![]()
(પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ…. …નળસરોવર, જાન્યુ-૨૦૦૭)
(લીલો પતંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)
.
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ચક્-ચક્, ચીં-ચીં, કૂ-કૂ, કા-કા
ખળખળ વહે રગોમાં;
ડાળ-પાંદડા તાર-થાંભલા
શ્વાસોના સરનામા.
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)
-
વાહ ભૈ ! મજા આવેી ગૈ ! સસ્નેહ યાદ ….
-
મનમાં ગાતાં ગાતાં જ વંચાઈ ગયું. સ્વરબદ્ધ થાય તો અપ્રતીમ રચના બની જાય.
અભીનંદન. -
સુરેશભાઈની જેમ જ મેંય મનમાં ગાતાં ગાતાં જ બે વાર ગણગણી લીધું આ ગીત ! ભાવપ્રાગટ્ય માટે શબ્દોનું ચયન અને તેની મનોરમ ગોઠવણી કાબીલેદાદ છે !
કોઈ કલાકારનું સ્વરાંકન પામી, આ ગીત અમર થવા સર્જાયેલું છે..
અમારી શુભેચ્છાઓ..
..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com -
બહારગામ જતાં જતાં આ વાંચવા મળ્યું ! વધુ તો લખી શકતો નથી પણ યાદ રાખીને ગણગણીશ મઝાનું છે. અભીનંદન.
મને તમારાં ગીતો માટે વધુ ભાવ છે. વધારે આપતા રહો એવું કહું ?
-
મિત્ર વિવેક,
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.મનને અડીને સ્થિર થઈ જતો વિચાર…
મીના
-
સુંદર ગીત..! ગઝલની જેમ ગીતમાં પણ તમારું હીર પ્રગટી રહ્યું છે.
-
મને ગીતો આટલા કદી ગંયા નહોતા તમે અને બીજા મીત્રોઅએ ગીતોનો ચસ્કો લગાવ્યો છે,સુ’દર ગીત ચે. આભાર.
-
સરસ ગીત
-
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
સરસ ગીત.
-
કલરવના વાવેતર રૂદિયે-
તે તો પ્રેમના વાવેતર તેમાં શું રાખું,શું ચાખું ?થાય
પણ ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખુંને
ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ વાંચતાતો આપણી આંખ ભીની થાય અને
ચીસોના ટોળાંમાં આપણી ચીસ પણ ઉમેરાય-
અમારા જેવા વનવાસીઓને તો વધુ વેદના થાય-
સુરેશભાઈ તથા અન્યોનું સૂચન-”સ્વરબદ્ધ થાય તો અપ્રતીમ રચના બની જાય.”
માં અમે પણ જોડાઈએ છીએ
અભીનંદન. -
ટહુકે ટહુકે પાઁખે પાઁખે ગગન ઊડતુઁ આખુઁ.
વાહ કવિ વાહ ! -
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું
…………………………………………………………..
વાત સહિયર ને કહેવાની પણ શબ્દ બેઠા જ સાજન ના!!!!!!
ક્ષમા ભાઇ પણ સહિયર ના કાન મા આ ચીસ ઝરા હળવે થી પડત… તો ખરે જ ટહુકે ગગન પાંખુ થતુ. -
ખરેખર કવિતા મનમા તો કલરવ કરી ગઈ પણ સાથે સુર મળૅ તો મજા પડી જાય.
-
આ ભીતરનો કલશોર શબ્દ બની ને બહાર આવે ત્યારે આપોઆપ અજવાસ પ્રગટી જાય.
વિવેકભાઇ,અભિનન્દન્ -
શ્રેી વિવેક્
બધિ જ કવિતઅ બહુઉજ સરસ ચ્હે શુ લખ્વુ તે જ સમજ નથિ પદ્તિ ગુજ્રતિ શબ્દ મ બહુલ પદે ચ્હે -
અમારા હ્રદય ના પિંજરે તો “વખાઈ” જ ગયા!
તમને જાણી ને આનંદ થશે…માધવ રામાનુજ એ પણ ક્યારેક લખેલુ….વિશ્વના આ વૃક્ષ મારા ફેફસા અને ટહુકે છે એ કોયલ શ્વાસ છે…”માધવપ્રેમ” મા તમે ભાગલા પડાવ્યા છે!
રૂંવે..રૂંવે છવાયા !
-
કપાય ગયા સહુ વૃક્ષો
વગડો થયો સુકો સુકો;
ક્યાં ઉડી બધા પંખી?
ને ખોવાયો કોયલનો ટહુકો.
તને ને મને એ યાદ હજુ ય એ ઝાખું ઝાખું;
ધરાના તન પરનું ક્યાં ગયું લિલોતર્રીનું લાખું?વિવેક,
તમારા ગીતોને જલ્દી સુર મળે તો કેટલું સારું?
ખૂબ સુંદર રચના છે. -
ખરેખર , ખુબ જ સુંદર રચના છે,
વિવેકભાઇ, આપની ઘણી એવી રચનાઓ છે, જે સ્વરબદ્ધ થવી જ જોઇએ…
આપના ગીતોને સ્વર મળે એ જ પ્રાર્થના…. -
ડાળ-પાંદડા તાર-થાંભલા
શ્વાસોના સરનામા.
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.ખૂબ સુંદર રચના
Hemant Vaidya


32 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/187/trackback