(પુણ્યસલિલા તાપી…. ….જુન-2006)
*
શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.
રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.
શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?
શ્વાસોના તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.
કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.
– વિવેક મનહર ટેલર
ગુડાણું = છુપાવું (અહીં જમીનની અંદર દટાવાના-છુપાવાના અર્થમાં વપરાયું છે)
સાલિયાણું = વાર્ષિક વેતન
કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા:
માગે કશું બીજું ના…શબ્દોનું સાલિયાણું.
તથાસ્તુ !લિ.એક ગરાસદાર.
વાહ…!!
શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.
આ ગઝલની નીચે તમારુ નામ ના લખ્યું હોય, તો પણ તમારા ચાહકો આસાનીથી ઓળખી શકે, કે આ શ્બ્દો તો તમારા જ હોય.
ભલે તમારા શ્વાસોનો રાજા શબ્દોનું સાલિયાણું માંગતો હોય..
એને ખબર નથી કે અમારા વિવેકભાઈ શબ્દોના અખિલ બ્રહ્માંડનું ઐશ્વર્ય ધરાવ છે…
ફક્ત સાલિયાણું જ નહીં, એક એક ક્ષણનો કર માંગશે તોયે વિવેકભાઈ ચૂકવશે… એ ક્ષણોમાં જીવનારા કવિ છે..!!!
ધર્મેશ
just to say only on thing…..wah wah wah and so nice
Ja Rahe Ho, Phir Se Mujhe Rula Rahe Ho
Sapne Deekha K, Deep Bujha Rahe Ho
Kyun Suna Rahe Ho, Aur Ab Kyun Tarpa Rahe Ho
Hamari Zindagi Le K Kahan Jaa Rahe Ho
Sagar Toh Hai Meri Zindagi Bhi,
Ab Kisko Sagar Bana Rahe Ho
Pass Ana Hai Mushkil Gar Tera
Mujhe Phir Kyun Nahi Bula Rahe Ho
Main Pass Ana Chati Houn Tere
Mujhe Kyun Doori Ka Ehsas Dila Rahe Ho
Kyun Door Jaa Rahe Ho
Kiya Khush Ho Tum Bhi, Ya
Meri Tarah Ansoon Baha Rahe Ho
Dil Main Kya Hai Tere, Yeh Janti Houn Main Bhi
Jhooti Hansi Phir Kyun Sab Ko dekha Rahe ho
Pyar Hai Hamari Zindagi, Yeh Jante Ho Tum Bhi
Phir Kyun Aisay Tum Sab Se Chupa Rahe Ho
Aa Jana Jaldi Se ,Yeh Dil Kahin Lagta Nahi Hai
Hamein Udaas Kar K Tum, Yeh Kaha Ja Rahe Ho
Pyar Toh Hai Magar Is Piyar Ko Chupa Rahe Ho
“શ્વાસોના તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.”
કર્ણ અને મહાભારતના યુધ્ધમાં અંતે ખૂંપી ગયેલા તેના રથના પૈડા તરફનો આ અંગુલીનિર્દેશ બહુ જ ગમ્યો.
શબ્દ ન હોય તો શ્વાસ પણ કર્ણની જેમ ગુડાય.
વાહ! તમારી શબ્દપ્રીતને લાખો સલામ.
સુંદર રચના વિવેકભાઇ !!!
…..
પ્રિય વિવેકભાઇ, તમારી રચનાને સરાહવા માટે તમારા જ શબ્દોનાં થોડાં શ્વાસો હવે તો તમારી પાસે જ ઉધાર લેવા પડશે શું?!! …કારણકે અમે તો એકદમ કંગાળ થઇ ગયા છે !!
“ઊર્મિસાગર”
http://www.urmi.wordpress.com
Jena smaran matra thi Pawan thai jawai avi “TAPI”‘
Jena sabda matra thi Prabhavit thai jawai ava “TAME”.
સરસ ગઝલ… છેલ્લાં બે શેર સૌથી વધુ ગમ્યા. ગુડાણું અને સાલિયાણું બન્ને શબ્દો સરસ અસર આપે છે. રાતોના કાગળોમાં… શેર પણ ગમ્યો.
તાપીનો ફોટો જોઈને એક વાર ભર વરસાદમાં હોપપુલ પર ઊભા રહેવાનો (રેઈનકોટ વગર) પ્રયોગ કરેલો એ યાદ આવી ગયું.
Pingback: soma medication
aawweesoommee….
શ્વાસોના તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.
વાહ!
રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું
શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?.
……..