*
સહુ વાચકમિત્રોને દિવાળીની શુભેચ્છા અને તન-દુરસ્ત મન-દુરસ્ત નૂતન વર્ષની મંગલ કામનાઓ…
*
માથે-મોઢે
રૂમાલ બાંધીને
દિવાળીની સફાઈ કરવા
હું માળિયામાં પેસી.
કરોળિયાના જાળાઓમાં
શિકાર થઈ ગયેલાં
મારા ગઈકાલનાં વર્ષોનાં કંકાલ ઝૂલી રહ્યાં હતાં.
એક પલવડી
ધ્યાનભંગ થઈ અને ભાગી ગઈ,
મારાં સ્વપ્નોનાં કટાઈ ગયેલાં વાસણોનાં ઢગલા પાછળ.
મારી પિયરની નેઇમ-પ્લેટ પર
તૂટી ગયેલાં જહાજોનાં દિશાહીન ભંગારનો ભૂકો ફરી વળ્યો હતો.
કરચલીઓનાં કાટમાળ પછવાડેથી
જડી આવ્યું એક આલબમ.
એને ખંખેરતાં જ
પડળ પર પડળ થઈ ચડી ગયેલાં સંબંધોએ
આખા માળિયાને તરબતર કરી દીધું…
અંતરસના અવાવરૂ કૂવા
મારી ભીતર જોરશોરથી
ફાટી ગયેલા અવાજોના જિન્ન સમા
પડઘાવા માંડ્યા
અને
નાની-શી તિરાડમાંથી
બિલ્લીપગલે ઘૂસી આવેલ તડકાનો રૂમાલ
અચાનક મારામાંથી ઓગળીને
આલબમ પર પડેલ એક ટીપાનેલૂછવા માંડ્યો.
આલબમના પહેલાં જ પાનાં પર
અમારા હનીમૂનનો ફોટો ચોંસઠ દાંત ઊઘાડીને બેઠો હતો.
-વિવેક મનહર ટેલર
(૧૫-૧૦-૨૦૦૯)
ખુબ સુન્દર્ અભિવ્યક્તિ દિવાળીની સફાઈ!! આપ ને દિવાળીની શુભેચ્છા અને સાલ મુબારક.
પ્પ્ય ડિઇવલિ & રિઘ્ત ણેવે અર્
સરસ રચના,પ્રત્યેક વાચક્ને પોતની ભીતર્ ઝાંકવા મઝ્બુર કરે છે.દરેક ને એક રુડો/કુડો ભુતકાળ
માળીયાના આલ્બમમા ધરબાયેલો હોય છે.
બધા બ્લોગ વાચકોને અન્તરના નુતન વર્ષાભિનંદન્….
સરસ કાવ્ય!
આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન!
સુધીર પટેલ.
અતિ સુંદર……..
આપને તથા દરેક વાચકમિત્રો ને દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન!
happy diwali and happy new year sir
સરસ. કાવ્ય… મોઢે રુમાલ બાંધીને નહી પણ ચોસઠ દાત ઊઘાડીને સૌને સાલમુબારક!!
મઝાની અભિવ્યક્તી
મારી પિયરની …
સામાન્ય રીતે સ્રીઓ પિતાના ઘર માટે શબ્દ પ્રયોગ કરે
તે તમારે માટે કર્યો તે ગમ્યું
અને જાતે સફાઈ કરો છો તે ગમ્યું
બાકી આવી સુંદર તસ્વિર તો…
દિલકે આયનેમેં રખતે હૈ તસ્વિરેયાર
જબ જરા ગરદન ઝુકાઈ દેખ લી
રોજ મંગલ કામનાઓ કરીએ જ છીએ
આજે પર્યાવરણ મિત્ર જીવનની એક વધુ મંગલ કામના
આદરણીય પ્રજ્ઞાબેન,
આપે કવિતા વાંચવામાં થોડી ઉતાવળ કરી દીધી હોય એમ લાગે છે. આ કવિતા એક સ્ત્રીની જ સ્વગતોક્તિ છે. કવિતાની શરૂઆતમાં આ વાત સ્પષ્ટ કરી જ દીધી છે. જુઓ,
માથે-મોઢે
રૂમાલ બાંધીને
દિવાળીની સફાઈ કરવા
હું માળિયામાં પેસી.
– અને બીજી વાત.. કવિતા કવિની આત્મકથા હોય એ જરૂરી નથી. શા માટે આ કવિતામાંથી આપે એવો અર્થ તારવ્યો કે હું દિવાળીની સફાઈ કરું છું? મારા અંગત જીવનમાં હું સફાઈ કરતો પણ હોઉં.. પણ એ કવિતામાં વ્યક્ત કરવું જરૂરી તો નથી ને?
દિવાળીની શુભકામનાઓ…
અમારી વાત વાંચો છો તેનો વધુ આનંદ થયો
બાકી પશ્ચાત જર જર ભવતી દેહે… કોઈ વાત સાંભળવા પણ રાજી નથી!
હવે તો થાય કે રોજ ભૂલ કરુ અને
રોજ બધાનું ધ્યાન દોરાય અને
તમારા જેવાનો મીઠો મીઠો સુધારો…
દિવાળી મધુરી થઈ ગઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ
અરે અરે પ્રજ્ઞાબેન,
આ શું કહ્યું?!
મિત્રો દિલથી પ્રતિભાવ આપે એ વાંચીએ પણ નહીં, એમ? એવું તે હોતું હશે?
આપની લાગણીઓ સિર-આંખો પર… આપે મારી વાતનું માટઃઉં ન લગાડ્યું એથી મારી દિવાળી પણ સુધરી ગઈ… આભાર!
આદરણીય શ્રીવિવેકભાઇસાહેબ,
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.
માળિયાં સાફ કરતાં હનીમૂન જડે!
સાચેજ આખુંય જીવન જ ક્યાક ખોવાયું છે.
આનંદ આવ્યો.અભિનંદન.
માર્કંડ દવે.
સુન્દર રચના happy diwali&happy new year
Girish dave
Very nice poem.
Wish u and all a very happy diwali and a prosperous NY.
સરસ આલેખન
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા
ભાર્ગવ જાની
વાહ વિવેકભાઈ!
દીવાળીની સફાઈના માધ્યમે બહુ જ નાજુક વિષયને સાંકળ્યો અને અંતિમબંધ સુધી પલકારો પણ મારી ન શકીએ એટલી એકાગ્રતાથી વાંચવી પડે એમ નિભાવ્યો એ કાબિલ-એ-દાદ ગુંથણી થઈ છે અભિવ્યક્તિની.
કેટલાં ય વાંચકો ભૂતકાળને વાગોળવામાં વ્યસ્ત થઈ ગયા હશે……..!
-દીવાળીની સફાઈ અને દીવાળીની શુભકામનાઓ સાથે, બધાને નૂતન વર્ષ મુબારક.
ભૂતકાળ વાગોળતું એક સુંદર કાવ્ય !
અભિનંદન !
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ !
વિવેકભાઈ,
શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
આવનાર દિવસોનો તડકો આપણા યંત્રવત્ જીવનને ઓગાળી આપણા મુખ પર ફરી ચોસઠ દાંત ખોલાવે તેવું હાસ્ય રેલે એ શુભેચ્છા …
નખશિખ સુંદર અછાંદસ.હેપી દીવાળી અને નૂતન વર્ષાભિનન્દન
ડૉ.શ્રી વિવેકભાઇ,
અરે ! મજા આવી ગઇ.
નાની-શી તિરાડમાંથી
બિલ્લીપગલે ઘૂસી આવેલ તડકાનો રૂમાલ
અચાનક મારામાંથી ઓગળીને
આલબમ પર પડેલ એક ટીપાનેલૂછવા માંડ્યો.
આલબમના પહેલાં જ પાનાં પર
અમારા હનીમૂનનો ફોટો ચોંસઠ દાંત ઊઘાડીને બેઠો હતો.
ખરેખર દૂનિયામાં જે છે તે યાદોં જ છે કે જે કદી હસાવે છે અને કદી રડાવી નાખેં છે.
ખુબજ સુંદર રચના
લી. પ્રફુલ ઠાર
સુંદર અછાંદસ.યાદના મોતી સાફ કરવા અઘરા છે..સૂરજનું એક કિરણ આવે એ કલ્પના દિલમા ઘર કરી ગઈ…આ વાંચી મને મારૂ કાવ્ય” યાદના મોતી “યાદ આવ્યુ.
સપના
નુતન વર્ષાભીનંદન્..
સરસ રચના,વાસ્તવીક્તા ડોકાઈ રહી છે.
ઘણા આગળ વધતા રહો,ભગવાન તમારી બધી ઇછાઓ પુરી કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
Vivekbhai and all readers Happy Diwali and a Happy New Year. Vivekbhai very nice lyrics. It is full of feelings. Pragnaben I enjoy reading the comments and this makes us like one family , this way we all one. Vivekbhai keep giving us more like this.
દ ર વ ખ તે બ ત્રી સ લ ક્ષ ણા કા વ્ય રુ જૂ ક રો છો………..મો લ ના ક લ્ચ ર્ માં મેળા અને માળિયા અને ચોંસઠ દાંત …………બ હુ જ ગમ્યુ………
સરસ !
નવ વર્ષ-નવી રોશની-નવ ઉલ્લાસ અને નવ સર્જન માટે હાર્દિક શુભકામનાઓ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
એક પછી એક પ્રતીકોની સાંકળમાં સળંગાતું માવજત ભર્યું કવિકર્મ.
It is very difficult to open up multiple dimensions in an event based poetry. But this poem/poet does this effectively.
સાહેબ ! એ ફોટો જોવાની તાલાવેલી જાગી છે …હવે તો !
તમે સાઁભળ્યુઁ ને ?
સરસ કાવ્ય, ડો.વિવેકભાઈ, દિવાળીની સફાઈ અને લગ્ન-કુટુમ્બજીવનને સાન્કળી લીધુ, સુરતમા ઘરના માળીયામા મહેનત કરાવવામા આવતી પણ કાંઈ મળતુ ના હતુ એ બધુ યાદ કરાવવા બદલ આભાર, નુતનવરસની શુભકામનાઓ…..
જીવનની કોઇ સંધ્યાએ ભીતરના વાસી થઈ ગયેલા મન-માળીયાને ઢંઢોળતી નારીને તરોતાજા કરી મુકતુ કાવ્ય. સંબંધોના ઢગ નીચે આમ કઈ જડ્યા જ કરે છે જ્યારે જ્યારે વિચારીએ ત્યારે…
કાવ્યના શબ્દોએ ખરેખર ભુતકાળની ગલીઓમા ધીરે થી સેરવી દિધા.
સરસ, ખરેખર સ-રસ રચના.
સુંદર….સફાઈદાર રચના……!!!!!
ડો.નાણાવટી
હનીમૂનનો ફોટો ચોંસઠ દાંત ઊઘાડીને બેઠો હતો !!!!!
ઓહ…
સુંદર..સરળ, ભાવવાહી શૈલીમાં સંસ્મરણોનું નિરૂપણ.
જુનિ આલ્બમ જોતા નજરે પડે એ સુંદર ચ્હેરા ;જોઇ મન ભરાતુ ;શોધવા મારે ક્યા એ ચહેરા?થયા પુઠા મા કેદ કે પછિ બનિ યાદબેઠા એ ચહેરા???
Khub sundar rachna..
Abhinandan Dr.saheb…
Khub sundar rachna…
દિવાળી વેકેશન નિમિત્તે નવ દિવસ કચ્છ જવાનું થયું…
નૂતનવર્ષની શુભકામના પાઠવનાર અને કવિતા વિશે પ્રતિભાવ આપનાર સહુ વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…
નૂતન વર્ષની મંગલ કામનાઓ…!!
ખરે જ સરસ અભિવ્યક્તિ.
જોકે, નવા ‘મકાનો’માં તો માળિયા પણ નથી હોતાં
અને હોય તો પણ નાનાં … 🙂
સ-રસ અભિવ્યક્તિ…
મને તો વર્ષો પહેલાનું અમારા ઘરનું ‘કાતરીયું’ ખૂબ જ યાદ આવી ગયું… 🙂
સરસ
MANE PARIS MA MARA JUNA GAR NI YADO AAVI GAYI KUBH SARESH DIL THI ABHINANDEN
Very nice ,
વાંચી ને ખુબજ આનંદ થયો ..
ખૂબ ખૂબ આભાર…