(પૉસ્ટ 300) કમાલ નોખા છે…

1
(નસીબના વાવેતર…           ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

*

બધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે,

આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૦)

*

OLYMPUS DIGITAL CAMERA
(હરિત સ્વપ્નો…                 ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

44 thoughts on “(પૉસ્ટ 300) કમાલ નોખા છે…

  1. ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
    પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

    બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
    ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે
    રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
    કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

    ખુબ ગમ્યુ…

  2. વાહ વિવેકભાઈ, સુંદર ગઝલ! મત્લો અને આ બે શેર જરા વિશેષ ગમી ગયાઃ

    બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
    ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

    રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
    કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

  3. નિઃશબ્દ……!
    તારા ગીત-ગઝલના અંદાજે બયાં નોખા છે.

    રાજેશ ડુંગરાણી.

  4. અતિ સુંદર્…
    આ ફોટોગ્રાફ અને આ પંક્તિઓ વાંચી ને “ધ ગ્રેટ્” કવિ શ્રી જયન્ત પાઠક ની વાણી યાદ આવી ગયી…………….(ખાસ કરી ને “નસીબના વાવેતર …” નામક ચીત્ર પરથી..)…

    “વેર્યાં છે બીજ અહી છુટ્ટે હાથે તે હવે,
    આભ જાણે ને જાણે વસુંધરા…”

    (શબ્દો ની ભૂલ માફ કરશો…ભાવનાઓ કો સમજો)..

    દર્શન ..

  5. રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
    કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
    વાહ્
    જબ ફ઼ાઇલુન ઔર મફ઼ાઈલુન આદત મેં આ જાતે હૈં।
    શેર ઉસી કે બાદ કહે જાતે હૈં।
    કવિ ક્યા હોતા હૈ. બાત કહને કી હોતી હૈ કિ કોઈ કિસી ફિક્ર કો કિસ અંદાજ મેં કિતને કમાલ સે
    કહ પાતા હૈ… ઔર અગર કહને કા કમાલ ન હો તો ફિક્ર કિતના ટટકા ઔર ટોટકા હોતી હૈ.

    બસ.

  6. વાહ્..ક્યા બાત હૈ…બહોત અચ્છે,બહોત અચ્છે…..

    ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
    પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

    અને

    રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
    કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે…….મસ્ત,મસ્ત…

  7. ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
    પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
    સુન્દર શે’ર્. સમગ્ર ગઝલ સુંદરભાવથી ભરેલેી છે.

  8. તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
    અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

    વાહ…

  9. સુન્દર અને સરસ રચના.
    આંસુ સહુ ન સરખા પણ રુમાલ જુદા,
    કલમ જુદી જુદી પણ કમાલ જુદા,
    સરસ.

  10. બહુત અચ્છે ડોક્ટર સાહેબ !.

    તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
    અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

  11. તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
    અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

    બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
    ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

    રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
    કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

    સુંદર શેર !!!

  12. બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
    આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

    બધું જાણવા છતાં ન સ્વીકારી શકાય તેનું નામ જ જિદંગી !
    ગજેન્દ્ર. ચોકસી.
    કનેક્ટીકટ , અમેરીકા.

  13. તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
    અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

    અમે તો ર્હદયથી તમારા સૂર-તાલ અને ગઝલ પકડીએ છીએ અને માણીએ છીએ.

  14. બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
    આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

    ખુબ જ સરસ …
    અમિત કાલરિયા

  15. ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
    પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છેખરે છે …….હદયને છેડી ગઈ આ ગઝલ.

  16. સુંદર ગઝલ્!
    રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
    કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે. આપંક્તિ ખૂબ ગમી! રાજપીપળા સૌરાષ્ટ્રમાં છે ને?
    સપના

  17. ખુબ સુંદર રચના.

    આપણી વચ્ચે વિચારોના આદાન પ્રદાનનો જે એક સેતુ બંધાયો હતો તેના અનુસંધાન
    માં આપે આ ગઝલનો અંતિમ શેર ટાંક્યો હતો. ત્યારથી આ ગઝલ વાંચવાની ઇચ્છા હતી જે આજે
    પરીપુર્ણ થઇ છે.

    અભિજીત પંડ્યા ( ભાવનગર ).

  18. ખુબ સુંદર રચના. આપણી વચ્ચે વિચારોના આદાન પ્રદાનથી જે એક મજબુત સેતુ બંધાયો હતો તેના

    અનુસંધાનમાં આપે આ ગઝલનો અંતિમ શેર ટાંક્યો હતો. ત્યારથી આ ગઝલ વાંચવાની જે ઇચ્છા હતી

    તે આજે પરીપુર્ણ થઇ છે.

    અભિજીત પંડ્યા ( ભાવનગર ).

  19. અમે તો એટ્લું જ ક હે વા ના કે અ મા રા વિ વે ક ભાઇ અનોખા છે……

  20. ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
    પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે

    everybody would like this line as tears of all the persons are same,
    If tears could build a stairway
    and thoughts a memory lane
    I’d walk right up to heaven
    and bring you home again

  21. રાજ્-પિપલા ના સુન્દેર ફોતોૂગ્રાફ જેવિ જ સુન્દેર ગઝલ્

  22. સુંદર ગઝલ સાથે ૩૦૦મી પોસ્ટ બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  23. Vivekbhai,
    You are gifted “ma Sarswati’s” boon to you word can’t explain! how thrilled or emotioal, I was looks like you have expressed my feelings, excellent is not the word keep it up ,willl pray for you that she showers her blessings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *