(ટહુકાને તરસ વગડાની…. ….કોકિલા, પુષ્કર, રાજસ્થાન, ૨૦૧૪)
*
તું ‘તરસ’ લખ છાતીમાં ને હું ત્યાં લખું ‘છિપાવું’,
થોડો તારી નજદીક આવું.
ધોળે દહાડે પાંપણના કાગળ પર તું લખ ‘સપનું’,
સાત રંગનો સૂરજ હું ના લાવું તો શા ખપનું ?
રંગ-રંગની ઘટનાથી તારું હોવું પ્રગટાવું,
હું લગરિક નજદીક આવું.
શબ્દોના લિસોટા વચ્ચે ‘મૌન’ લખી દે થોડું,
ગલી-ગલી ગૂંદીને હું ત્યાં જઈ એક ચુંબન ચોડું.
સદીઓ લાંબા ઈંતજાર પર ‘આલિંગન’ લખાવું.
એમ તને હું નજદીક લાવું.
– વિવેક મનહર ટેલર
(૨૯-૧૦-૨૦૧૫)
*
(અલખની પ્યાસ…. ….પુષ્કર, રાજસ્થાન, ૨૦૧૪)
Waaahhh
ધોળે દહાડે પાંપણના કાગળ પર તું લખ ‘સપનું’,
સાત રંગનો સૂરજ હું ના લાવું તો શા ખપનું ?
વાહ !
એમ તને હું નજદીક લાવું…………..
સરસ વાત કરી,તરસ છિપવવાની વાત પરંતુ પ્યાસ તો અધુરી જ રહી ગઈ………અભિનદન………
સરસ ફોટોગ્રાફ માટૅ પણ ……….
શબ્દોના લિસોટા અને મૌન વચ્ચેના ક્ષિતિજ્ પર ,
ચુમ્બન ‘ને આલિન્ગન બનીને આવુ.
————————————
નુકચેતિને અવકાશ જ ક્ય છે ?
સદીઓ લાંબા ઈંતજાર પર ‘આલિંગન’ લખાવું.
એમ તને હું નજદીક લાવું.
આહ કવિ… મઝા આવી..!!!
Vaah hu tane nazdik Lavu! Kehvu pade
ક્યા બાત હૈ !…
Wow…its beautiful. Fresh Sweet..!
વાહ
તને હુ નજદીક લાવુ….
શબ્દોના લિસોટા વચ્ચે ‘મૌન’ લખી દે થોડું,
ગલી-ગલી ગૂંદીને હું ત્યાં જઈ એક ચુંબન ચોડું.
સદીઓ લાંબા ઈંતજાર પર ‘આલિંગન’ લખાવું.
એમ તને હું નજદીક લાવું.
– સરસ!