મણા જાયતે જડતું- કર્મણૈવ વિલીયતે,
સુખં, દુ:ખં, ભયં, ક્ષેમં-કર્મણૈવ અભિપધતેછે દિલ પર અસર શેના આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
મેં તોડી જાળ માયાની અને આકર્ષણોની તો
કરી કૃપા દયા તેં છે સ્વીકારી બંદગી મારી!રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.
અહીં આવી છું કેવળ ગાવા પ્રભુ! તમારાં ગાન:
મને દઇ દો ભરીસભામાં એક અછડતું સ્થાન!હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
દહેશત રહે કે
બાજે ફટાક કરતું એક કબૂતર મોંમાં . … -
whonderful
-
સરસ ગઝલ.
માણેકશા ની વાત પહેલી વાર જાણી.
ધન્યવાદ.-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ -
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.સૌ કોઇને અલગ અલગ શેર ગમે.પોતપોતાના અન્ગત રસ મુજબ.એટલે હકીકતે આખી ગઝલ સુન્દર..બરાબરને ?
-
શબ્દને અનુરૂપ ફોટોગ્રાફ ! ધન્યવાદ. શેના આકર્ષણો – શેનાં આકર્ષણો. ખુશ્બૂના પગલાં – ખુશબૂનાં પગલાં. તમને થશે કે નિશીથભાઈ ભૂલો જ કાઢ્યા કરે છે. પણ સુન્દર રચનાનું શુદ્ધલેખન થાય તો સોને પે સુહાગા! બરાબર?
ડૉ. નિશીથ ધ્રુવ -
ખૂબ જ સુંદર ગઝલ મિત્ર… ફરી એકવાર અભિનંદન !
આ માણેકશાની નવી વાત જણાવવા બદલ આભાર…નિશિથભાઈની અનુસ્વારવાળી વાત સાચી લાગે છે.. જુગલકાકાનાં અનુસ્વારનાં પાઠ વખતે આવું કંઇક વાંચ્યાનું યાદ હતું જે હમણા જ ફરી ચકાસી પણ લીધું… “નાન્યતર જાતિમાં બહુવચને અનુસ્વાર વિના ન જ ચાલે !”
http://jkishorvyas.wordpress.com/2007/04/21/anusvar-samjuti/એ સાચું કે ગુજરાતી શબ્દકોષમાં ‘ખુશબૂ’ જોડણી લખેલ છે, પરંતુ ‘ખુશ્બૂ’ એ હિન્દી-શબ્દ છે ને?! તો બીજા ઘણા ઉર્દૂ-હિન્દી શબ્દોની જેમ આપણે એને પણ ગુજરાતી ગઝલમાં વાપરી જ શકીએ ને…?!!
-
“છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.”ખુબ જ સરસ
-
હિન્દીમાં પણ ખુશબૂ લખાય છે, ખુશ્બૂ નહિ. બેશક, ઉચ્ચાર બન્ને ભાષામાં ખુશ્બુ છે!
નિશીથ ધ્રુવ -
વાચતા રહી ગઝલ તમારી ,મન પણ મારુ મલક્તુ રહે છે.
-
સરસ વાચન આપવા બદલ અમારે જ તમારો આભાર
માનવો રહ્યો ભાઇ ! તમારે તો નહીં જ !
માણેકશા અંને કબૂતરર્નો ફફડાટ ગમ્યાં ! આભાર ! -
વિવેકભાઇ
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.આ પંકતિ ખુબ ગમી. ઍક નાનું વાક્ય ઘણું કહી જાય છે.
-
khabar nahi pan kon jaane aa dil no fafdat kyare bandh thashe??????
khub hriday sparshi rachna chhe. -
ખરેખર સરસ ગઝલ રચાઇ છે.
સરળ બોલચાલની બાની, સચોટતા, અનુભૂતિની સચ્ચાઇ આ બધું જ એકાકાર થઇને સુન્દર મનોરમ્ય ક્રુતિ નીપજાવે છે. અભિનન્દન.
-
આફરીન … આફરીન્….. આફરીન
એક્દમ ઝક્કાસ……
એક એક શેર…. એક એક શબ્દ … એક એક વાક્ય જાણે કે કથા ……રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.ખુબ સરસ દોસ્ત …. આમ જ પધારતા રહો.
-
ખૂબ જ સુંદર ગઝલ!
-
ખુબજ સુન્દર !!!!!!!!!
-
fine
-
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.Dear Vivekbhai
Good Morning. You have made my day, today. This couplet depicts my current mindset and I therefore found some strength out of this wonderful poetry. As others have stated, the photo too is very appropriate. Congratulations.
Warm regards
Vipool Kalyani -
અદભુત
-
વાહ વિવેક્ભાઈ … સુંદર ગઝલ! મજા આવી ગઈ. મોટા ભાગના શેર સચોટ છે.
