કશુંક


(પરોઢનો પીળો તડકો….            ….નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(Yellow wagtail ~ Motacilla flava)

*

જાતના દરવાજા ખોલી બહાર ભાગી ગ્યું કશુંક,
શ્વાસ તડકે નાંખ્યા ખુલ્લા ત્યાં તો પીગળી ગ્યું કશુંક.

મસળી, ચોળી, ઝાટકી ઇચ્છા બધી મેં સૂકવી,
એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક.

હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

આભ એનું એ જ, સૂરજ, ચાંદ-તારા એના એ જ,
તો તો નક્કી આ નજરમાંથી જ નીકળી ગ્યું કશુંક.

બાજુમાંના બંધ ઘરનું આંગણું ન હોય એમ
જે મળ્યું રસ્તામાં એ મારામાં નાંખી ગ્યું કશુંક.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

– વિવેક મનહર ટેલર

33 thoughts on “કશુંક

 1. હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
  ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

  Excellent… !!

 2. મસળી, ચોળી, ઝાટકી ઈચ્છા બધી મેં સૂકવી,
  એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક.

  હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
  ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

  khubaj sundar!!!

 3. ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
  તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

  બહુ જ સુંદર . એ શું જતું રહ્યું એ ખબર પડી જાય તો?

  છેલ્લા શેરમાં મૃત્યુ મૂક્યું અને ‘બેફામ’ યાદ આવી ગયા. બહુ જ ઉત્કૃષ્ઠ રચના.

 4. વિવેકભાઈ,

  ‘મસળી, ચોળી, ઝાટકી ઈચ્છા બધી મેં સૂકવી,
  એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક…’

  આ સારગર્ભિત પંક્તિઓ ક્યારેય નહીં ભૂલાય.

  -જયદીપ.

 5. ડાળ વચ્ચે ફૂલ ,શુલ સાથે શોભતું,
  વિવેક-વાણી, વાચા એને આપતી,
  સાહિત્યનું વ્રુક્ષ આજ ઘટાદાર શોભતું.

  ગુઢાથૅ ભાવો ને સુંદર રીતે આવરી લીધા છે.

 6. એમ ઇચ્છાઓ સૂકાય નહીં ને આમ ભીનું સંકેલાય નહીં
  વેદના છે લાગણીમહીં, સાવ આમ તડકે મૂકાય નહીં.

 7. Just one line i am regularly said,,,,………. how to find out the greatest word from our gujarati language. your poetry is outcome from nearest heart. such a great one.

 8. Hi Vivek this poetry is very good.U know my self im not read this so im help of my uncel they convert Poetry in to hindi.

  So thanks Take
  Rajveer Singh

 9. hi vivek

  so now i can say that our hasta rekha will be change by “kashuk” right no.

  so once again it is really nice and sometimes “kashuk” will change not only hasta rekha but all thing.

 10. આ ગુઢાર્થ ધરાવતા ખુબ જ સુદર શેર છે,

  જાતના દરવાજા ખોલી બહાર ભાગી ગ્યું કશુંક,
  શ્વાસ તડકે નાંખ્યા ખુલ્લા ત્યાં તો પીગળી ગ્યું કશુંક.

  મસળી, ચોળી, ઝાટકી ઈચ્છા બધી મેં સૂકવી,
  એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક.

  હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
  ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

  અના મને તો આ વાત ગમી ગઈ…. સાચે જ એવુ જ બનતુ હોય છે
  આવુ જ કશુક કયારેક આખી જીંદગી બદલી દેતુ હોય છે,

  બાજુમાંના બંધ ઘરનું આંગણું ન હોય એમ
  જે મળ્યું રસ્તામાં એ મારામાં નાંખી ગ્યું કશુંક.

 11. આભ એનું એ જ, સૂરજ, ચાંદ-તારા એના એ જ,
  તો તો નક્કી આ નજરમાંથી જ નીકળી ગ્યું કશુંક.

