*
એવું નથી કે મેં તને પહેલાં ન જોઈ’તી,
પણ આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી.
પહેલાંય તારી ચાલ, જે આજે છે એ જ હતી,
ને ગાલ પર ખંજન હતાં પહેલાંય આનાં આ જ;
પહેલાંય રોકટોક વિના કરતી તું તારી વાત,
જેનાથી વાતે-વાતે હું આવી જતો’તો વાજ,
સઘળું છે એનું એ છતાં શીદ એનું એ નથી?
શું આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી?
રસ્તામાં આજે હું મને સામો મળી ગયો,
ઓળખી જ ના શકાયું, મને હું જ છળી ગયો;
તુજ ચાલ, ગાલ, બકબક -સઘળું ગમે છે કેમ?
આ માર્ગ ક્યાંથી નીકળ્યો’તો ને ક્યાં વળી ગયો?
મારામાં હું નથી, તું છે તારામાં શું હજી?
હા, આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી!
– વિવેક મનહર ટેલર
(૧૨-૦૧-૨૦૨૧)
*
વાહ.. સરસ રચના..
‘મારામાં હું નથી,
તું છે તારામાં શું હજી?’..
વાહ વાહ… ખૂબ જસરસ
Saras
વાહ! લાજવાબ
વાહ વાહ
મજાનું ગીત
Saras geet
તસવીર વખાણું કે ગીત વખાણું
ફરી ફરી નિહાળું ફરી ફરી માણું
વાહ
વાહ..વાહ..ખૂબ સરસ ગીત
મારામાં હું નથી, તું છે તારામાં શું હજી?
હા, આંખ આ પહેલાં કદી આવી ન મોહી’તી! Waah !
– વિવેક મનહર ટેલર –
આહા
મારા માં હું નથી, તું છે મારામાં શું હજી ?
ખુબ સરસ રચના.
મારામાં હું નથી, તું છે તારામાં શું હજી….
શ્રેષ્ઠ અભિવ્યક્તિ
હા ખુબ સરસ .. 🙏🙏