હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

OLYMPUS DIGITAL CAMERA
(આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…               …ડેટ્રોઇટ, મે, 2011)

*

આજે ચૌદ નવેમ્બર… મારા લાડલા સ્વયમ્ નો અગિયારમો જન્મદિવસ….. વળી બાળદિન પણ ! વર્ષગાંઠ મુબારક હો, બેટા !

**

સૂરજદાદા હસતા હસતા આજે મોડા ઊગ્યા,
કિરણ કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા,
ધરતીમાએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું,
ખુશબૂથી ફૂલે ભમરાને ‘આવ અહીં’ એમ કહ્યું,
બ્રાન્ડ ન્યૂ લાગે છે દુનિયા, હું લાગું છું જેમ…
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

પાર્ટી માટે આખ્ખું વરસ રાહ કેમ જોવડાવી?
– ઈશિતા ને શ્વેતા એવો ઉધડો લેતી આવી;
નૈસર્ગી, પર્ણવી, માનુ, દેવ, સમય, અવકાશ,
પ્રહર્ષ, શિમુ, સોનુ આવ્યા, હૈયામાં થઈ હાશ !
રાત ભલેને ખૂટે, આજે નહીં ખૂટશે ગેમ.
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

જાતજાતનું ખાવાનું ને ભાતભાતની ગિફ્ટ,
મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ;
આજે છું હું રાજા, આજે મારી છે મનમાની,
આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની,
આજે હું કહું ઊઠ તો ઊઠ ને બેસ કહું તો બેસ.
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

-વિવેક મનહર ટેલર
(૧૦-૧૧-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(મસ્તી અનલિમિટેડ….                              …અજંટા, નવેમ્બર, 2011)

42 thoughts on “હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

 1. લાડલા સ્વયમ્ ને જન્મદિવસે ખૂબ ખૂબ વહાલ….

  હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે 🙂

 2. વિવેકભાઈ
  સૌથી પહેલાં તો સ્વયમ્ને વર્ષગાંઠની અનેકાનેક શુભેચ્છા. હવે બીજી એક મજાની વાત કહું ? આજે મારી દીકરી પ્રિયાનો પણ જન્મદિવસ છે અને એ
  Paedodentistry માં MDS કરી રહી છે.આજે એનો છવ્વીસમો જન્મદિવસ છે. એની એક મિત્રએ એને જન્મદિવસની શુભેચ્છા આપતાં ફેસબુક પર લખેલું,’ What a coincidence ! A Paedodentist born on Children’s Day !’

 3. બહુજ સુંદર બાળગીત..સ્વયંને જનમદિનનેી ખોબલે ખોબલા વધઐઓ અને બહુ બધુ વ્હાલ્..

 4. વ્હાલા સ્વયમ, જન્મદિવસ ની ખુબ ખુબ વધાઈ બેટા, આજે તું ૧૧ વર્ષનો થયો દીકરા ને હું થઇ આજે ૫૪ વર્ષની…!!! तुम जिओ हजारो साल,और साल के दिन हो पचास हजार…!!!
  વિવેકભાઈ આપને અને આપના પત્ની ને પણ વ્હાલા સ્વયમ ના જન્મદિવસ ની વધામણી…GOD BLESS U…!!!

 5. વ્હાલા સ્વયમ, જન્મદિવસ ની ખુબ ખુબ વધાઈ બેટા, આજે તું ૧૧ વર્ષનો થયો દીકરા ને હું થઇ આજે ૫૪ વર્ષની…!!! तुम जिओ हजारो साल,और साल के दिन हो पचास हजार…!!!
  વિવેકભાઈ આપને અને આપના પત્ની ને પણ વ્હાલા સ્વયમ ના જન્મદિવસ ની વધામણી…GOD BLESS U…!!!

  NITA.SHAH.

 6. સ્વયમ્ ને જ્ન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા… !!!

 7. સ્વયમને જન્મદિવસના ખોબલે – ખોબલે અભિનંદન…!!

 8. જન્મદિનના અભિનંદન સ્વયમ.
  ‘વિવેકના શેરોનો આનંદઃ વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન’ પુસ્તક તને પણ અર્પણ કરું છું. તું મોટો થતો જાય એમ જરૂર વાંચશે એમ માનું છું.
  –ગિરીશ
  તા.ક. આજે મારો પણ જન્મદિન છે!

 9. વર્ષગાંઠની અઢળક મબલખ શુભેચ્છાઓ, સ્વયમ્ બેટા !
  તારા પપ્પાને કહેજે કે આજે અમારા વતી તને બબલની રાઈડમાં લઈ જાય… 🙂

  આપ સૌને બાળદિન મુબારક હો…
  આપના બાળકને વર્ષગાંઠ મુબારક હો… તુ જીએ હજારો સાલ સાલ કે દિન હો પચાસહજાર…
  અને બાળકનાં મમ્મી-પપ્પાને એમનો બાળદિન તથા માતૃદિન-પિતૃદિન મુબારક હો…

 10. હેપ્પી બર્થડે.
  ખુબ ખુબ શુભકામનાઓ સાથે.
  ખુબજ સુન્દર અને અણમોલ ભેટ પપ્પા તરફથી.
  મને પણ ખુબ ગમી.

 11. તુમ જીયો હજારો સાલ્.. સાલકે દિન હો પચાસ હજાર્…

  ખબર હોત તો ગઇકાલે ‘દિવ્યભાસ્કર’ના બાળદિનના પ્રોગ્રામમા બાળવાર્તા કહેવા હુ ગઇ હતી તે સ્વયમને બોલાવત ને !! …

  લતા હિરાણી

 12. સ્વયમ્ ને જન્મદિવસે ખૂબ ખૂબ વહાલ….

  હેપ્પી બર્થ ડે .. 🙂

 13. હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે………સ્વયમને જન્મદિવસના ખોબલે – ખોબલે અભિનંદન…!!…

 14. ખુશબૂથી ફૂલે ભમરાને ‘આવ અહીં’ એમ કહ્યું,
  બ્રાન્ડ ન્યૂ લાગે છે દુનિયા, હું લાગું છું જેમ…
  કેમ ? કેમ ? કેમ ?
  કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

  સ્વયમને ૧૧મા જન્મદિવસ અભિનંદન
  અને
  મધુરા બાળગીતના ધન્યવાદ
  એક
  અણજાણ
  પગથી પર
  જાણે
  સ્વયમ શોધી રહયો
  વ જુ દ

 15. Svayam beta…HAPPY BIRTHDAY…
  Wishing you all the happiness in your beautiful life…You are living under ocean of love from your parents.
  God bless you..

 16. તુમ જીઓ હજારોં સાલ સાલકે દિન હો ૫૦,૦૦૦

  ખૂબ ખૂબ અંતરના આશિર્વાદ્

 17. સ્વયમને જન્મદિનની અઢળક વધાઈ….. હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

 18. ખુબ સુદર કાવ્ય રચિ સ્વયમ ને સાચી અને સુદર ભેટ આપી અમારી પણ ખુબ ખુબ શુભકામના

 19. ચિ. સ્વયમને જન્મ-દિવસની અઢળક શુભેચ્છાઓ અને દિલી અભિનંદન!
  સુધીર પટેલ.

 20. મારા વહાલસોયા સ્વયમને વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવનાર તમામ મિત્રોનો મારા, વૈશાલી અને સ્વયમ તરફથી ખૂબ ખૂબ આભાર !!!

 21. Oh! Where is my cake??? Bhai Ishita ane Shweta ni saathe hu pan package deal ma aavune?Nice one.

Comments are closed.