 12. Vivek..!!
  You are expressing your heart’s feelings in a wonderful way.
  Keep it up.
  —CYRUS—

 13. Sapna ma aave che,
  Pari jevi lage che.
  Sapna ma aave che,
  Pari jevi lage che,
  Roj Roj aave che,
  Sali NAVRI lage che…..

 14. Sapna ma aave che,
  Pari jevi lage che.
  Sapna ma aave che,
  Pari jevi lage che,
  Roj Roj aave che,
  Sali NAVRI lage che…..

 15. bahu saras rachana vivekbhai. aa sher khub gamyo:

  મસળી, ચોળી, ઝાટકી ઈચ્છા બધી મેં સૂકવી,
  એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક.

  ashariri thaine lakhaayelo aa sher paN khub gamyo:

  ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
  તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

 16. Hi Vivek,

  Nice ghazal, a small gift from me

  Chup raheva ni rit sari chhe !
  Loko chone kahe nathari chhe !
  Ful taru chhe Rang tara chhe !
  Me to Fa-ka-t khusbu ne mathari chhe !
  Kale upvan hatu saras ahiya !
  Aaje avasesh ma aa Zari chhe !
  Kaik dava karo chho milkat na !
  Jindagi to sada tamari chhe !
  Tyay Brahmand ” RAHI” Dekhase !
  Aa gazal to anokhi bari chhe !

  Adam thi dam sudhi,
  Ak Sirasto Thai gayo,
  Janmvu,Janmavu ne marvu,
  Sahelo sirasto thai gayo,
  Koik virla avatari ne,
  Tari gaya ne taari gaya,
  Nakamiyab setan tyare,
  Hath gasata rahi gaya,
  Garbhasth sisu hato,
  Janmi ne Brahmin thai gayo,
  Udar ma je bhrun hato,
  Bahar musalman thai gayo,
  Joi ne tamaso nicheno,
  Uparvalo bahu Khinn thai gayo,
  Ke banne maraj sarjan,
  Ne emno hu Bhinn thai gayo,
  Kono rath hanku have hu?
  Arjun to kal lin thai gayo,
  Dhutrastra ne badale ahi to khud,
  Dharm j Drstihin thai gayo,
  Avatare dhari dhari ne,
  Avtari have thaki gayo,
  “HANS” kon gase have GITA ?
  Khud govind gamgin thai gayo !

  Ek Divo lai aav tu,
  Te pacchi tofan ne bolav tu,
  Ankhe chhe ke jyot,samjatu nathi,
  Sahej divo nazadik lai aav tu,
  Aabh e ajavali sakvanu nathi,
  Ena karta divo ghar ma lav tu,
  Hoi jya haiu zalahaltu sada,
  Tya amasto na divo salagav tu,
  Ne tane srdhha j hoi ke nahi dube,
  To bhale jal ma divo sarkav tu,
  Ke have kyathi salagse Jyot thai?
  Thai chuki andhar ma garkav tu,
  Etlathi kai jat parkhai na,
  Sekdo diva bhale salagav tu,
  E bhale ne hoi Mrutu su thau,
  Marg ma ene pan divo batlav tu,

  Thank you,

  Yours
  Mayank

 17. A smile cost nothing, but gives so much.

  It enriches those who receive it,
  without making poorer those who give.
  It takes but a moment, but the memory
  of it sometimes lasts forever.

  None is so rich or mighty that he
  can get along without it,
  and none is so poor but that
  he can be made rich by it.

  A smile creates happiness in the home,
  fosters goodwill in business,
  and is the countersign of friendship.

  It brings rest to the weary,
  cheer to the discouraged, sunshine to the sad,
  and it is nature’s best antidote for trouble.

  Yet it cannot be bought, begged, borrowed,
  or stolen, for it is something that is of no
  value to anyone until it is given away.

  Some people are too tired to give you a smile.

  Give them one of yours, as none needs a smile
  so much as he who has no more to give.

 18. ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
  તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…speechless..

 19. હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
  ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.
  ખુબ સરસ!!!

 20. વાહ.વાહ્…વાહ્…બસ બીજુ કઈ નહીં..
  હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
  ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

Comments are closed.