(પર્વતનું આંસુ….. …નૈનિતાલ, ૨૦૧૭)
*
ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
ન વિચારી શકું કશું આગળ,
તારો અહેસાસ જાનલેવા છે.
આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?
ફક્ત ફિલ્માવવાને લંબાવે,
આજ લોકોના હાથ કેવા છે!
એ જ આગળ છે ખોટું કરવામાં
વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.
શ્વાસને પ્રાણવાયુ બક્ષે છે,
શબ્દને કંઈ તો લેવાદેવા છે!
– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૭)
(બોલ, ડૂબવું છે?….. ….કાન્હા જંગલ, ઉત્તરાખંડ, ૨૦૧૭)
Kyaaa baat… mast
આભાર…
સુંદર રચના!
આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?
વાહ!
આભાર રજનીકાંતભાઈ…
વાહ બહુજ સરસ!
આભાર નેહલ…
વાહ વિવેકભાઈ, મજાની ગઝલ…
આભાર અનિલભાઈ… આપનો પ્રતિભાવ એક પુરસ્કાર છે…
આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?
ક્યા બાત…સુંદર મજ્જાની ગઝલ…
આભાર ગૌરાંગભાઈ… આપને ગમવાનો આનંદ…
વાહહહહહહ બહોત ખુબ સાહેબ મતલા તમારો જાનલેવા છે
આભાર દોસ્ત…
Wah janleva che
આભાર…
એ જ આગળ છે ખોટું કરવામાં
વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.
Waah mast ane sachi vat
આભાર…
વાહ વાહ… જાનલેવા ગઝલ..
આભાર ચેતના,…
એ જ આગળ છે ખોટું કરવામાં
વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.
Waah mast ane sachi vat
આભાર…
વાહ
આભાર…
very nice vivekbhai 1 sher
“aainaa gaamnaa thaya ghardaa…….”
આભાર મનીષાબેન
“ શ્વાસને પ્રાણવાયુ બક્ષે છે,
શબ્દને કંઈ તો લેવાદેવા છે! ”
– વિવેક મનહર ટેલર – ji satya…
Mast ghazal…
આભાર પૂનમ…
તાજગીસભર અભિવ્ય્ક્તિ
આભાર સુનીલભાઈ…
Wowwwww….
આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?
Superbbb … Mast gazal
આભાર પ્રિય શબનમ….
Wonderful…
આભાર…