જ્વાળામુખી

kiro dunder
(હર શામ લગે સિંદૂરી…..    મૃત જ્વાળામુખી, છારી-ઢંઢ, કચ્છ, ઓક્ટો-૨૦૦૯)

*

જ્વાળામુખી ફાટે
ત્યારે
એક પ્રચંડ વિસ્ફોટ,
ગગન ચૂમતી અગનજ્વાળાઓ
અને
લાવાના ફૂવારાઓ
આસ-
પાસ-
-ચોપાસ
નું
બધું જ
તહસનહસ કરી નાંખે છે.
ઘર-ખેતર-પશુ-પંખી-માણસો :
રાખના ઢગલા નીચે સૃષ્ટિ એક થઈ જાય છે.
પણ
પછી
સમય
જતાં
એ જ લાવાયુક્ત જમીન ઈર્ષ્યા જન્માવે એવી ફળદ્રુપ બની રહે છે
ત્યારે
આવતીકાલની પેઢીને
ગઈકાલનો જ્વાળામુખી
છૂપા અભિશાપ જેવો લાગે છે.

જો કે સંબંધો તો આપણે આ જ જીવનમાં જીવી લેવાના હોય છે,
એમાં કોઈ આવતીકાલની પેઢી આવતી નથી એટલે…

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૭-૨૦૧૬)

*

OLYMPUS DIGITAL CAMERA
(નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…    નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩)

11 thoughts on “જ્વાળામુખી

  1. અદ્ભુત… ઈર્ષ્યા શબ્દનું અનુસંધાન…👌🏻
    “એ જ લાવાયુક્ત જમીન ઈર્ષ્યા જન્માવે એવી ફળદ્રુપ બની રહે છે”
    ગમ્યું સાહેબ!

  2. KHUB SARAS
    આવતીકાલની પેઢીને
    ગઈકાલનો જ્વાળામુખી
    છૂપા અભિશાપ જેવો લાગે છે.

    જો કે સંબંધો તો આપણે આ જ જીવનમાં જીવી લેવાના હોય છે,
    એમાં કોઈ આવતીકાલની પેઢી આવતી નથી એટલે…

  3. વિવેકભાઇ,
    ઉપરનું દ્રશ્ય કેટલા બધા કલ્પનો જન્માવે એવું અદ્ભુત લીધું છે !

    તું સુરજ શાને ફરી પગ આ ધરામાં બોળતો
    સુપ્ત છારી ઢંઢને પાછો રખે ઢંઢોળતો ..

    એવું લાગે કે જાણે
    પીળુ ટીશર્ટ અને કેસરી જીન્સ પહેરીને શ્વેતવર્ણી સુર્ય આવી પહોંચ્યો હોય ક્ષિતિજે પાર્ટી કરવા…

    કે પછી,
    આખો દિવસ કાળઝાળ તપ્યા પછી ચડેલા સોજા ઉતારવા..પોતાની એક માત્ર અને પાણીદાર પુત્રી પૃથ્વીના ઘેર આવી પાણીમાં પગ રાખી આરામ ફરમાવતો હોય..!!

    ભરબપોરે ધોમધખતા સુર્યને
    સાંજના સોજા નીકળશે શી ખબર !

    કે પછી એ સુરજ નથી..
    પણ,
    કોઇ મોક્ષમાર્ગી ડાયનોસોરનું દૈવી ઇંડુ ધરાએથી આપોઆપ બહાર આવ્યું છે ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *