સ્વર્ગ

OLYMPUS DIGITAL CAMERA
(કિતની ખૂબસૂરત યે તસ્વીર હૈ….                                         ….યે કશ્મીર હૈ!)

*

(ઝૂલણા)

બોમ્બ વિસ્ફોટ કે ગોળીઓ પણ નથી, હિમશિખર પર નથી લાલ રંગો,
કમકમાટી ભરી શબ તણી ગંધ પણ ગાયબ થયે થયો એક અરસો;
તે છતાં નાક પર હાથ દઈ ચાલવા ફરજ પાડે, કરે ત્રાહિત્રાહિ,
આ ગલી, તે ગલી, જ્યાં જુઓ ત્યાં મળે, ગંદકી છે ખરી ત્રાસવાદી.

પુષ્પની ચાદરો પર નજરમાં ચડે રૅપરો બિસ્કિટો, વૅફરોનાં,
કોકની બોટલો, બટ સિગારેટનાં, પાન-ગુટખા તણાં પાઉચ ઘણાં;
ખૂબસુરત સ્થળે પૂછ્યું મેં ગાઇડને, ” ભાઈ, કાગઝ કહાઁ ડાલૂઁ મૈં યે ?”
એ કહે, “સા’બજી ! બેફિકર ડાલ દો, આપ તો કિધર ભી રાસતે મેં”

સાચવી લીધું મેં થોડું કાશ્મીર ત્યાં, સેરવી જેબમાં અલ્પ કચરો,
જ્યાં સમાઈ શકે આખું કાશ્મીર એ ખિસ્સું કોની કને લાવવાનો ?
પર્યટક સ્થળ ઉપર ડસ્ટબિન ક્યાંય પણ નજર ચડતું નથી કમનસીબે,
હોય પણ તોય શું આપણા લોકમાં ગંદકીની સમજ ધૂળ જડશે ?

ધૂળમાં મળી ગયા સ્વર્ણ સમ શબ્દ જે ચૂમતા’તા સદા હિમશિખરને-
“ધરતી પર ક્યાંય પણ સ્વર્ગ છે જો અગર, એ અહીં છે, અહીં છે, અહીં છે.”

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૧૨)

દાલદા દાલદા | દાલદા દાલદા | દાલદા દાલદા | દાલદા ગા

*

P5121878
(પુષ્પની ચાદરો…                                     …સલામ કાશ્મીર!)

 1. Maheshchandra Naik’s avatar

  કાશ્મીરની વાદીઓને સ્મરણોમા લઈ આવતુ કટાક્ષ ગીત
  અભિનદન

  Reply

 2. perpoto’s avatar

  ગંદકી આપણો જન્મસિદ્ધ હક્ક છે.

  Reply

 3. Rina’s avatar

  Nice….If only all of us would do their bit:(

  Reply

 4. મીના છેડા’s avatar

  ઝુલણા છંદમાં લખાયેલ આ શું ફક્ત એક સૉનેટ માત્ર છે…
  કાશ… જેમ પહેલાં કવિઓની કલમ તરલવારની ધાર સમું કામ કરતી એમ આ વેદના … સૉનેટ કામ કરી જાય… દરેક જણ જો પોત પોતાનું ખિસ્સું વાપરવા માંડે…

  શબ્દો હજી પણ એ જ ધાર સાથેના છે પણ અફસોસ હવે એ બહેરા કાને અથડાય છે…. આંધળે કૂટાય છે.. ઘરના ચોખ્ખા પરિસરમાં સંબંધો ગંધાય છે ને બહાર કચરાઓ….

  આ સૉનેટ થકી જાગ્રતતા લાવવા માટે દરેક શિક્ષણ સંસ્થાએ આનો ઉપયોગ કરવો જોઈએ… અલબત્ત કવિના નામ સાથે જ…. (આજ કાલ કવિનું નામ લોકો ખિસ્સામાં ભરવા માંડ્યા છે… 🙂 એમ ન થાય એ જોવું રહ્યું… )

  Reply

 5. p. p. mankad’s avatar

  Most thought-provoking poem. We are interested in boasting about our golden era. We give scant respect for cleanliness. We say, ‘Cleanliness is next to God’ but we neither deserve God or cleanliness. Even worms are better than we, for they eat away all the dirt according to their specie. Only poet like you can find poem out of dirt. Hats off to you.

  Reply

 6. Radhika’s avatar

  પુષ્પની ચાદરો પર નજરમાં ચડે રેપરો બિસ્કીટો, વેફરોનાં,
  કોકની બોટલો, બટ સિગારેટનાં, પાન-ગુટખા તણા પાઉચ ઘણાં;
  ખૂબસુરત સ્થળે પૂછ્યું મેં ગાઇડને, ” ભાઈ, કાગઝ કહાઁ ડાલૂઁ મૈં યે ?”
  એ કહે, “સા’બજી ! બેફિકર ડાલ દો, આપ તો કિધર ભી રાસતે મેં”

  સાદા શબ્દો અને સહજ વાતચીત જે આપણે કરતા હોઈએ તેને જ એક છંદમા ઢાળવાનો સફળ પ્રયાસ. ( તે પ આવા ગન્ભીર વિષય સાથે )
  ખુબ સરસ !!!