Your photographs of sangla takes me back to sangla , lahul and spitti valley near Indo Tibet border in Northern Himachal Pradesh . -
Really nice poem made by u…
keep it up -
I READ THIS GAZAL OFTEN BUT COULD NOT DECIDE WHICH SHER IS MORE BEAUTIFUL……….VIVEKBHAI JEETE RAHO
-
અભિનંદન! સાંગોપાંગ સુંદર ગઝલ.
પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.કૂયા બાત હૈ !!
-
શોધો તો નથી મળતું જગત આખે આખું
કરો ક્લિક માઊસ તો બધું જડતું રહે છે.આ જ તો નવાઈ છે વિવેકના બ્લોગની
નથી કોઈ સ્પર્શતું છતાં કંઇ અડતું રહે છે.વાહ વાહ કરે છે સહુ કોઈ ગઝલ વાંચીને
કોને ખબર, કોઇ ક્યાંક તો રડતું રહે છે.ગઝલે ગઝલે રમતાં રહે છે શબ્દો સુંદર
મજાની સાથ સાથ દર્દ ક્યાંક ભળતું રહે છે.ખરેખર સરસ ગઝલ રચાઇ છે.
અભિનંદન!!! -
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.અમદાવાદી હોવાના સબબે આ શેર બહુ જ ગમ્યો.
-
નિશીથભાઈની ટીપ્પણી પર પ્રતી-ટીપ્પણી કરવાનું મન થયું -
જોડણીની ભુલો કે જોડણીના પ્રયોગો તો થાય –
પણ સાહીત્યનો પ્રાણ તો ભાવ અને જીવન છે.
- જે વિવેકના શ્વાસમાં છે.આવો જ વીચાર મને જોસેફ મેકવાનની ‘આંગળીયાત’ વાંચતાં થયો હતો. એમાં તો એ મહાન લેખકે ભાષાની શુધ્ધતાને, તેના ઉજળીયાતપણાને પણ વીસારી દીધાં છે. કેવળ દલીતોની વ્યથાને તેમના જ શબ્દોમાં વાચા આપી છે.
-
hi good ghazal…. however i’m afraid the she’r with ref 2 manekshah needs yr attention…especi. 2nd li9kne hope there’s typing mistake slip of keys,eh ?! ovrall v good ghazal… do keep it up.
-
હુ કૈ કહી શકુ મારા તરફથી?
મે જ્યારે મનને ડુબતુ ભાળ્યુ ….
ત્યારે જ એને ફરી ઉગતુ ભાળ્યુ….અને કોશીશ કરી જ્યારે ફરી ઉગવાની,,
તો જગતને સાથે ડુબતુ ભાળ્યુ…….. -
સરસ ગઝલ અભિનદન્!!!!
-
I enjoyed this gazal-very well written–મન પ્રફુલ્લીત થઇ ગયું.
-
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.this is wonderful.
-
સુન્દર ગઝલ
બધા જ શેર દિલ ને સ્પર્શેી જાય
ખાસ તો
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
ગ્લોબલ વાર્મિગ ના સન્દર્ભ મા -
દ્રદયસ્પર્શી બાની માં લખાએલ ગઝલ !
મઝા આવી ગઈ.
રહી દૂર કોઇ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે..
આ જુગલ પંક્તિ માં ખુબ રસ પડ્યો.
ધન્યવાદ ! ! -
Respecetd Vivek,
I am sorry about type in english but i have not command in Gujarati Type, I fill same. I read your gazal and poems. I like to read them…..I fill good when I read in Australia. I need help from you and your group to learn type in Gujarati….So can any one send me Gujarati keybord…on my mail ID jay2var@yahoo.aom.
Thanks,
Jayendra Desai. -
તમારી પન્ક્તિ બહુ સરસ લાગી.હજુ તમારા બિજા કાવ્યો વાંચવાના બાકી છે.
-
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.વાહ….. ખુબજ સરસ લખાણ છે, અને ઘણા બધા લોકો ના વાસ્તવિક જીવન મા પણ આવુ જ બનતુ હોય છે ,
રહી દુર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.આ પન્ક્તિ પણ ખુબજ ગમી.
-
Dear Vivekbhai,
This is a perfect Gazal in all respect. I enjoyed the same by my heart.
Congratulations.
Sudhir Patel, Charlotte. -
vivekbhai,
I like your gazal. Reality comes in your poetry. I feel it. Dilip joshi -
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.સુંદર શેર અને સુંદર ગઝલ !
-
પ્રત્યેક પક્તિ પાવરફુલ છે…વિવેકભાઈ ખરેખર શબ્દોને સાર્થક કર્યા છે.


69 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/227/trackback