બદલાવ

the arch
(ભગ્ન આશાઓ…         …..માંડુ, નવે., ૨૦૦૫)

*

બધું હજી એનું એ જ છે.
એ જ ઘર છે.
એ જ હું છું.
એ જ મારો પ્રેમ,
એ જ પ્રતીક્ષા.
મારા ઘરના લાકડાના દરવાજા
પણ
હજી
ચોવીસ કલાક ખુલ્લા જ રહે છે.

– વિવેક મનહર ટેલર
(૧૬-૦૭-૨૦૧૨)

*

the wait
(ચિરપ્રતીક્ષા…                                      …..માંડુ, નવે., ૨૦૦૫)

 1. Maheshchandra Naik’s avatar

  સરસ અનુભુતી અને સરસ અભિવ્યક્તિ……………….
  ડો> શ્રિ િવેક્ભાઈ,
  આપને અને આપના સૌ પ્રિયજનોને દિવાળી અને નુતનવરસની અનેક અનેક શુભેછાઓ અને અભિનદન

  Reply

 2. kartika desai’s avatar

  પ્રિય વિવેક્ભાઈ,જય શ્રેી ક્રિશ્ન.આજ્નો આપ્નો દિન આપના પરિવાર સહિત શુભ્…મન્ગલ દિપાવલેી…નુતન સાલ ખુશ્ખુશાલ રહે આ જ સુભાવના.બન્ને શાબ્દેીક અભેીવ્ય્ક્તેી બેનમુન્.

  Reply

 3. Murti Modi’s avatar

  ખરેખર બહુ જ રદયસ્પર્શિ અને મર્મિક…
  દીપાવલીની શુભકામના…

  Reply

 4. vijay joshio’s avatar

  શ્રી વિવેકભાઈ અને પરિવાર,

  શુભ દિવાળી,

  શુભેચ્છાઓ, નુતન

  વર્ષાભિનંદન!

  વિજય જોશી અને પરિવાર

  Reply

 5. Rina’s avatar

  Beautiful…

  Reply

 6. Rekha shukla(Chicago)’s avatar

  વિવેકભાઈ અને પરિવાર ને શુભ દિપાવલી ને નૂતન વર્ષાભિનંદન…!! http://www.janfariyad.com/ ૧૧/૧૧/૨૦૧૨

  Hello friends, happy diwali & new year to all

  janfariyad sunday issue no 46…years 16..
  ‘જન ફરિયાદ” માં વાંચો મારી કવિતા …આપના પ્રતિભાવો

  જરૂર આપશો…દરેક વાચકો, વડીલો, અને મિત્રો ને દિપાવલી

  ની શુભેરછા અને નૂતન વર્ષાભિનંદન –રેખા શુક્લ (શિકાગો)

  Reply

 7. મીના છેડા’s avatar

  પ્રતીક્ષાના લાંબા પડછાયાને આટલા ઓછા શબ્દોમાં અને બારણાંનું પ્રતીક લઈને એને સમેટી લેવું એ જ સાર્થકતા છે આ અછાંદસની.

  સરસ!

  Reply

 8. ડૉ.મહેશ રાવલ’s avatar

  સરસ ભાવ અને એવીજ સુંદર અભિવ્યક્તિનો “વિવેકપૂર્ણ” અંદાઝ…….
  વિવેકભાઇ,
  સપરમા પરબે ઝળહળ શુભેચ્છાઓ…અને નૂતન વર્ષ મુબારક.

  Reply

 9. pragnaju’s avatar

  એ જ પ્રતીક્ષા.
  મારા ઘરના લાકડાના દરવાજા
  પણ
  હજી
  ચોવીસ કલાક ખુલ્લા જ રહે છે
  સુંદર અભિવ્યક્તિ

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *