ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ

OLYMPUS DIGITAL CAMERA
(હાં રે મેં તો મારી’તી ફૂંક નંગ એક ને….         …પેંસિલ્વેનિયાના મેદાનોમાં, ૧૩-૦૫-૧૧)

*

નવેમ્બરના આખા મહિના દરમિયાન માત્ર બાળગીતો… બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

*

તાજો તાજો હું બન્યો છું ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ;
મને જોઈને બોલે ક્લાસનું એક-એક બચ્ચુ, ચશ્મીસ ચચ્ચુ,
ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ…

નાના મારા ગોળ-ગોળ ચહેરાની ઉપર આ ચોરસ ચશ્મા
ચોવીસ કલ્લાક હાથ મારો ત્યાં જ રહે છે, તું ફોકટ હસ મા.

ચશ્માં ચોરસ તો પણ પૃથ્વી ગોળ છે બચ્ચુ, બોલ કેવી નવાઈ !
આ વાતમાં ટપ્પી સહેજે પડી ના છોને થઈ ગ્યું આ ભેજું ફ્રાઈ.

સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?

રોજ રિસેસમાં ગોલ-કિપર થઈ હું કૂદીને કેચ કરતો બોલ,
સરકે જરા નાકેથી ચશ્માં ત્યાં હવે તો થઈ જાય છે ગોલ.

મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !!

પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૪-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ક્લિઅર કટ…                           …સ્વયમ્, ડેટ્રોઇટ, ૦૧-૦૫-૧૧)

25 thoughts on “ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ

  1. મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
    ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !! 🙂

  2. રોજ રિસેસમાં ગોલ-કિપર થઈ હું કૂદીને કેચ કરતો બોલ,
    સરકે જરા નાકેથી ચશ્માં ત્યાં હવે તો થઈ જાય છે ગોલપપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
    ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !
    —-આ બન્ને પંક્તિઓ ગમી.

  3. vahhhhhh maja padi gai aaakhi rachna j majjani. sundar,,,… khub gami.but aa line…. vadhu gami.પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
    ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !

  4. અરે વાહ… મજા આવી ગઇ હોં,
    મારે પણ કંઇક આવુ જ થયુ હતુ,
    ક્લાસમાં ગયો, ને બધા સામે જોવે,
    જાણે હું કોઇક અલગ દુનીયામાંથી ના આવી ગયો હોવ..!!

  5. ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !
    So Toching…

  6. આટલા સરસ ચશ્માં કોઈ દિવસ જોયા નથી… સોરી , વાંચ્યા નથી…..ઃ)ઃ)ઃ)

  7. તાજો તાજો હું બન્યો છું ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ;
    મને જોઈને બોલે ક્લાસનું એક-એક બચ્ચુ, ચશ્મીસ ચચ્ચુ,
    ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ…

    સ્વયમ ના મમ્મી ખીજાશે 🙂

  8. સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
    પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?

    બાળપણમા એવી માન્યતા હતી કે સ્કોલર હોય એનેજ ચશ્માં હોય
    બાળપણ યાદ આવી ગયુ

  9. વોવ્….
    ખુબ સરસ છે,
    મજાની વાત તો એ છે કે હુ પન ચશ્મીશ છુ…
    હા હા હા …..

  10. દશ વરસના હરનિશભાઈને ચશ્માનો ચસ્કો લાગ્યો.ચશ્મા મેળવવા માથાનો દુખાવાનું નાટક કર્યું.બા બાપુને ઠસાવ્યું મને ચશમા અપાવો.બાપુજી રાજપીપલાથી સુરત ડોકટર પાસે લઈ ગયા. ડોકટર કહે “તને ચશ્મા–બશ્મા ની મળેં” પોલ પકડાય ગઈ. ભક્ત ધ્રુવ–નો સિનેમા જોઈ પાછા ઘેર આવ્યા.
    વિવેકભાઈ સુંદર રચના–મેમરી લેઈનની સફર કરાવી– અભિનંદન.

  11. મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
    ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !!

    પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
    ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !

    ખરેખર મઝા પદે તેવી સુન્દર રચના. હાશ્ તે વખતે મારે ચશ્મા ન્હોતા.

  12. સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
    પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?

    ekdam sachhi vat vivekbhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *