(ઔર યે લગા છગ્ગા….. ….સ્વયમ્, સાપુતારા, ૧૬ મે, ૦૯)
*
આજે એક બાળગીત… અને સાથે જ એક નાનકડું વેકેશન… જલ્દી જ ફરી મળીશું…
*
મસ્ત મજાનો લાગું છું ને, પાડો મારો ફોટો !
પપ્પા ! થઈ ગયો હું મોટો…
આયનો નજરે ક્યાંય ચડે તો
પગને લાગે બ્રેક;
વાળ બરાબર છે ને મારા,
નજર કરી લઉં એક.
આયનો જાણે પાણી છે ને હું જાણે પરપોટો.
પપ્પા ! થઈ ગયો હું મોટો…
મોબાઈલ માંગું ગેમ રમવા,
મેસેજ વાંચી કાઢું;
મિસ્ડ કૉલ્સનાં લિસ્ટ જઈને
મમ્મીને હું આપું.
મારી આ જાસૂસગીરીનો જડે બીજે શું જોટો ?
પપ્પા ! થઈ ગયો હું મોટો…
કમ્પ્યુટર પર તમે તો ,પપ્પા !
ફાંફા મારો કેવળ;
પાર કરું હું એક-એક ગેમનાં
લેવલ ઉપર લેવલ.
ને તોય તમે ધધડાવ્યે રાખો મને જ ખોટ્ટમખોટ્ટો.
પપ્પા ! થઈ ગયો હું મોટો…
-વિવેક મનહર ટેલર
(૨૨-૦૬, ૦૨-૦૭-૨૦૦૯)
હાશ , મઝા આવી ગઈ !
પણ આ શું?
તોય તમે ધધડાવ્યે રાખો મને જ ખોટ્ટમખોટ્ટો.
તમે તો અમારા કરતા નાના છો
આવી ફરિયાદ આવી તો
કરવી પડશે આખો દિવસ બૉલીંગ કે
કાન પકડી કરવી પડશે ઊઠ-બેસ…
નહીં તો તરણકુંડમા ડૂબકી મારવી પડશે દસ…
================
શાંતિ કેવી રીતે મળશે?
પ્રશ્નનો ઉતરમા દરેક સંત કહે -“હંમેશા નાના સ્થાનની શોધ કરીને નાના બનો”
ખુબ મજા પડી..ખરેખર ખુબ સરસ..
રમવાની અને રમતા રમતા રમતીલુ ગીત વાંચવાની પણ મઝા આવી, પણ આ શુ બ્રેક શાનો ?……
very nice sir aa ground kai jagya ye avelu che so ame pan tene join kariye ,,,,, so nice poem u remind us our childhood time thx sir
સરસ ..
ડૉ.શ્રી વિવેકભાઇ,
વાહ ભઇ વાહ ! મસ્ત છે બાળગીત
પ્રફુલ ઠાર
ડો. વિવેક્ભૈ,
મઝા તો આવી જ પણ તમારી નવીજ સાઈડથી પરિચિત થવાયું.એક એન્જીનીયર તરકૂથી એક ડોક્ટરને સલામ અને અભિનઁદન.
હા હા હા… મજા આવી ગઈ… મજાનું બાળગીત…!
છેલ્લો અંતરામાં જરા વધુ મજ્જા પડી…
કમ્પ્યુટર પર તમે તો ,પપ્પા !
ફાંફા મારો કેવળ;
પાર કરું હું એક-એક ગેમના
લેવલ ઉપર લેવલ.
ને તોય તમે ધધડાવ્યે રાખો મને જ ખોટ્ટમખોટ્ટો….!! 😀
અને દોસ્ત, તમારા કેમેરાનોય નથી બીજો કોઈ જોટ્ટો… લીધો છે સરસ મજાનો ફોટ્ટો !!
સરસ નાન્કુદ્દુ બાળગીત છે
Enjoy vacation …..!!!!! :}
Cool song !
સરસ..
સ્વયમ કહે છે કે હુ મોટો થઈ ગયો.
અહિ એક મારી કવીતા મુકુ છુ.
હમણાં જ મેં મારા દીકરા ને લખી મોકલી હતી.
કદાચ ગમશે.
આવડૉ મોટો ક્યારે થઈ ગયો?
મન માં વિચારતી હતી કે,
મારો દીક્રરો આવડો મોટો કયારે થઈ ગયો,
હજી હમણાં તો, તેનો નાજુક હાથ પકડી,
દફતર પકડી સ્કુલે લઈ જતી હતી,
વારતા કહેતી હતિ,સુવડાવતી હતી,
તેના ઉન્ચા થયેલા હાથ જોઇને,તેને તેડી લેતી હતી,
નીચે ગોઠણભેર બેસી,તેના શર્ટ ના બટ બીડતી હતી,
નિચા નમીને વળીને,તેને બુટ પહેરાવતી હતી,
તેને સમજાવી સમજાવી ને ભણાવતી હતી,
તેની ઝીદ ગુસ્સા પર ફોસલાવી ફોસલાવી ને સમજાવતી હતી,
તેનુ પેટ માથુ દુખે તો માનતાઓ માનતી હતી,
વચ્ચે કેટ્લા વરસો ગયા ખબર નહી,
પણ હમણાં જ ધ્યાન માં આવ્યુ કે,તેની સાથે વાતો કરતા કરતા ,
મારે ઉંચુ જોવુ પડતુ હતુ,
ઉપરથી કોઇ વસ્તુ ઉતારવા માટે, હુ તેને જ બોલાવતી હતી,
બહારના કે મારાથી ન થતા કામ તેને સોંપતી હતી,અને નિશ્ચીંત થઈ જતી હતી,
માંદી પડુ ત્યારે ડો.પાસે મને લઈ જતો હતો.
મને ટાઈમે દવા આપી,મારૂ ધ્યાન રાખતો હતો,
…હમણાં થોડા દિવસ પહેલાની જ વાત,
તે પરદેશ જવા નિકળ્યો ત્યારે..
તે, બે હાથ જોડી,નીચે વળી પગે લગ્યો,
મેં,આંસુભરી આંન્ખે, તેની સામે ઉપર જોયુ,
ત્યારે તેણે મને,બાથ માં લઈ,ભેટી,સમજાવી કહ્યુ,
થોડા જ વખત માં જ પાછો આવી જઈશ,
કાઈ પણ એવુ લાગે તો, અડધી રાતે ફોન કરજે,
હું તરત જ આવી જઈશ્.
મારો દીક્રરો આવડો મોટો ક્યારે થઈ ગયો,
તે મને જ ખબર પડી નહી..
મને ખબર જ પડી નહીં..
ઉર્વશી પારેખ..
કદાચ ઘણી ભુલો થઈ હશે,ગુજરાતી લખવામાં.
બહુ ફાવતુ નથી..
ભુલચુક માફ કરશો જી.
Hi Vivek bhai , Very Good Simple Kavita.
ખુબ સુંદર ગીત.
સરસ બાળગીત.
પપ્પા ! થઈ ગયો હું મોટો… મઝાની ધ્રુવ પંક્તિ. ટુંકી પંક્તિઓ અને તરંગીત લય બન્ને બાળગીતને ઉઠાવ આપે છે. ત્રણે અંતરા મોટા થવાની પ્રકિયાને ક્રમશઃ સરસ રીતે રજૂ કરે છે.
મજાનુ બાળગીત.
બસ…મઝા આવી ગઈ..
મઝાનું, લયબદ્ધ, મમળાવવાનું મન થાય તેવું બાળગીત.
સરસ ગીત! મજા પડી ગઈ!
અભિનન્દન્ તમને અને ઉર્વશિબેન ને પણ,
જોત જોતામા દિકરિ/દિકરો મોટા થૈ જાય છે.ઍક દિવસ આવી ને કહે છે.આ પલક કે પલ્લવ અમે પરણવા માગીયે છીયે.મા વિચારે છે હજુ હયી કાલ સુધી કયું શર્ટ કે કયુ ફ્રોક પહેરવું તે નક્કિ ન કરી શક્તું સંતાન આ જ કે ? આ પરિસ્સ્થિતી સમજે તે શાણૉ.
સરસ ગીત!
મસ્ત મજાનું ગીત..!! અને આ ફોટામાં સ્વયમ સાચ્ચે જ અચાનક મોટો થઇ ગયો હોય એમ લાગે છે..! 🙂
very touchy-one..sply to those whose children are grown up & at abroad..
also,comment of shri Urvashi parekh is equally nice one..this is the magic of the wheels of life-span ..
ભાઇ ! મોટો, પણ નથી ખોટો !
તારો જડે ના કદી જોટો !
bahu sarase rachana
पप्पा तो धधडावे ज ने! कारण एमनी इच्छा होय : पापा कहते हैं बड़ा नाम करेगा – बेटा हमारा बड़ा काम करेगा! जेम ऋतुचक्र फरतुं रहे तेम आ पेढी-चक्र पण फरतुं रहेवानुं. मा-बापने समझातुं नथी के छोकरां क्यारे मोटां थई गयां! अने छोकरांने समझातुं नथी के मा-बाप केम हजी एमने छोकरां ज गणे छे! मीठा आ टकरावनी मीठडी वातो एटला ज मीठडा शब्दोमां वणवा माटे धन्यवाद!
लिस्ट अने लेवल सामान्य रीते आपणे नान्यतर जातिमां गणीए छीए. माटे ‘कॉल्सना लिस्ट’ अने ‘गेमना लेवल पर लेवल’ लखती वखते अनुस्वार वापरवा जोईए. ‘कॉल्सनां लिस्ट’ अने ‘गेमनां लेवल पर लेवल’
આ અનુસ્વાર લાગે છે કે એક દિવસ મારો જીવ લેશે…
આભાર, નિશીથભાઈ !!
ખુબ સરસ મજા આવિ ગઇ
નવા જ પ્રકારની અભિવ્યક્તિ મળી માણવા…..!
એ પણ અન્ય હસ્તગત ઉપલબ્ધિઓની જેમ જ આહલાદક અનુભવ રહ્યો.
બાળકનાં મુખેથી જાણે ખોંખારો ખાઈને કહેવાતી હોય કે,જૂઓ….હવે એ યાદ રાખજો
પપ્પા,થઈ ગયો હું મોટો!
સરસ વાત.
Cool,warm,and also playful song.
Ding dong,ding dong, ding dong.
આ કવિતા એ ફરિ બચપન યાદ કરાવિ દિધુ. ખુબ સરસ કવિતા.
સરસ બાળગીત!મારા દિકરો અચાનક વધારે મોટૉ થઈ ગયો લાગ છે.
ઊર્વશીબેન તમારૂ ગીત પણ ખૂબ ગમ્યું.
સપના
આ કવિતાએ —-દિકરો .આવડો મોટો કયારે થઈ ગયો તે મને જ ખબર પડી નહી..તે પરદેશ U.K.જવા નિકળ્યો ત્યારે.., બે હાથ જોડી,નીચે વળી પગે લગ્યો તેણે મને,બાથ માં લઈ, કહ્યુથોડા જ વખત માં જ પાછો આવી જઈશ,કાઈ પણ એવુ લાગે તો, અડધી રાતે ફોન કરજે,મેં,આંસુભરી આંન્ખે, તેની સામે ઉપર જોયુ,અચાનક વધારે મોટૉ થઈ ગયો લાગ છે.
અભિનન્દન્ તમને અને ઉર્વશિબેન ને પણ,
અભિનંદન,
સુંદર રચના માટે અને…
દિકરાની જાસુસી પકડી પાડવા માટે.
જય ગુર્જરી,
ચેતન
દિકરો ક્યારે મોટો થઈ ને આયનામા જાતને નિરખતો થઈ ગયો તે ખબર ખરેખર પડતીજ નથી હોતી.. દુધની બોટલ લઈને દોડતો કુવર બેટ લઈને છક્કા ફટકારતો કલાકાર થતા વાર નથી લાગતી. સરસ રચના વિવેકભાઈ.
ઉર્વશીબહેનની રચના પણ એટલીજ હૃદયસ્પર્શી રહી.
સરસ બાળગીત !
કવિતા ખુબ ગમી.
ડૉ.નિશીથ ધ્રુવ ની ટિપ્પણી દેવનાગરી લિપીમાં તદ્દન ભીન્ન હોયછે. વિનોબાજીની તથા દાદા ધર્માધિકારીની યાદ અપાવે છે.વાંચવાની ખુબ મઝા આવે છે.ડૉ.વિવેક નો ઇન્સ્ટન્ટ પ્રતિભાવ વિવેક પુર્ણ હોયછે.જોડણી બાબતે નિશીથ ના આગ્રહ ને અમારી સલામ.આવી જાગરુકતા ભાગ્યેજ જોવા મળે છે.જોકે મને આ લખતી વખતે થોડી બીક લાગેછે ,રખેને મારાથી કોઈ ખોટી જોડણી ન લખાઈ જાય્.અત્યાર થીજ મીચ્છામી દુક્કડમ કહી દઊં.
ભાવના શુક્લ અને ઉર્વશીબહેન ની ટિપ્પણી પણ ગમી.
વિવેકભાઈ,
ઘણું જ સરસ બાળ ગીત છે
અભિનંદન
hey liked this one!!! parents are always same no matter how grown up you are they will some times scold you for no reason….!!!
કવિતા સરસ અને બાળકોને સમ્ભાળવવા જેવી છે અભિનદન અને આભાર્…
इन्द्र तो देवराज छे – एना वदन पर बीक शा माटे? आपणे सौ सुशिक्षित छीए. आपणी पोतानी मातृभाषामां लखती वखते शा माटे भीति लागवी जोईए? मारो कोई भूलो शोधवानो शोख नथी पण भूलो पलकमां नजरे चडी जाय छे तेमां हुं निरुपाय छुं. मारो आशय तो केवळ ए ज दर्शाववानो छे के आवी भूलो छतां आपणे आपणा विचारोने सुन्दर बानीमां गूंथी शकीए छीए. अनुस्वारनी आ कहेवाती भूलो ए अमुक नियमो मान्य थया माटे भूलो छे – पण ए नियमो आपणा स्वाभाविक उच्चारोनुं यथातथ प्रतिबिम्ब झीलता नथी. आधुनिक गुजराती भाषाशास्त्रना विद्वानोमां प्रख्यात डॉ प्रबोध चोक्सीए अने डॉ ऊर्मि देसाईए ए हकीकत नोंधी छे के आजनी बोलाती गुजराती भाषामां अन्त्य स्वरोनुं नासिक्यत्व लोपाई गयुं छे अथवा लोपाई रह्युं छे. एटले उपरनी बधी टिप्पणीओमां आवा अन्त्य अनुस्वारो काढी नाखो – अने काढीने लखी जुओ – जराय अस्वाभाविक भासे छे? विवेकना आ ब्ल़ॉग पर आ विषय कदाच अस्थाने गणाय – मारी आ टिप्पणी बरकरार राखवी के नहि ए निर्णय करवानो हक तो विवेकनो ज.
हा, पण इन्द्रवदनभाई – ભીન્ન-પુર્ણ-જાગરુકતા-દઊં खोटी जोडणी छे – ભિન્ન-પૂર્ણ-જાગરૂકતા-દઉં खरी जोडणी छे. મીચ્છામી દુક્કડમ मिथ्या मे दुष्कृतम्નું પ્રાકૃત રૂપ છે અને ખરી જોડણી મિચ્છા મિ દુક્કડં एम होय! पण आवी भूलो विषये पछी क्यारेक!
મજાનું!!! ખુબ જ સુંદર બાળગીત!!!!!
પ્રિય નિશીથભાઈ અને અન્ય તમામ મિત્રો,
મારા બ્લૉગ ઉપર પ્રતિભાવ બાબત મેં શરૂઆતથી જ આકાશના ખુલ્લાપણાંને અપનાવ્યું છે. અગાઉ કેટલીક પોસ્ટ પર મિત્રોએ જબરદસ્ત નકારાત્મક પ્રતિભાવો (ગાળ સુધી) આપ્યા છે પણ મેં ફૂલ અને ઈંટ-બંનેને અપનાવવાની રીત દિલથી અપનાવી છે અને એટલે જ હું કૉમેન્ટ મોડરેશન કરતો નથી…
જે પ્રતિભાવોમાંથી બે વાત શીખવા મળે એ સદૈવ આવકાર્ય છે અને એ પણ પ્રેમ અને માન સહિત !!
ખૂબ મઝા આવી.
મારુ બાલપન યાદ આવિ ગયુ. અને બદલાતો સમય પન.
ઉર્વશિ બેન ને વાચિ ને મારિ આજ !!
આભાર વિવેકભાઇ.
વિજય્.
आभार, विवेक! आवो ज अभिगम सौ राखे तो!
વાહ સરસ મઝાનુ ગીત્…
વિવેકભાઈ, નિશીથભાઈ,
બહોત અચ્છે ! અભિનંદન !
સરસ
આયનો જાણે પાણી છે ને હું જાણે પરપોટો.
સુંદર ગીત અને સુંદર કલ્પના… અરીસામાં જોતાં જોતાં આપણે ક્યારે મોટા થઈ જઈએ છીએ તેનો ખ્યાલ નથી રહેતો … ખબર ત્યારે જ પડે છે જ્યારે એક ધોળો વાળ દેખાય છે ! 🙂
અભિનંદન,
સુંદર રચના માટે
સરસ સર મજા પડી ગઇ
Really vivekbhai
one of the best ” Bal Geet ” which i read till date all lines we can say it’s completely real.
Chirag Gor
ખૂબ સરસ…..
વાહ.. દીકરો મોટો થઇ ગયો… વિવેકભાઇ..હવે સ્વયમને ધધડાવશો નહીં હોં…
ગઝલ તો સુંદર હોય જ છે. પણ બાળગીતમાં હું તો કદાચ બે માર્ક વધારે જ આપું. આજે જે કક્ષાના બાળગીત..જોડકણા માત્ર ( બધા નહીં..પરંતુ ઘણાં બધા સંગ્રહ હમણાં વાંચ્યા..પણ મજા ન આવી )
બાળગીતોનું પુસ્તક તમારા જેવી વ્યક્તિ કરે તો બાળકો ચોક્કસ વાંચશે. અને એ માટે સાચો જજ સ્વયંમ જ હોઇ શકે. ચોક્કસ વિચારશો…
શ્રી વીવેકભાઈ,
આ બાળગીત વાંચી ને મેં તો લખી લીધું.તમને વાંધો તો નથી ને?મારા
પૌત્રને મોકલી શકું?બહુ જ સુંદર ગીત ….મજા આવી ગઈ…બીજા આવા ગીતો જરુરથી મુકશો…અભિનંદન..
વા ભાઈ વા આતિ સુદર સુ બાલ ગિત સે.
બાલક ને મજા આવિ જાય તેવુ સે.
ભુલ સુક માફ કરજો.
THANK YOU વા ભાઈ વા આતિ સુદર સુ બાલ ગિત સે.
બાલક ને મજા આવિ જાય તેવુ સે.
ભુલ સુક માફ કરજો.