હોવાપણું – ૨


(બુદ્ધં શરણં ગચ્છામિ……        … બૌદ્ધ સ્તુપ, સાંચી, M.P., નવે.-૦૫)

*

હોવાપણાનો ભાર શું ત્યાગી શકાય ?
શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?

હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
શું આપમાંથી આપથી ભાગી શકાય ?

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?

જોવાપણું, ખોવાપણું, રોવાપણું-
હોવાપણાની બ્હાર જો દાગી શકાય !

હોવાપણાની બહારની વાતો કરો,
આ પ્રાણ શું છે ? કાંચળી ! ત્યાગી શકાય.

જે છે ‘વિવેક’ એ શું છે ? શું હોવાપણું ?
…એક શ્વાસ જે શબ્દો કને માંગી શકાય.

-વિવેક મનહર ટેલર

‘હોવાપણું’ ગઝલશૃંખલાની ત્રણ ગઝલમાંની આ બીજી ગઝલ છે. ગઝલના મક્તામાં પોતાનું નામ વાપરવાનો પ્રયોગ આ શૃંખલામાં સૌપ્રથમવાર કરી રહ્યો છું. આપનો અભિપ્રાય હંમેશની પેઠે આવકાર્ય છે.

13 thoughts on “હોવાપણું – ૨

  1. docter saheb

    kon jane kem tamara shabdo na bandhani thai javu hash k kem ?

    chhella 2-3 tran divas thi aapna blog ni mulakat na thai shaki, jayshree no tahuko na sambhdi shakayo , to lagtu jane aaje koi khas kam karvanu rahi gau na hoy !…!….!

    pan aavi santakukadi pan kyarek rami lebi sari …. but

    your absence should be long enough so that people misses you… but it should not be so long that people learns to live without you….

    હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
    મારા વગર મુજથી અગર ભાગી શકાય…

    અને ગઝલ જયારે રચાય ને ત્યારે ગઝલકાર એે માટે ઘણુ ખર્ચતા હોય છે એટલે એ ગઝલનુ ગઝલકાર સાથે એકીકરણ થઇ જાય છે અને જે પોતાનો જ અંશ છે

    એને નામ આપો તો ખોટુ શુ છે ?….?…?

  2. બુદ્ધં શરણં ગચ્છામિ…સંઘં શરણં ગચ્છામિ,
    ધમ્મં શરણં ગચ્છામિ..
    જે છે ‘વિવેક’ એ શું છે ?શું હોવાપણું ?
    એક શ્વાસ જે શબ્દો કને માગી શકાય !
    ઉમાશંકરના ‘ભોમિયા ‘તો નથી ને કવિ ?

  3. હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
    મારા વગર મુજથી અગર ભાગી શકાય…

    શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?

    આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
    છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?

    વિવેકભાઇ, ખૂબ જ સુંદર શબ્દો છે!!
    બીજા બધાથી તો ઠીક પણ તમારા આવા સુંદર શબ્દોથી દૂર તો ભાગવું હોય તોયે ભાગી ના શકાય!!

    “ઊર્મિ સાગર”
    http://www.urmi.wordpress.com

  4. આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
    છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?

    વિવેકભાઇ,
    દરેક ભ્રમ ભાંગવા જરૂરી છે ?

    કોઇ ભ્રમ ને લીધે જો અસ્તિત્વ ટકી રહ્યું હોય, તો એવા ભ્રમને છેવટની પળ સુધી અકબંધ રાખીએ, તો ના ચાલે ?

  5. વાંચી વાંચીને વિચારે જ ચઢી ગયો. શું છે આ આપણું હોવાપણું? ભ્રમ હો તો ભ્રમ, પણ …

    “જ્યાં હોઇએ ત્યાં જ રહીએ અમે.
    હોઇએ ત્યાં જ ઝળહળીએ અમે.”

    હજુ ઝળહળવા સુધી તો પહોંચાયું નથી – રાજેન્દ્ર શુકલની જેમ, પણ આનંદના પ્રદેશમાં આ હોવાપણું સતત નહીં તો ય વધારે વખત આપણને રહેવા દે તો પણ ઘણું.
    આવી રચનાઓ વાંચીએ ત્યારે ચેતનાના આ પ્રદેશોમાં જ રમતા, હસતા, નાચતા, કૂદતા રહેવાની વૃત્તિને પોષણ મળે છે.
    આભાર, વિવેક !

  6. વિવેકભાઇ,
    શબ્દોનો વિવેક તમે ઉત્તમ કર્યો છે! વિવેકમાં સરળતા હોય છે. વિવેકમાં આતમની સુગંધ હોય છે. વિવેકમાં હ્રદયસ્પર્શી આચાર હોય છે. તમારી કવિતા આ સર્વે ખૂબ વિવેકપૂર્ણ પ્રગટ થાય છે.

    http://swaranjali.wordpress.com

  7. વિવેકભાઈ,
    આપના પિતાશ્રીનાં નિધન વિષે જાણ્યું, પ્રભુ તેમનાં આત્માને શાંતી આપે. અને આપના કુટુંબને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.

    નીલા કડકિઆ

  8. હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
    શું આપમાંથી આપથી ભાગી શકાય ?

    આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
    છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?..awesome…….

  9. હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
    શું આપમાંથી આપથી ભાગી શકાય ?……કે કદાચ……શું આપમાંથી આપને ભાગી શકાય ?

    ..સરસ વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *