વિષમઘાત થઈ છે

OLYMPUS DIGITAL CAMERA
( Catch….                          …પહાડી બુલબુલ, કાશ્મીર, મે- ૨૦૧૨)

*

હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે. *

સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.

તમે કેમ ચાલી નીકળ્યા અચાનક ?
તમે કેમ ધાર્યું કે એ વાત થઈ છે ?

અમે કંઈક કહીએ, અમે કંઈક કરીએ,
અમારે કશી ક્યાં કબૂલાત થઈ છે ?

રહી આર્દ્રતા હદમાં, તો લાગી સારી,
દડી આંખથી જ્યાં, વલોપાત થઈ છે.

કરી છે પ્રથમ પાળી-પોષીને મોટી,
પછી એજ ઇચ્છા હવાલાત થઈ છે.

મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ
એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.

અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
અમારી ગણતરી વિષમઘાત થઈ છે.

– વિવેક મનહર ટેલર
(૫/૬-૦૭-૨૦૧૨)

*

P5122169
(સપનાંઓ….                                           ….કાશ્મીર, મે- ૨૦૧૨)

(* “અમારી શરૂઆત સારી થઈ છે”- કવયિત્રી સંધ્યા ભટ્ટની પંક્તિ આધારિત)

22 thoughts on “વિષમઘાત થઈ છે

 1. કરી છે પ્રથમ પાળી-પોષીને મોટી,
  પછી એજ ઇચ્છા હવાલાત થઈ છે.

  મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ
  એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.
  Waaah

 2. રહી આર્દ્રતા હદમાં, તો લાગી સારી,
  દડી આંખથી જ્યાં, વલોપાત થઈ છે…વિવેકભાઈ ખુબ મજાની કવિતા..!!

 3. ખુબ જ સુન્દર
  મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ
  એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.

 4. રહી આર્દ્રતા હદમાં, તો લાગી સારી,
  દડી આંખથી જ્યાં, વલોપાત થઈ છે.

  ક્યા બાત!!!

 5. જય શ્રેી ક્રિશન,,આપનો આજનો દિન શુભ હો.કવિતા લાજવાબ…તમારેી ગણ્તરેી મા સર્વ બેમિસાલ હોય
  છે…હા!ઠન્દેી વિશમઘાત હોય ખરેી…!!

 6. સરસ અને સુન્દર,
  આર્દ્રતા આંખથી દડી જ્યાં વલોપાત થઈ છે.
  વલોપાત શબ્દ સરસ છે. ઇચ્છાઓ નુ હવલાત થવુ પણ સરસ.

 7. સુન્દર ગઝલ્.
  ગણ્તરિ અને હિસાબની વિશમતા ,વિશમાઘાત!!!!
  જીવન જ વિશમતા…

 8. સરસ ગઝલ.
  મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ
  એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.

 9. વાહ મસ્ત ગઝલ થઈ છે
  રહી આર્દ્રતા હદમાં, તો લાગી સારી,
  દડી આંખથી જ્યાં, વલોપાત થઈ છે.
  સપના

 10. સરસ ગઝલ, અંતીમ શેરમા ઘણુ કહેવાય જાય છે, પ્રેમ શબ્દ દ્વારા જ વિષમઘાત થઈ છે દુખનુ કારણ પણ પ્રેમ જ હોય છે ને????

 11. મઝાની ગઝલ
  મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ
  એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.
  વાહ
  આ મશક પણ છિદ્રવાળી !ઝીણું છિદ્ર માનવીને દગો દઈ શકે તો આપણા ઝીણા ઝીણા દોષો શું આપણને દગો ન દઈ શકે? વર્ષો સુધી શાંત જણાતો માણસ કોઈ ભયંકર દુષ્કૃત્ય કરી બેસે છે તેનું કારણ આ ઝીણા ઝીણા દોષોનું લશ્કર તેના મનમાં એકઠું થઈ તેને ડૂબાડે છે.
  અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
  અમારી ગણતરી વિષમઘાત થઈ છે.
  યાદ
  લાગણીના કાન સરવા રાખ, તો
  ઢાઈ અક્ષરનો તને મંતર મળે.

 12. Excellent gazal Vivekbhai
  My most sincere congratulations to
  you

 13. અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
  અમારી ગણતરી વિષમઘાત થઈ છે.

 14. મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ
  એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.

  અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
  અમારી ગણતરી વિષમઘાત થઈ છે.
  બહોતખુબ!

 15. રહી આર્દ્રતા હદમાં, તો લાગી સારી,
  દડી આંખથી જ્યાં, વલોપાત થઈ છે.
  *
  મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ
  એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.
  ખૂબ સુંદર શેર… વાહ !

  પહાડી બુલબુલ પણ છટાદાર છે. અભિનંદન !

 16. Pingback: લયસ્તરો » મારી કોટડીમાં સામાન ઘણો – નીનુ મઝુમદાર

Comments are closed.