  અલબત્ત
  આ બાબત / ફોટોગ્રાફ આખા ભારતના દરેક રાજ્યને લાગુ પડે છે.

  Reply

 7. chhaya’s avatar

  આજ્ના સન્જોગોને ,વાસ્ત્વિક્તા ને શબ્દ આપ્તુ સોનેત ,સાહિત્ય જિન્દિગિનો જ એક હિસ્સો
  મેરા ભારત મહાન ?!!

  Reply

 8. rajgururk’s avatar

  હ્િi
  અત્ઇi સ્ુuન્nદ્ેeર્ ર્acચ્aન્aાa

  Reply

 9. Rekha shukla(Chicago)’s avatar

  નજરે વાસ્તવિકતા ને મળ્યા શબ્દો સોનેટમાં……!
  સડી ગયેલૂ કાશ્મીર સોનેટ અહીં આ ચિત્રમાં …!
  સારું થયું નથી ઢેર માંસ માનવીના આ સોનેટમાં….!
  બેફિકર ગાઇડને બેફિકર ભારતીયો આ સોનેટમાં…!

  Reply

 10. kirtkant purohit’s avatar

  હાલ ગઝલોના ભરાવામા ખુબજ ઓછા ખેડાતા સોનેટ પ્રકારમા એક સુન્દર સઁવેદનશીલ રચના.અમે ‘નાગરિક ફોરમ’માઁ કચરા માટે ઝુઁબેશ ચલાવીએ છીએ તેમા આ રચના પ્રેરણાદાયી બનશે.

  Reply

 11. Heena Parekh’s avatar

  સરસ સોનેટ. આપનો આક્રોશ સાચો છે.

  Reply

 12. rajesh Dungrani’s avatar

  સલામ…………. વિવેક!

  Reply

 13. ભરત ત્રિવેદી’s avatar

  ગુજરાતી કવિતામાં કવિતા ખાતર કવિતા એવો એક સુર ઉઠતો હોય છે. કવિ પોતાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સભાન ના હોય અને તેની કવિતામાં તેની એ નિસ્બત ના વર્તાતી હોય તો કવિતા કરવાનો કશો અર્થ સરે ખરો ? વિવેકભાઈ, આપને અને આપની કલમ બન્નેને સલામ
  – ભરત ત્રિવેદી

  Reply

 14. pragnaju’s avatar

  તલવાર કરતા કવિની કલમ વધુ ધારદાર હોય છે

  ધારદાર હકીકતો વર્ણવતું સોનેટ

  Reply

 15. Kartika Desai’s avatar

  jay shree akrishna.have a gr8 day as it passes…

  Kashmir,is a haven of world,but what u write n words of photograph….
  it’s pethetic!!! I’m speechless!! God bless us all.that’s only i can say n pray….

  Reply

 16. Sandip’s avatar

  ગુજરાતી કવિતાને મહેણું છે જીવાતા જીવનનું પ્રતિબિંબ ન ઝીલવાનું. સામાજિક સમસ્યાઓ તરફ પીઠ કરી દઈ કૃત્રિમ અંગત લાગણીઓ ભરેલા ગઝલ-ગીતોના ઢગલા કરી દેવાનું. આ ગીત એ મહેણું ભાંગવાની દિશામાં એક નક્કર કદમ છે.
  અભિનંદન, કવિ !

  Reply

 17. Sandip’s avatar

  ગુજરાતી કવિતાને મહેણું છે જીવાતા જીવનનું પ્રતિબિંબ ન ઝીલવાનું. સામાજિક સમસ્યાઓ તરફ પીઠ કરી દઈ કૃત્રિમ અંગત લાગણીઓ ભરેલા ગઝલ-ગીતોના ઢગલા કરી દેવાનું. આ सोनेट એ મહેણું ભાંગવાની દિશામાં એક નક્કર કદમ છે.
  અભિનંદન, કવિ !

  Reply

 18. kokila’s avatar

  કાશ આ કવિતા વાચિ લોકો મા ચોખાઇ માતે જાગ્રુતતા આવે.

  Reply

 19. ashwin’s avatar

  આ ગન્દ્કઈ ફેલાવા મા અમર નાથ યાત્રિ નો ફાડો ઘનો છે.

  Reply

 20. Chetna Bhatt’s avatar

  બહુજ સરસ લખ્યુ છે..

  Reply

 21. harilal’s avatar

  વિવેક ભાઈ

  very nice topic but we are helpless when up we will learn self dicipline .
  pan kavita khubaj sunder chhe

  Reply

 22. vimal dave’s avatar

  ek kashmir mate su afsos karvo,aje ther ther a hal xe. jarur to manas ne andar thi jagadvani.ene jo potanu lagse to a prashna nahi rahe ane e potapanu hunf thi avse,nihswarth prem tene sacho manav banavse. tamari kavita thi e shakya xe.

  Reply

 23. Sudhir Patel’s avatar

  સ્વર્ગ સમા કાશ્મીરની અસહ્ય ગંદકીની વેદના રજૂ કરતું સોનેટ!
  આભાર અને અભિનંદન!
  સુધીર પટેલ.

  Reply

 24. Vineshchandra Chhotai’s avatar

  બહુ જ સરસ વાતો ………………અભિનદાન ને ધન્ય્વાદ્…..

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *