(પાયકારા ધોધ, નીલગિરી પર્વતમાળા-સપ્ટેમ્બર-2005)
માન્યું કહ્યું જે પણ તમે : માનવ છું હું, ઈશ્વર નથી,
પણ પ્રેમ મારો તોય મારી જેમ કંઈ નશ્વર નથી.
મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.
છે ભૂલ એકાદી, જીવન આખું હવે લજ્જિત છે આ,
ધબકાર હો કે શ્વાસ, શંકાથી કશુંયે પર નથી.
મરજી મુજબ વર્તી શકુ? ના-ના, સમય વસમો છે આ,
ઈચ્છાના જીવનમાં સ્વયંવર થાય એવું વર નથી.
એ પ્રેમનો જાદુ છે કે પ્રેમી તણા અહેસાસમાં,
એની પ્રિયાથી વિશ્વમાં કોઈ વધુ સુંદર નથી.
વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’
ડૉ.વિવેક મનહર ટેલર
Beautiful!
Good One….
No one is God,
“Faith” and “Trust” is worship…
Mistakes is to man..
To “Forgive” is Life…..
“પ્રેમ મારો તોય મારી જેમ કંઇ નશ્વર નથી….”
સરસ પંક્તિ.અભિનન્દન
નીલમ દોશી.
ખુબ જ સુન્દર રચના…
“માનવ છું હું, ઈશ્વર નથી,
પણ પ્રેમ મારો તોય મારી જેમ કંઈ નશ્વર નથી…”
આ પક્તિ તો રદયમા સમાય જાય એવિ ૬એ….
મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી. – વાહ!